VIDEO: ગુજરાતી ફિલ્મ 'ધુનકી'નું ટ્રેલર રિલીઝ, જુઓ દિક્ષા-પ્રતિકનું 'જોઇન્ટ વેન્ચર'

News18 Gujarati
Updated: July 12, 2019, 5:17 PM IST
VIDEO: ગુજરાતી ફિલ્મ 'ધુનકી'નું ટ્રેલર રિલીઝ, જુઓ દિક્ષા-પ્રતિકનું 'જોઇન્ટ વેન્ચર'
આ ફિલ્મ 26 જુલાઇનાં રોજ રિલીઝ થશે ત્યારે ચાલો જોઇ લો ફિલ્મનું ટ્રેલર તમે પણ

આ ફિલ્મ 26 જુલાઇનાં રોજ રિલીઝ થશે ત્યારે ચાલો જોઇ લો ફિલ્મનું ટ્રેલર તમે પણ

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: પ્રતિક ગાંધી અને દિક્ષા જોષીની અપકમિંગ ફિલ્મ 'ધુનકી'નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. આ ફિલ્મમાં પ્રતિક એક શેફનાં પાત્રમાં નજર આવશે. જેને એવી ધૂન લાગી છે કે તે કોઇ જોબ કરવા નથી માંગતો તેનું પેશન ફોલો કરવા માંગે છે. અને તેનું પેશન છે તેનું કૂકિંગ.

તો બીજી તરફ દિક્ષા છે જેનાં ખુબ મોટા સપનાં છે એક તરફ તે અમદાવાદ છોડીને IT એન્જિનિયર બનવા માટે બહાર જવા માંગે છે તો બીજી તરફ તે પ્રતિકને મળીને તેનાં બિઝનેસમાં રસ દાખવવા લાગે છે. વેલ આ તો છે આ બંનેની સ્ટોરી. પણ ફિલ્મમાં પ્રતિકની વાઇફ અને દિક્ષાનો ફિઆન્સ પણ છે. ત્યારે તેમનાં સંબંધો કેવાં છે અને તેમનાં પેશનને ફોલો કરવાં માટે પ્રતિક અને દિક્ષાનાં પાર્ટનરનો સપોર્ટ કેવો છે તે આ ફિલ્મની કહાની છે.



ટ્રેલર પરથી લાગે છે કે આ ફિલ્મનો કોન્સેપ્ટ ખુબજ સુંદર છે આ ફિલ્મને અનિશ શાહે ડિરેક્ટ કરી છે. જ્યારે તેને પ્રોડ્યુસ કુલદિપ પટેલ, અનિશ શાહ અને જય શાહ કરી રહ્યાં છે. આ ફિલ્મ 26 જુલાઇનાં રોજ રિલીઝ થશે ત્યારે ચાલો જોઇ લો ફિલ્મનું ટ્રેલર તમે પણ.
Published by: Margi Pandya
First published: July 12, 2019, 5:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading