વજન ઘટાડવામાં માંગો છો? આ પોટેશિયમથી ભરપૂર ખોરાક કરશે મદદ


Updated: September 11, 2021, 6:13 PM IST
વજન ઘટાડવામાં માંગો છો? આ પોટેશિયમથી ભરપૂર ખોરાક કરશે મદદ
વજન ઘટાડવાં અપનાવો આ ટિપ્સ

Weight Loss Tips: તમારું પેટ લાંબા સમય સુધી ભર્યુ રાખે છે. અભ્યાસ અનુસાર, વધુ ફાઇબર વાળા ખોરાક ખાવાથી વજન વધવાનું જોખમ 30 ટકા સુધી ઓછું કરી શકાય છે. એટલું જ નહીં નિયમિત રૂપે પીળા ફળ ખાવાથી પાચન અને હ્યદય સ્વાસ્થ્યમાં મદદ મળી શકે.

  • Share this:
આજના ભાગદોડ ભર્યા જીવનમાં લોકો પાસે પોતાની હેલ્થનું (Lifestyle) ધ્યાન રાખવાનો સમય રહેતો નથી. જેથી આજે લોકો હેલ્થી લાઇફસ્ટાઇલ છોડી જંકફૂડ અને બહારના મસાલાથી ભરપૂર ખોરાક તરફ વળ્યા છે. જેથી મેદસ્વીતા કે વજનમાં (Weight Loss) સતત વધારો આજે મોટા ભાગના લોકોમાં સમસ્યા બની છે. તેથી જ ઘણા લોકો પોતાનું વજન ઘટાડવા માંગે છે, ત્યારે આજે અમે તમને અમુક પોટેશિયમથી ભરપૂર ખોરાક વિશે જણાવવા જઇ રહ્યા છે. જે તમને ઝડપથી વજન ઘટાડવામાં મદદરૂપ બનશે.

આ  પણ વાંચો-World Physical Therapy Day 2021: આ સમાન્ય ફિઝીયોથેરાપી ટ્રીટમેન્ટ્સ જે તમારે જરૂર જાણવી જોઇએ

રાજમા-રાજમા વજન ઘટાડવા માટે જરૂરી એવા પોષકતત્વો પ્રોટીન, ફાઇબર અને પોટેશિયમનો મોટો સ્ત્રોત છે. પ્રોટીન અને ફાઇબર તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. જ્યારે પોટેશિયમ તમને કસરત બાદ ઇલેક્ટ્રોલાઇટ સ્તરને સંતુલિત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત રાજમામાં ફોલેટ, આયરન, કોપર, વિટામિન કે અને મેંગેનિઝ જેવા અન્ય પોષકતત્વ પ્રચૂર માત્રામાં હોય છે.

કેળા- કેળા એક સ્વાદિષ્ટ ફળ અને આખા વર્ષ દરમિયાન મળી છે. કેળા પોટેશિયમનો સૌથી મોટો સ્ત્રોત છે. કેળામાં ફાઇબર અને ઘણા એન્ટીઓક્સિડેન્ટ હોય છે, જે મેટાબોલિઝમને વધારે છે અને તમારું પેટ લાંબા સમય સુધી ભર્યુ રાખે છે. અભ્યાસ અનુસાર, વધુ ફાઇબર વાળા ખોરાક ખાવાથી વજન વધવાનું જોખમ 30 ટકા સુધી ઓછું કરી શકાય છે. એટલું જ નહીં નિયમિત રૂપે પીળા ફળ ખાવાથી પાચન અને હ્યદય સ્વાસ્થ્યમાં મદદ મળી શકે છે.

આ પણ વાંચો - OMG: ગંદા મોજા ખરીદવા પાછળ દર મહિને 20 હજાર રૂપિયા ખર્ચ કરે છે આ શખ્સ, કારણ જાણીને ચોંકી જશો

નારીયેલ પાણી- વજન ઘટાડવાનું નક્કી કરો ત્યારે ધ્યાન રાખો કે શરીર હાઇડ્રેટેડ રાખવું ખૂબ જરૂરી છે. વધુ માત્રામાં પાણી પીવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. તેથી નારીયેલ પાણી શ્રેષ્ઠ સ્ત્રોત છે. નારીયેલ પાણીમાં રહેલા ન્યૂટ્રીશન શરીરમાં પરસેવાથી ઇલેક્ટ્રોલાઇટ્સને રીપ્લેસ કરે છે અને તેનું સંતુલન જાળવી રાખે છે. હાઇ ઇન્ટેન્સિવ વર્કઆઉટ બાદ નારિયેલ પાણી તમારા શરીરને ડીહાઇડ્રેશનથી બચાવે છે. નારિયેલ પાણીમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, સોલ્ટ, મેંગેનિઝ અને પોટેશિયમ જેવા તત્વો રહેલા છે.આ પણ વાંચો - ચમકતી ત્વચા માટે ઘરમાં ઉપયોગી એક વસ્તુ છે બહું કામની, ફટાફટ જાણી લો તેના ઉપાય

શક્કરિયા-શિયાળાની ઋતુ દરમિયાન સામાન્ય રીતે શક્કરીયા મળે છે. જે વજન ઘટાડવા માંગતા લોકો માટે રાત્રે ખાવા માટે તેમાં પોષક તત્વો વધુ પ્રમાણમાં રહેલા છે. તેમાં પ્રચૂર માત્રામાં સ્ટાર્ચ હોય છે, આ ઉપરાંત પ્રોટીન, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, વિટામિન સી અને વિટામિન બી6 અને વિટામિન એ પણ ભરપૂર માત્રામાં મળી રહે છે.

આ પણ વાંચો-Kareena Kapoor: 'નો મેકઅપ લૂક'માં જોઇ છક થઇ ગયા ફેન્સ, તસવીરો જોઇ બોલ્યા- 'ઘરડી થઇ ગઇ આ તો'

વાંચો Gujarati News ઓનલાઇન અને જુઓ Live TV News18 ગુજરાતીની વેબસાઇટ પર. જાણો, દેશ-દુનીયા અને પ્રદેશ, બોલિવૂડ, ખેલ જગત અને બિઝનેસ સાથે જોડાયેલાં News in Gujarati
Published by: Margi Pandya
First published: September 11, 2021, 6:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading