સોમી અલીને યાદ આવ્યો સલમાન, કહ્યું- 'મને એક્ટિંગમાં કોઇ રસ ન હતો, હું સલમાન સાથે લગ્ન કરવા મુંબઈ આવી હતી"

News18 Gujarati
Updated: February 10, 2021, 3:25 PM IST
સોમી અલીને યાદ આવ્યો સલમાન, કહ્યું- 'મને એક્ટિંગમાં કોઇ રસ ન હતો, હું સલમાન સાથે લગ્ન કરવા મુંબઈ આવી હતી
સોમી અલી, સલમાન ખાન

જોકે સલમાન ખાન અને સોમી અલીની ફિલ્મ ક્યારેય રિલીઝ નહોતી થઈ, પણ આ બંનેના સંબંધો ખૂબ ચર્ચામાં રહ્યા.

  • Share this:
પાકિસ્તાની (Pakistan) મૂળની જાણીતી અભિનેત્રી સોમી અલી (Somi Ali) ફરી એકવાર ચર્ચામાં છે. તે વર્ષ 1991માં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સલમાન ખાન (Salman Khan) સાથે લગ્ન (Marriage) કરવા માટે અમેરિકાથી આવી હતી. તે સમયે સોમી અલી માત્ર 16 વર્ષની હતો. તેણે મુંબઈ (Mumbai) આવીને સલમાન ખાનની સાથે ફિલ્મો પણ કરી હતી. જોકે સલમાન ખાન અને સોમી અલીની ફિલ્મ ક્યારેય રિલીઝ નહોતી થઈ, પણ આ બંનેના સંબંધો ખૂબ ચર્ચામાં રહ્યા.

સોમી અલીએ તાજેતરમાં બોમ્બે ટાઈમ્સને એક ઇન્ટરવ્યૂમાં પોતાની અંગત જિંદગી સિવાય ફિલ્મી કરિયર વિશે ઘણી વાતો કરી હતી. આ ઉપરાંત તેણે સલમાન ખાન સાથેના તેના સંબંધો વિશે પણ વાત કરી હતી. સોમી અલીએ કહ્યું કે, 'મેં 16 વર્ષની ઉંમરે સલમાન ખાનની ફિલ્મ 'મૈને પ્યાર કિયા' જોઈ હતી અને મને લાગ્યું કે મારે આ વ્યક્તિ સાથે લગ્ન કરવા છે.'

એકતા કપૂર, ગુનીત મોંગા, તાહિરા કશ્યપની શોર્ટ ફિલ્મ Bittuને મળી ઓસ્કારમાં એન્ટ્રી

અભિનેત્રીએ આગળ કહ્યું કે, 'મેં મારી માતાને કહ્યું કે, હું કાલે ભારત જઇ રહી છું. મેં મારી જીદ કરી. મુંબઈના અમારા સંબંધીને મળવા અને તાજમહેલ જોવા માટે ભારત જવા મારા માતા-પિતાને સમજાવ્યા. પછી કેટલાક દિવસ પાકિસ્તાનમાં રોકાઈને હું મુંબઇ પહોંચી. સોમીએ કહ્યું કે, મુંબઇ આવ્યા પછી તે પોતાનો પોર્ટફોલિયો બનાવવા માટે ફોટોગ્રાફર ગૌતમ રાજાધ્યાકને મળી અને પ્રોડક્શન હાઉસમાં જવા લાગી.

'નાગિન 3' ફેમ અભિનેત્રી અનિતા હસનંદાનીએ આપ્યો દીકરાને જન્મ

આ દરમિયાન એક દિવસ પ્રોડક્શન હાઉસમાં સલમાન ખાનની નજર સોમી અલી પર પડી, ત્યારબાદ તેણે ફિલ્મ 'બુલંદ' માટે ઓડિશન આપ્યું હતું. જોકે, આ ફિલ્મ ક્યારેય રિલીઝ ન થઈ શકી, પરંતુ સોમી અલીને તે પછી ફિલ્મની ઓફર મળવાનું શરૂ થયું. તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ સિવાય સોમી અલીએ તેની પર્સનલ લાઈફ વિશે પણ વાત કરી હતી.સલમાન ખાનને લાંબા સમય સુધી ડેટ કર્યા પછી સોમી અલીની રિલેશનશિપ 1999માં પૂરી થઇ ગઈ. ત્યાર બાદ સોમી યુએસ પરત ફરી અને તેના અભ્યાસમાં લાગી ગઈ. હવે તે 'નો મોર ટીઅર્સ' નામનું એનજીઓ ચલાવે છે. આ સંસ્થા માનસિક અને શારીરિક શોષણ કરનારા લોકોને મદદ કરે છે.

સોમીએ પોતાની દર્દનાક વાતો પણ જણાવી. તેણે કહ્યું કે, તે પાકિસ્તાનમાં મોટી થઇ, જ્યાં તેણે ઘરેલુ હિંસા પણ જોઈ. તેણે એમ પણ કહ્યું કે, 5થી 9 વર્ષની ઉંમર દરમિયાન યૌન શોષણ પણ થયું. જે બાદ 11 વર્ષની વયે હું અમેરિકા જતી રહી. જે બાદ મારા પાર બળાત્કાર થયો. તેણે ઉમેર્યું કે 'જે મારી સાથે થયું, તે બીજા સાથે ન થાય.'સોમી અલી અંત (1994), યાર ગદ્દાર (1994), આઓ પ્યાર કરે (1994), આંદોલન (1995) અને ચુપ (1997) જેવી ફિલ્મોનો ભાગ રહી ચૂકી છે.
Published by: Kaushal Pancholi
First published: February 10, 2021, 3:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading