પ્રિયંકા ચોપરાનું સપનું, આઇલેન્ડ પર ખાસ વ્યક્તિની સાથે બોટ પર, શેર કર્યો UNSEEN PHOTO

News18 Gujarati
Updated: March 21, 2021, 2:57 PM IST
પ્રિયંકા ચોપરાનું સપનું, આઇલેન્ડ પર ખાસ વ્યક્તિની સાથે બોટ પર, શેર કર્યો UNSEEN PHOTO
@priyankachopra/Instagram

પ્રિયંકા ચોપરા જોનાસ (Priyanka Chopra Jonas)એ એક થ્રોબેક તસવીર શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood) બાદ હોલિવૂડ (Hollywood)માં છવાઇ જનારી પ્રિયંકા ચોપરા જોનાસ (Priyanka Chopra Jonas) હાલમાં તેની બૂક અને ઓપરા વિન્ફ્રે (Oprah Winfrey)ને આપેલાં ઇન્ટરવ્યૂં બાદ ચર્ચામાં છે. પ્રિયંકા ચોપરાનાં ફેન્સ દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ છે. આ બધાની વચ્ચે પીસીએ તેનાં ફેન્સ સાથે કનેક્ટ રહેવાં માટે જૂની તસવીર શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

પ્રિયંકા ચોપરા જોનસ (Priyanka Chopra Jonas) સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે. પ્રિયંકા તેમનાં તમામ ફેન્સનો ખ્યાલ રાખે છે અને સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરતી રહે છે. એવામાં પ્રિયંકાએ તેની એક થ્રોબેક તસવીર શેર કરી છે. જેને ફેન્સ ખુબજ પસંદ કરે છે. ફોટોમાં જ્યાં પ્રિયંકા ચોપરા દરિયા કિનારે આરામ કરતી નજર આવી રીહ છે ત્યાં તેનો પતિ નિક જોનસ અને સર્ફિંગ ઇક્વિપ્મેન્ટ્સ ચેક કરતી નજર આવે છે.

બ્લૂ બેકગ્રાઉન્ડની સાથે પ્રિયંકાની આ તસવીર તેની ગેલરીની અનસીન ફોટોઝમાંથી એક છે. તેને શેર કરતાં એક્ટ્રેસે મજેદાર કેપ્શન પણ આપી છે.'એક આઇલેન્ડ પર બોટનાં સપના જોતા જોતા.. વિથ માય મેન' આ સાથે જ નિક જોનાસને તેણે ટેગ કર્યો છે.

@priyankachopra/Instagram


હાલમાં જ પ્રિયંકા ચોપરા, ઓપરાનાં શો પર તેનાં મેમોયરનું પ્રમોશન કરવાં આવી હતી. પ્રોમોમાં ઓપરા જણાવે છે કે, તેને વાંચીને તેને ભારતમાં વિતાવેલાં તેનાં દિવસો યાદ આવી ગયા તે પ્રિયંકાથી ભારતની 'સ્પિરિચ્યુઅલ એનર્જી' અંગે વાત કરે છે. પૂછે છે કે, શું તેનાં મૂળ પણ આવી ધાર્મિકતા સાથે જોડાયેલાં છે. તેનાં જવાબમાં પ્રિયંકા કહે છે કે, હા, હું કોન્વેન્ટ સ્કૂલમાં ભણી છુ તો હું ખ્રિસ્તી ધર્મ અંગે જાણું છું.મારા પિતા મસ્જિદમાં ગાતા હતાં તો તે ઇસ્લામથી વાકેફ છે. હું હિન્દૂ ફેમિલીમાં મોટી થઇ છું તેથી મને ખબર છે કે ધાર્મિકતા ભારતનો મોટો હિસ્સો છે જેને આપ અદેખો ન કરી શકો'આપને જણાવી દઇએ કે, થોડા દિવસ પહેલાં જ પ્રિયંકાએ પતિ નિક જોનાસની સાથે ઓસ્કાર 2021નાં નોમિનેશન્સની જાહેરાત કરી હતી. બંનેએ વર્ચ્યુઅલ પ્લેટફર્મ પર ઓસ્કરનાં નોમિનીઝનાં નામ જણાવ્યા અને તેમને શુભકામનાઓ આપી. ઓસ્કરની રેસમાં પ્રિયંકાની ફિલ્મ ધ વ્હાઇટ ટાઇગર પણ શામેલ છે. રમીન બહરાનીનાં નિર્દેશનમાં બનેલી ફિલ્મને બેસ્ટ અડપ્ટેડ સ્ક્રીનપ્લે માટે પસંદ કરવામાં આવી છે.
Published by: Margi Pandya
First published: March 21, 2021, 2:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading