Oscars Award 2022 : 'Jai Bhim' અને 'Marakkar' ભારત તરફથી ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ
News18 Gujarati Updated: January 23, 2022, 4:07 PM IST
ઓસ્કાર એવોર્ડ 2022 માટે બે ભારતીય ફિલ્મ શોર્ટલીસ્ટ
Oscars Award 2022 : ઓસ્કાર એવોર્ડ માટે પસંદ કરાયેલ 'મરક્કર' (Marakkar) અને 'જય ભીમ' ( Jai Bhim) બંને ફિલ્મોએ ભારતમાં ક્રેઝ ફેલાવ્યા બાદ હવે વિદેશમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે
Oscars Award 2022 : બોલિવૂડ (Bollywood) ફિલ્મ હોય કે સાઉથની ફિલ્મ (South Film) તેની સ્ટોરી, સ્ટાર કાસ્ટ, રોમાન્સ, એક્શન અને સોંગ સારા હોય ત્યારે માત્ર બોકસ ઓફિસ (Box Office) પર જ સારું કલેક્શન મેળવે એટલું જ નહીં પરંતુ વિવિધ એવોર્ડ્સ (Awards) મેળવીને સફળતામાં ચાર ચાંદ ઉમેરાઈ છે. આ સાથે જ દુનિયાના સૌથી મોટા એવોર્ડ ઓસ્કાર એવોર્ડ (Oscar Award 2022) માટે માત્ર નોમીનેશન મેળવે તો પણ ખૂબ મોટી વાત કહેવાય છે. આ અંગે જો વાત કરીએ તો સાઉથની ફિલ્મ 'જય ભીમ' ( Jai Bhim) જ્યારથી રિલીઝ થઈ છે ત્યારથી નવા રેકોર્ડ બનાવી રહી છે. ગયા વર્ષે દર્શકોની વચ્ચે આવેલી આ ફિલ્મ સતત હેડલાઇન્સમાં રહે છે. આ ફિલ્મમાં સુપરસ્ટાર સુર્યા (Surya) લીડ રોલમાં છે. આ ફિલ્મે ઘણા રેકોર્ડ બનાવવાની સાથે ઓસ્કારની રેસમાં પણ સ્થાન મેળવ્યું છે. આ સાથે જ બીજી ભારતીય એટલે કે મલયાલમ ફિલ્મ 'મરક્કર' (Marakkar) પણ આ રેસમાં પહોંચી છે. અભિનેતા મોહનલાલ (Mohanlal) 'મરક્કર' ફિલ્મમાં લીડ રોલમાં છે.
'મરક્કર' અને 'જય ભીમ' બંને ફિલ્મોએ ભારતમાં ક્રેઝ ફેલાવ્યા બાદ હવે વિદેશમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે
સાઉથની ફિલ્મો વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહ ઓસ્કરમાં પહોંચી છે. વિશ્વભરની ફિલ્મોમાંથી 276 ફિલ્મ પસંદ કરવામાં આવી છે. જેમાં સુર્યાની 'જય ભીમ' અને મોહનલાલની 'મરક્કરઃ લાયન ઓફ ધ અરબી સમુદ્ર'નો સમાવેશ થાય છે. આ બંને ભારતીય ફિલ્મો 2021ની સૌથી સફળ અને શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. માહિતી મુજબ, 94મા એકેડેમી પુરસ્કારો માટે નામાંકન 8 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે.
ઓસ્કાર 27 માર્ચે યોજાશે. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર અમેરિકન એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ (AMPAS) દ્વારા ફિલ્મ ઉદ્યોગમાં દિગ્દર્શકો, અભિનેતાઓ અને લેખકો સહિત વ્યાવસાયિકોના ઉત્કૃષ્ટ કાર્યને સન્માન આપવા માટે આપવામાં આવે છે. ઓસ્કાર એવોર્ડનું સાચું નામ એકેડેમી એવોર્ડ છે.
'જય ભીમ'ની સિદ્ધિ
ભૂતકાળમાં 'જય ભીમ' એ ઓસ્કરની યુટ્યુબ ચેનલમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું એટલે કે, આ ફિલ્મ ઓસ્કરની યુટ્યુબ ચેનલ પર બતાવવામાં આવી હતી. આ સાથે 'જય ભીમ' આ તક મેળવનાર પ્રથમ તમિલ ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મની વધુ એક સિદ્ધિ વિશે વાત કરીએ તો ફિલ્મે અગાઉ ગોલ્ડન ગ્લોબ્સ 2022માં શ્રેષ્ઠ બિન-અંગ્રેજી ફિલ્મ શ્રેણીમાં સત્તાવાર પ્રવેશ મેળવ્યો હતો. એટલું જ નહીં, આ ફિલ્મે IMDbમાં 9.6 રેટિંગ સાથે અન્ય ઘણા રેકોર્ડ પણ બનાવ્યા છે.
'મરક્કર'ના નામે અનેક એવોર્ડ
એક્શન એડવેન્ચર થી ભરપુર મલયાલમ ફિલ્મ 'મરક્કર'ની સ્ટોરી પ્રિયદર્શને લખી છે અને ફિલ્મનું નિર્દેશન પણ કર્યું છે. આ ફિલ્મ ઝામોરિનના પ્રખ્યાત નૌકાદળના વડા કુંજલી મારક્કર IV પર આધારિત છે. ફિલ્મે ગયા વર્ષે 67માં રાષ્ટ્રીય પુરસ્કારોમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ સહિત ત્રણ રાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા છે. મોહનલાલે ફિલ્મમાં બેબાક નાવિકની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં અર્જુન સરજા, સુનીલ શેટ્ટી, પ્રભુદેવા, પ્રભુ, મંજુ વોરિયર, કીર્તિ સુરેશ અને કલ્યાણી પ્રિયદર્શન સહિતના સ્ટાર મુખ્ય ભૂમિકામાં છે.
આ પણ વાંચો -
Bollywood Surrogacy Parents : પ્રિયંકા ચોપડાથી લઈને શાહરૂખ ખાન, કયા-કયા સેલેબ્સ સરોગસીથી માતા-પિતા બન્યા
ફિલ્મ 'જય ભીમ' વિશે જાણો
'જય ભીમ' ફિલ્મ મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ ચંદ્રાના પ્રખ્યાત કેસ પર આધારિત છે, જે તેમણે તેમના કાયદાકીય દિવસો દરમિયાન લડ્યા હતા. જો કે, વાસ્તવમાં તે કુરવા જાતિના લોકો પર અત્યાચારનો મામલો હતો. આ ફિલ્મનું નિર્દેશન ટીજે જ્ઞાનવેલ દ્વારા કરવામાં આવ્યું છે અને તેણે તેની વાર્તા પણ લખી છે. ફિલ્મમાં સુર્યા વકીલ ચંદ્રાનું પાત્ર ભજવે છે, જ્યારે તેની સાથે પ્રકાશ રાજ, રાવ રમેશ, રાજીશા વિજયન અને લિજો મોલ જોસ પણ મુખ્ય મુખ્ય ભૂમિકામાં છે.
Published by:
kiran mehta
First published:
January 23, 2022, 4:07 PM IST