રસ્તા પર કપડાં વગર દોડી હતી આ એક્ટ્રેસ, પ્રેમમાં કરી હતી આ હરકત

News18 Gujarati
Updated: January 29, 2019, 7:38 AM IST
રસ્તા પર કપડાં વગર દોડી હતી આ એક્ટ્રેસ, પ્રેમમાં કરી હતી આ હરકત
પરવીન બોબી (ફાઈલ ફોટો)

કહેવામાં આવે છે કે, પ્રેમ આંધળો હોય છે, જેને લઈ માણસ કઈ પણ કરી શકે છે.

  • Share this:
કહેવામાં આવે છે કે, પ્રેમ આંધળો હોય છે, જેને લઈ માણસ કઈ પણ કરી શકે છે. કઈંક આવું જ 80ના દશકમાં પોતાની અદાઓથી ફેંસને દીવાના બનાવનાર અભિનેત્રી પરવીન બોબીએ કર્યું હતું. પરવીન બોબીનું નામ કેટલાએ એક્ટર સાથે જોડાયેલું છે, પરંતુ કહેવામાં આવે છે કે, પરવીન બોબી નિર્દેશક મહેશ ભટ્ટને ખુબ પ્રેમ કરતી હતી. પરવીન બોબી પર પ્રેમનું ભૂત એટલું સવાર હતું કે, એક વખત મહેશ ભટ્ટને મનાવવા માટે તેમની પાછળ દોડી હતી અને આ દરમ્યાન તેના કપડા ખુલી ગયા હતા અને તેને ખબર પણ રહી ન હતી.

આ વાત ત્યારે સામે આવી જ્યારે કબીર બેદી અને પરવીન બોબીનું બ્રેકઅપ થયું હતું. ત્યારબાદ તેમની જિંદગીમાં મહેશ ભટ્ટ આવ્યા, જે પહેલાથી પરણેલા હતા. પોતાની જુની રિલેશનશીપ તૂટવાના કારણે પરેશાન પરવીન બોબી ઘણી પરેશાન રહેતી હતી, અને તે મહેશ ભટ્ટની લાઈફમાં આવ્યા બાદ કોઈ પણ હિસાબે તેમને છોડવા માંગતી ન હતી.

એક દિવસ મહેશ ભટ્ટ અને પરવીન બોબી વચ્ચે કોઈ વાતને લઈ બોલા-ચાલી થઈ, ત્યારબાદ તે પરવીનથી નારાજ થઈ બહાર જતા રહ્યા. ત્યારે પરવીન પણ તેમના પાછળ દોડવા લાગી. કહેવામાં આવે છે કે, જ્યારે પરવીન તેમની પાછળ દોડતી હતી ત્યારે તેણે નાઈટી પહેરેલી હતી, પરંતુ ભાગતા સમયે પરવીનના કપડા ખુલી ગયા અને તે વાતની તેને ખબર પણ ન રહી.

માનસિક બિમારીનો શિકાર થઈ હતી પરવીન
મહેશ ભટ્ટ સાથે રોમાન્સ દરમ્યાન જ પરવીન બોબીને માનસીક બીમારી શરૂ થઈ હતી, જેનું નામ પેરાનાયડ સ્કિત્જોફ્રેનિયા હતું. 1983માં પરવીન બોબીએ બોલીવુડ છોડી દીધુ. થોડા સમય સુધી તે બેંગ્લોરમાં રહી, ત્યારબાદ અમેરિકા જતી રહી. અમેરિકામાં પણ તેની માનસિક બીમારીની કોઈ સારવાર ન મળી. પોતાની બીમારી દરમ્યાન જ તેણે અમિતાભ બચ્ચન સહિત દુનિયાના નામચીન લોકોથી પોતાના જીવને ખતરો હોવાનું જણાવ્યું હતું. 1989માં પરવીન બોબી ભારત પાછી ફરી અને 2005 સુધી મુંબઈમાં રહી, જ્યાં તેણે પોતાનો છેલ્લો શ્વાસ લીધો.
Published by: kiran mehta
First published: January 28, 2019, 9:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading