HBD: જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોશીએ ઘણી ફિલ્મોમાં કર્યું છે કામ, સલમાન સાથે છે કનેક્શન


Updated: May 26, 2021, 12:15 PM IST
HBD: જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોશીએ ઘણી ફિલ્મોમાં કર્યું છે કામ, સલમાન સાથે છે કનેક્શન
ફાઇલ તસવીર

ફિલ્મોમાં નસીબે સાથ આપ્યો નહીં, તો તેઓ ટીવી તરફ વળ્યાં. તેમણે શુભ મંગલ સાવધાન, યે દુનિયા હૈ રંગીન અને ક્યા બાત હૈ જેવી સીરીયલમાં કામ કર્યું હતું.

  • Share this:
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) સિરિયલે અનેક રેકોર્ડ તોડી નાંખ્યા છે. આ સિરિયલ ટીવીની સૌથી લોકપ્રિય સિરિયલોમાં સામેલ છે. ઘણા વર્ષોથી લોકોને પેટ પકડીને હસાવતી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેઠાલાલના (Jethalal) કારણે એવરગ્રીન લાગે છે. જેઠાલાલનું પાત્ર ઘરે ઘરે જાણીતું બની ગયું છે. ત્યારે જેઠાલાલ બનીને લોકોના હૃદયમાં સ્થાન મેળવનાર દિલીપ જોશી (Dilip Joshi) આજે પોતાનો 53મો જન્મદિવસ મનાવી રહ્યા છે. દિલીપ જોશી માત્ર સિરિયલમાં જ નહીં, ફિલ્મોમાં પણ પોતાનો જાદુ પાથરી ચુક્યા છે.

મૈને પ્યાર કિયા

સલમાન ખાનની જાણીતી ફિલ્મ મૈને પ્યાર કિયાથી દિલીપ જોશીના કરીયરનો પ્રારંભ થયો હતો. આ ફિલ્મમાં દિલીપ જોશી રસોઈયાની ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ સલમાન ખાન અને ભાગ્યશ્રીની પ્રથમ ફિલ્મ હતી. દિલીપ જોષીએ પોતાની એક્ટિંગથી લોકોને અભિભૂત કરી દીધા હતા.

હવે દિવસમાં ત્રણથી ચારવાર માસ્ક બદલવા બનશે જરૂરી, જાણો તની પાછળનું કારણ

હમ આપકે હૈ કૌન

સલમાન ખાન સાથે દિલીપ જોષીએ અન્ય એક ફિલ્મ હમ આપકે હૈ કોનમાં પણ કામ કર્યું હતું. આ ફિલ્મમાં માધુરી દીક્ષિત પણ હતી. તેમણે માધુરી દીક્ષીતના ભાઈ ભોલા પ્રસાદનું પાત્ર ભજવ્યું હતું. જોકે, તેમણે ધાર્યું તેટલો પ્રેમ લોકો તરફથી મળ્યો નહીં.હમરાઝ

દિલીપ જોશી અક્ષય ખન્ના સાથે પણ કામ કરી ચૂક્યા છે. હમરાઝ ફિલ્મમાં તેમણે લિફ્ટમેનનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ લોકોને ખૂબ જ ગમી હતી. ફિલ્મમાં દિલીપ ખૂબ ટૂંકા સમય માટે જોવા મળ્યા હતા, પરંતુ તેમનું કોમેડી ટાઈમિંગ લોકોના દિલમાં ઉતરી ગયું હતું.

સુરત: પુત્રને દાદા-દાદી પાસે મોકલવા અંગે પતિ-પત્ની વચ્ચે થયો ઝઘડો, મહિલાએ ટૂંકાવ્યું જીવન

ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની

શાહરુખ ખાનની ફિલ્મ ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાનીમાં પણ દિલીપ જોશી જોવા મળ્યા હતા. જેમાં તેમણે પપ્પુના જુનિયર આસિસ્ટન્ટની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં જુહી ચાવલા, પરેશ રાવલ અને જોની લીવર મુખ્ય ભૂમિકામાં હતા.




ફિલ્મોમાં નસીબે સાથ આપ્યો નહીં, તો તેઓ ટીવી તરફ વળ્યાં. તેમણે શુભ મંગલ સાવધાન, યે દુનિયા હૈ રંગીન અને ક્યા બાત હૈ જેવી સીરીયલમાં કામ કર્યું હતું. પરંતુ લોકોના દિલો પર રાજ કરવામાં તેઓ સફળ ન રહ્યા. થોડા સમય પછી તેમણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામનો પ્રારંભ કર્યો, જેમાં તેમને જેઠાલાલ નું પાત્ર મળ્યું.
First published: May 26, 2021, 12:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading