Holi 2021: પ્રિયંકા ચોપડાએ પતિ નિક સાથે રમી હોળી, વહૂ સાથે સાસુ-સસરા પણ રંગાયા

News18 Gujarati
Updated: March 29, 2021, 10:47 AM IST
Holi 2021: પ્રિયંકા ચોપડાએ પતિ નિક સાથે રમી હોળી, વહૂ સાથે સાસુ-સસરા પણ રંગાયા
'આશા છે કે, આપણે તેને પ્રિયજનો સાથે ઉજવી શકીએ, પરંતુ પોતપોતાના ઘરોમાં. બધાને હોળીની શુભકામના.'

'આશા છે કે, આપણે તેને પ્રિયજનો સાથે ઉજવી શકીએ, પરંતુ પોતપોતાના ઘરોમાં. બધાને હોળીની શુભકામના.'

  • Share this:
મુંબઇ: હોળીનો તહેવાર (Holi 2021) એ તહેવાર છે જેમાં દરેકને રંગોથી રંગવામાં આવે છે. પછી, ભલે તે કોઈ સામાન્ય વ્યક્તિ હોય કે કોઈ વિશેષ. દરેક પર હોળીનો રંગ માથા પર ચઢીને બોલે છે. બોલિવૂડના સેલેબ્સ પણ હોળીની મજામાં ડૂબી ગયા છે. બોલિવૂડથી (Bollywood) લઈને હોલીવુડ (Holywood) સુધી પોતાની જોરદાર અભિનયથી પોતાની આગવી ઓળખ ઉભી કરનારી અભિનેત્રી પ્રિયંકા ચોપડાને (Priyanka Chopra) પણ હોળીનો તહેવાર પસંદ છે. આનો પુરાવો છે પ્રિયંકાના પતિ નિક જોનાસ (Nick Jonas) અને સાસુ-સસરા સાથે હોળીની તસવીર.

પ્રિયંકા ચોપડા હાલ વિદેશમાં છે પરંતુ તે કોઈપણ ભારતીય તહેવારની ઉજવણી કરવાનું ક્યારેય ભૂલતી નથી. પ્રિયંકા ચોપડાએ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા શેર કર્યા છે, જેમાં તે હોળીના રંગોમાં રંગાયોલી જોવા મળી રહી છે. વિશેષ વાત એ છે કે, તેની સાથે તેના પતિ નિક જોનાસ અને સાસરિયાઓ પણ હોળીના રંગોમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે. આ તસવીરો શેર કરતી વખતે પ્રિયંકા ચોપરાએ તેના ચાહકોને હોળીની શુભેચ્છાઓ પાઠવી છે.

સોમનાથ: હોળી બાદ વડીલોએ કાઢ્યો વરતારો, 'આગામી ચોમાસું 12 આની રહેશે'

ફોટો શેર કરતી વખતે પ્રિયંકા ચોપડાએ કેપ્શનમાં લખ્યું , 'હોળી, રંગોનો તહેવાર, મારા પ્રિય તહેવારોમાંનો એક છે. આશા છે કે, આપણે તેને પ્રિયજનો સાથે ઉજવી શકીએ, પરંતુ પોતપોતાના ઘરોમાં. બધાને હોળીની શુભકામના.




તસવીરોમાં તેના પતિ નિક જોનાસ, સાસુ અને સસરા પણ પ્રિયંકા ચોપરા સાથે જોવા મળી રહ્યા છે. ખાસ વાત એ છે કે, તેઓ પણ હોળીના રંગોમાં રંગાયેલા જોવા મળી રહ્યાં છે. અભિનેત્રીના આ ફોટા તેના ચાહકોમાં ખૂબ પસંદ આવી રહ્યા છે.
Published by: Kaushal Pancholi
First published: March 29, 2021, 10:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading