પૃથ્વીરાજ સુકુમારન બિસ્કિટ કિંગ રાજન પિલ્લઈ પર બનાવશે વેબ સિરીઝ, તેમાં અભિનય પણ કરશે


Updated: December 1, 2021, 1:57 PM IST
પૃથ્વીરાજ સુકુમારન બિસ્કિટ કિંગ રાજન પિલ્લઈ પર બનાવશે વેબ સિરીઝ, તેમાં અભિનય પણ કરશે
પૃથ્વીરાજ સુકુમારન બિસ્કિટ કિંગ રાજન પિલ્લઈના જીવન પર ફિલ્મ બનાવશે

પૃથ્વીરાજ સુકુમારન (Prithviraj Sukumaran) ભારતના બિસ્કિટ કિંગ (Biscuit King) રાજન પિલ્લઈ (Rajan Pillai) ના જીવન પર આધારિત એક હિન્દી વેબ સિરીઝ (Web Series)નું નિર્દેશન કરશે સાથે જ તેમાં અભિનય કરતા પણ દેખાશે

  • Share this:
પૃથ્વીરાજ સુકુમારન (Prithviraj Sukumaran) મલયાલમ સિનેમામાં એક જાણીતુ નામ છે. પૃથ્વીરાજ અભિનય અને નિર્દેશન બંનેમાં માહિર છે અને સારી આવડત ધરાવે છે. પૃથ્વીરાજ વર્ષ 2019માં મોહનલાલ લ્યૂસિફરનું નિર્દેશન અને કેટલીક ફિલ્મોમાં એક્ટિંગ કરી ચુક્યા છે. તેમની ફિલ્મો બોક્સ ઓફિસ (Box Office) પર હિટ સાબિત થાય છે અને સારુ કલેક્શન પણ કરે છે. આ તમામ સફળતા બાદ હવે પૃથ્વીરાજ સુકુમારન ભારતના બિસ્કિટ કિંગ (Biscuit King) રાજન પિલ્લઈ (Rajan Pillai) ના જીવન પર આધારિત એક હિન્દી વેબ સિરીઝ (Web Series)નું નિર્દેશન કરશે સાથે જ તેમાં અભિનય કરતા પણ દેખાશે.

બિસ્કીટ કિંગ વેબ સિરીઝનું શૂટિંગ હિન્દીમાં કરવામાં આવશે

રિપોર્ટ અનુસાર જાણીતું પ્રોડક્શન હાઉસ યૂડલી ફિલ્મ્સ દ્વારા આ પ્રોજેક્ટને નિયંત્રિત કરવામાં આવશે. જણાવી દઈએ કે આ વેબ સિરીઝનું શૂટિંગ હિન્દીમાં કરવામાં આવશે. જો કે હાલ સુધી એ બાબત અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી કે આ અનટાઈટલ્ડ સિરીઝને મલયાલમમાં પણ પ્રોડ્યુસ કરવામાં આવશે કે નહીં.

બિસ્કિટ કિંગ તરીકે જાણીતા રાજન પિલ્લઈનું જેલમાં જ મોત

બિસ્કિટ કિંગ તરીકે જાણીતા રાજન પિલ્લઈ બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝના શેરહોલ્ડર હતા. સિંગાપોરના કોમર્શિયલ અફેર ડિપાર્ટમેન્ટ (Singapore's Commercial Affairs Department) દ્વારા તેમના પર વિશ્વાસધાત અને છેતપરિંડીના 22 આરોપ લગાવવામાં આવ્યા હતા. વર્ષ 1995માં તિહાર જેલમાં સજા ભોગવવા દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું.

બિસ્કિટ કિંગની સ્ટોરી આગામી પેઢી માટે મહત્વનું ઉદાહરણન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, જ્યારે પૃથ્વીરાજથી તેમના રોલ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, આ બધુ 47 વર્ષની ઉંમરે થયું હતું. વર્ષ 1995માં તેમનું નિધન થયું, પિલ્લઈની સ્ટોરી એ વાતનું ઉદાહરણ છે કે સફળતાની તાકાત અને પાવર કઈ રીતે નૈતિકતાની રેખાને ધૂંધળી કરી નાંખે છે. આ પેઢી માટે આ એક મહત્વનું ઉદાહરણ છે.

આ ફિલ્મમાં જીવનનો અંધકાર અને પ્રકાશ બંને આકર્ષિત કરનારા

વધુમાં પૃથ્વીરાજ જણાવે છે કે, એક એક્ટર અને ફિલ્મમેકર તરીકે હું કાયમ જીવનના અંધકાર અને પ્રકાશ બન્ને તરફ આકર્ષિત થાવ છું. આ વેબ સિરીઝની સ્ટોરીમાં આ બધુ છે. આમાં સફળતા, મહત્વકાંક્ષા, જેટ સેટલિંગ લાઈફ સ્ટાઈલ અને એક અચાનક પતન પણ છે. એવું પતન જે માણસને કાર્પર્ટ ટોચથી જેલના સળિયા સુધી પહોંચાડી દે છે.

આ પણ વાંચોFawad Khan Birthday : પાકિસ્તાનનો ફવાદ ખાન ભારતમાં બધાનો ફેવરિટ બની ગયો, મેળવ્યો આ એવોર્ડ

અન્ય પ્રોજક્ટની સાથે જ પૃથ્વીરાજ ટૂંક સમયમાં જ લ્યૂસિફરનો આગામી ભાગ L2: એમ્પુરાન (L2: Empuraan) ની પણ શરૂઆત કરશે. મુરલી ગોપી દ્વારા સ્ક્રિનપ્લે લખવામાં આવશે, જ્યારે મોહનલાલ પોતાની લોકપ્રિય ભૂમિકામાં પરત ફરશે.
First published: December 1, 2021, 1:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading