પ્રિયંકા ચોપરા માટે મા મધુ ચોપરાએ લંડનમાં રહી બનાવ્યું સ્વેટર, ફોટો શેર કરી જાહેર કરી ખુશી

News18 Gujarati
Updated: March 8, 2021, 11:05 AM IST
પ્રિયંકા ચોપરા માટે મા મધુ ચોપરાએ લંડનમાં રહી બનાવ્યું સ્વેટર, ફોટો શેર કરી જાહેર કરી ખુશી
(photo credit: instagram/@priyankachopra)

પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) તેનાં એક સ્વેટરનાં કારણે ચર્ચામાં છે. જેને પહેરી તેનાં અંગે તેણે સોશયિલ મીડિયા પર ફોટો શેર કર્યો છે. આ સ્વેટરની ખાસ વાત એ છે કે, પ્રિયંકા ચોપરા માટે આ સ્વેટર તેની માતા મધુ ચોપરા (Madhu Chorpra)એ બનાવ્યું છે. જેનો ખુલાસો તેણે જાતે જ કર્યો છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) હાલમાં અલગ અલગ કારણે ચ્રચામાં છે. હાલમાં તેણે વિદેશમાં એક ઇન્ડિયન રેસ્ટોરન્ટ સોના (Sona) ખોલ્યું અને બીજી તરફ થેની બૂક 'અનફિનિશ્ડ' (Unfinished) પણ લોન્ચ થઇ ગઇ છએ. આ બૂકમાં પ્રિયંકાએ તેનાં જીવન સાથે જોડાયેલાં ઘણાં રહસ્ય ખોલ્યા છે. હવે પ્રિયંકા ચોપરા તેનાં એક સ્વેટરને કારણે ચર્ચામાં છે. જેને પહેરી તેણે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી છે. આ સ્વેટરની ખાસ વાત એ છે કે, પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ આ સ્વેટર બનાવ્યું છે.

પ્રિયંકા ચોપારએ આ સ્વેટર પહેરીને ફોટો શેર કર્યો છે જેમાં એક તસવીરમાં તે એકલી નજર આવે છે. પણ બીજી તસવીરમાં મધુ ચોપરા, પતિ નિક જોનાસની સાથે નજર આવે છે. ફોટો શેર કરતાં પ્રિયંકા ચોપરાએ કેપ્શનમાં લખ્યું છે કે, ફેન્સને તેની માતા દ્વારા બનાવવામાં આવેલું સ્વેટરની માહિતી આપી છે તે લખે છે કે, 'મારી માતાએ લંડનમાં રહી આ સ્વેટર મારા માટે બનાવ્યું છે. મારો પરિવાર મારા માટે સૌથી મોટી બ્લેસિંગ છે. ફરી એક વખત સાથે આવીને ખુબ જ ખુશી થઇ રહી છે.'

(photo credit: instagram/@priyankachopra)


ગત દિવસોમાં પ્રિયંકા ચોપરા ન્યૂયોર્કમાં તેનો એક રેસ્ટોરન્ટ ખોલવા અંગે ચર્ચામાં હતી. ખાસ કરીને ભારતીય અને એવાં લોકો માટે આ રેસ્ટોરંટ ખોલવામાં આવી છે જે ભારતીય વ્યંજનનો આનંદ માણવાં ઇચ્છે છે. પ્રિયંકા ચોપરાએ આ રેસ્ટોરંટનું નામ સોના (sona) રાખ્યું છે. તેણે સરેસ્ટોરંટ ખોલવા અંગે પોતાની ખુશી જાહેર કરી છે.
Published by: Margi Pandya
First published: March 8, 2021, 11:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading