મનસા લઈ રહી Miss World 2021 સ્પર્ધામાં ભાગ, પ્રિયંકા ચોપરાએ ફેન્સ કરી ખાસ અપીલ

News18 Gujarati
Updated: December 3, 2021, 12:00 PM IST
મનસા લઈ રહી Miss World 2021 સ્પર્ધામાં ભાગ, પ્રિયંકા ચોપરાએ ફેન્સ કરી ખાસ અપીલ
પ્રિયંકા ચોપરાએ મિસ ઈન્ડિયા 2020 મનસા વારાણસીની પ્રશંસા કરી (ફોટો ક્રેડિટ્સ: Instagram @priyankachopra/manasa5varanasi)

પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)એ મિસ ઈન્ડિયા મનસા વારાણસી (Miss India Manasa Varanasi)ના સમર્થનમાં તેની ઈન્સ્ટા સ્ટોરી પર એક તસવીર શેર કરી. મનસા આ વર્ષે 'મિસ વર્લ્ડ 2021' (Miss World 2021) સ્પર્ધામાં ભાગ લઈ રહી.

  • Share this:
ગુરુવારે પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)એ મિસ ઈન્ડિયા મનસા વારાણસી (Miss India Manasa Varanasi)ના સમર્થનમાં તેની ઈન્સ્ટા સ્ટોરી પર એક તસવીર શેર કરી હતી. આ તસવીર શેર કરીને તેણે દેશના લોકોને સમર્થન આપવા કહ્યું. મનસા આ વર્ષે 'મિસ વર્લ્ડ 2021' (Miss World 2021) સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. મનસા દેશનું પ્રતિનિધિત્વ કરશે તેથી પ્રિયંકાએ ભારતીયોને તેને પ્રોત્સાહિત કરવાની અપીલ કરી છે. પ્રિયંકાએ એક સંદેશ પણ આપ્યો છે.

પ્રિયંકા ચોપડાએ મનસા વારાણસીને એક સંદેશમાં લખ્યું, "70મી મિસ વર્લ્ડ સ્પર્ધા માટે મનસા વારાણસીને ઘણો પ્રેમ અને શુભેચ્છાઓ." પ્રિયંકા ચોપરાએ મનસાના ફેસબુક પેજની લિંક પણ શેર કરી જેથી લોકો તેને વોટ કરી શકે. પ્રિયંકાએ શેર કરેલી તસવીરમાં મનસાએ ગુલાબી રંગનો ડ્રેસ પહેર્યો છે અને તેના વાળ બાંધેલા છે.

પ્રિયંકા ચોપરાએ ફોટો પર લખ્યું, "ચાલો બધા 70મી મિસ વર્લ્ડ સ્પર્ધામાં મનસા વારાણસીને સપોર્ટ કરીએ." તમને જણાવી દઈએ કે, મનસા પ્રિયંકા ચોપરાને ફોલો કરે છે અને તેને પોતાની આઈડલ માને છે. મિસ વર્લ્ડ સ્પર્ધા આ વર્ષે 16 ડિસેમ્બરે સાન જુઆન, પ્યુર્ટો રિકોમાં યોજાવાની છે. મનસા એક મોડેલ અને એન્જિનિયર છે. આ વર્ષની શરૂઆતમાં તેણીને ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ 2020નો તાજ પહેરાવવામાં આવ્યો હતો.

પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટા પર મનસા વારાણસીની તસવીર શેર કરી. (ફોટો -Instagram @priyankachopra)


પ્રિયંકા ચોપરા પણ મિસ વર્લ્ડનો તાજ જીતી ચૂકી છે

પ્રિયંકા ચોપરાએ વર્ષ 2000માં મિસ વર્લ્ડનો તાજ જીત્યો હતો અને ફિલ્મોમાં કામ કર્યું હતું. તેણીએ વર્ષ 2002માં તમિલ ફિલ્મ થામિઝાનથી તેની શરૂઆત કરી હતી અને અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે. પ્રિયંકાની ફિલ્મોમાં 'અંદાઝ', 'મુઝસે શાદી કરોગી', 'ક્રિશ' અને 'ડોન', 'દોસ્તાના', 'બરફી', મેરી કોમ, 'બાજીરાવ મસ્તાની' અને 'ધ સ્કાય ઇઝ પિંક'નો સમાવેશ થાય છે.આ પણ વાંચોઅજાણી વાત: દેશી ગર્લ Priyanka Chopra વિશે ફ્લાઈટ એટેન્ડન્ટે કર્યો આ ખુલાસો, જાણો કહાણી

આગામી આ ફિલ્મોમાં પ્રિયંકા જોવા મળશે

પ્રિયંકા ચોપરાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેની પાસે ઘણા મોટા પ્રોજેક્ટ્સની લાઇન છે. જેમાં 'ધ મેટ્રિક્સ રિસર્ક્શન', 'ટેક્સ્ટ ફોર યુ' અને ડ્રામા સિરીઝ 'સિટાડેલ'નો સમાવેશ થાય છે. તે આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ સાથે ફરહાન અખ્તરની 'જી લે ઝરા'માં પણ જોવા મળશે.
Published by: kiran mehta
First published: December 3, 2021, 12:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading