Big B જ નહીં રણબીર-વરૂણ સાથે કર્યું છે કામ, હવે કોરોનાને લીધે નથી મળતુ કામ, વેચે છે મોમોઝ

News18 Gujarati
Updated: March 26, 2021, 3:46 PM IST
Big B જ નહીં રણબીર-વરૂણ સાથે કર્યું છે કામ, હવે કોરોનાને લીધે નથી મળતુ કામ, વેચે છે મોમોઝ
PHOTO-Twitter

કોરોનાની માર ફીમેલ કેમેરા પર્સન સુચિસ્મિતા રાઉતરાયનાં કરિઅર પર એવી પડી છે કે કેમેરાનું કામ છોડી તેને કઢાઇ અને કડછો પકડ્યો છે. અને તે દાણા દાણાની મોહતાજ સુચિસ્મિતા થઇ ગઇ છે. મોમોઝ વેંચીને ઘર ચલાવી રહી છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: વર્ષ 2020ને કોઇ ન ભૂલી શકે. આ વર્ષે કોરોના વાયરસે (Coronavirus) લોકોથી ન ફક્ત તેનાં પોતાનાં છીનવી લીધા પણ ઘણાં લોકોનાં સપનાં પણ છીનવી લીધા. લોકોનાં કામ ધંધા એવાં ચોપટ થઇ ગયા કે તેઓ તેમનું સપનું ભૂલી પાછા ઘરે પરત ફરી ગયા. સિનેમાની ઝગમગતી દુનિયાનાં લોકોને પણ માર પડી. કંઇ એવું જ પોતાનાં સપાનાં અંગે મુંબઇ આવેલી ફીમેલ કેમેરા પર્સન સુચિસ્મિતા રાઉતરાય (Suchismita Routray)ની સાથે થયું છે. અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વરૂણ ધવન જેવન જેવાં ઘણાં સ્ટાર્સની સાથે કામ કરી ચૂકી છે. સુચિસ્મિતા તેનું સપનું ભૂલીને ઘરે આવી ગઇ છે. જ્યાં આજે પરિવારનું પેટ પાળવા માટે તે મોમોઝ વેચીને ગુજરાન ચલાવી રહી છે.

સુચિસ્મિતા રાઉતરાય (Suchismita Routray)ને ક્યાં ખબર હતી કે, જે સપના માટે તે ઓડિશાથી મુંબઇ આવી હતી તે સપનું પૂર્ણ થતા પહેલાં જ તુટી જશે. કોરોનાની માર ફીમેલ કેમેરા પર્સન સુચિસ્મિતા રાઉતરાયનાં કરિઅર પર એવી પડી કે કેમેરો ચોઢી તેને હાથમાં કઢાઇ અને કડછો ઉઠાવી લીધો છે. દાણા દાણાની મોહતાજ સુચિસ્મિતા આજે મોમોઝ વેંચી ઘર ચલાવી રહી છે.

PHOTO- @ suchismita.routray.35/Facebook


કટકમાં તે તેની મા સાથે રહે છે. તે તેનાં ઘરમાં એકલી કમાનારી છે તેનાં પિતાનું નિધન થઇ ગયુ છે. એવામાં તેની પાસે મોમોઝ વેચવાં સીવાય અન્ય કોઇ વિકલ્પ નથી વધ્યો. ક્યારેક મોટી મોટી ફિલ્મોમાં કેમેરાની પાછળ હુનર દેખાડનારી સુચિસ્મિતા હવે મોમોઝ વેંચીને રોજનાં 300-400 રૂપિયા કમાઇ રહી છે. તેનું કહેવું છે કે, લોકડાઉન પહેલાં તેનું જીવન સરસ ચાલતું હતું કામ પણ મળતું હતું અને નવી નવી તકો પણ દેખાઇ રહી હતી. પણ એક વાયરસે તેનું જીવન બદલી નાખ્યું. તેનાં જીવનમાં અંધકાર છવાઇ ગયો.

PHOTO- @ suchismita.routray.35/Facebook


એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરાતં તેણે જણાવ્યું કે, ભણતર પૂર્ણ ખર્યા બાદ મે ઇન્ડિયા સાઇન ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2015માં મુંબઇ આવી. મારું કામ લોકોને પંસદ આવ્યો તો મને બોલિવૂડમાં કામ મળવાં લાગ્યું. 6 વર્ષ સુધી આસિસ્ટન્ટ કેમેરા પર્સનનાં રૂપમાં મે કામ કર્યું છે. પણ કોરોના આવ્યા બાદ મારુ જીવન બદલાઇ ગયું છે.પોતાની આર્થિક સ્થિતિ વિશે વાત કરતાં તેણે જણાવ્યું કે, તે એક સમયે તેનાં નાના મોટા ખર્ચા પણ ઉઠાવી નહોતી શકતી. ધીરે ધીરે સમસ્યાઓ એ હદે વધી ગઇ કે, મારી પાસે ઘરે જવાનાં પૈસા ન હતાં. અમિતાભ બચ્ચન અને સમલાન ખાને મારી અને મારી ટીમની મદદ કરી હતી. તેમણે કહ્યું હતું ક,ે બોલિવૂડમાં વાપસી કરવાનો પ્રયાસ કરીશ પણ હજુ સુધી કંઇ જ પ્રોજેક્ટ મળ્યો નથી.
Published by: Margi Pandya
First published: March 26, 2021, 3:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading