પૂજા બેદીનું મંગેતર માણેક કોન્ટ્રાક્ટરની સાથે ગોવામાં JUST CHILL, બોલી-'કોઇ ડર નથી..'

News18 Gujarati
Updated: April 15, 2021, 4:59 PM IST
પૂજા બેદીનું મંગેતર માણેક કોન્ટ્રાક્ટરની સાથે ગોવામાં JUST CHILL, બોલી-'કોઇ ડર નથી..'
(PHOTO: @poojabeditweets/Twitter)

50 વર્ષીય પૂજા બેદી (Pooja Bedi)એ મંગેતર માણેક કોન્ટ્રાક્ટર (Maneck Contractor)ની સાથે ટ્વિટર (Twitter) પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જે ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોરોનાનાં વધતા કેસની વચ્ચે એવાં ઘણાં સેલિબ્રિટીઝ છે જે રજાઓ માણવાં મુંબઇથી (Mumbai) બહાર જઇ રહ્યાં છે. એક્ટ્રેસ પૂજા બેદી (Pooja Bedi) પણ તેમાંથી એક છે. હાલમાં તે તેનાં મંગેતર માનેક કોન્ટ્રેક્ટર (Maneck Contractor)ની સાથે ગોવા (Goa) માં ક્વોલિટી ટાઇમ વિતાવી રહી છે. 50 વર્ષિય પૂજાએ તેનાં મંગેતરની સાથે ટ્વિટર (Twitter) પર એક વીડિયો શેર કર્યો છે જે ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

પૂજા બેદી (Pooja Bedi)એ એક વીડિયો શેર કર્યો છે જેમાં તેની ખુશી સ્પષ્ટ જોઇ શકાય છે. વીડિયો શેર કરતાં તેણે લખ્યું છે, 'સ્વસ્થ, ખુશ રહેવા માટે એન્જોય, ગોવા. આપનાં દિમાગને મુક્ત કરો, કોઇ ડર નહીં. જીવન જીવવાનં નામ છે ન કે કેદમાં રહેવાનું. એક વાયરસનાં ડરથી એક વર્ષ અને વર્ષો સુધી માસ્ક, આ સ્પષ્ટ છે કે આ હાલમાં નથી જવાનો. આશરે એક વર્ષથી માસ્ક પહેરવા/ લોકડાઉન બાદ જો કાલે આપની મોત થઇ જાય... આપને સૌથી મોટો અફસોસ શું રહેશે?'વીડિયોમાં તેને સ્પષ્ટ સાંભળી શકાય કે, 'ગોવામાં હોવાની ખુશી. ' તે હાલમાં માણેકનાં પ્રેમમાં છે અને તે તેને પ્રેમથી 'માય બેબી' કહીને બોલાવે છે. એક અન્ય વીડિયો પોસ્ટ કરતાં તેણએ લખ્યું છે, 'આઇ લવ ગોવા, ગોવાને પ્રેમ કરવાનાં ઘણાં કારણો છે, બહારની લોકેશન, સ્થાનિક લોકોનું સ્વાગત, શાનદાર ફૂડ અને સૌથી જરૂરી વાત, મારું સ્વાસ્થ્ય અને ગોવામાં બિઝનેસ.'
Published by: Margi Pandya
First published: April 15, 2021, 4:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading