દેશી ગર્લનો સ્વેગ! પતિ નિક સાથે ફોટો શેર કરી આપ્યો ડિવોર્સની અફવાઓને વિરામ
Updated: November 26, 2021, 5:45 PM IST
પ્રિયંકાએ નિક સાથે ફોટો શેર કરી આપ્યો ડિવોર્સની અફવાઓને વિરામ
હાલ મીડિયામાં તેના અલગ થવાની અફવાઓ (Divorce Rumours)ને લઇને છવાયેલા છે. પરંતુ દેશી ગર્લ જાણે છે કે કઇ રીતે અફવાઓને રોકવી અને ફરી તેણે આ વાત સાબિત કરી દીધી છે
અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને નિક જોનાસ (Nick Jonas) હાલ મીડિયામાં તેના અલગ થવાની અફવાઓ (Divorce Rumours)ને લઇને છવાયેલા છે. પરંતુ દેશી ગર્લ જાણે છે કે કઇ રીતે અફવાઓને રોકવી અને ફરી તેણે આ વાત સાબિત કરી દીધી છે. પ્રિયંકાએ પોતાના સોશ્યલ મીડિયા (Social Media) પરથી જોનાસ સરનેમ દૂર કરતા જ બંનેના છૂટાછેડાની ખબરોએ જોર પકડ્યું હતું. પરંતુ હાલમાં જ કપલે એક પોસ્ટ કરીને આ અફવાઓ પર પૂર્ણવિરામ લગાવી દીધું છે.
કપલે પોસ્ટ કરી થેંક્સ ગીવિંગ પોસ્ટ
અભિનેત્રીએ સોશ્યલ મીડિયા પર હાલમાં જ પતિ નિક જોનાસ સાથેની એક ફોટો શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે, “આભારી બનવા માટે ઘણું છે, મિત્રો પરીવાર....આઇ લવ યુ નિક જોનાસ. બધાને હેપ્પી થેંક્સ ગિવીંગ.” પતિ નિક જોનાસે પણ સરખા જ ફોટા સાથે પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, “બધાને હેપ્પી થેંક્સ ગીવિંગ, અમે તમારા માટે ખૂબ આભારી છીએ.”
પ્રિયંકાની માતાએ કર્યુ અફવાઓનું ખંડન
પ્રિયંકા ચોપરાએ પોતાના સોશ્યલ મીડિયા પર તેના નામ પાછળથી જોનાસ સરનેમ દૂર કરતા જ બંનેના ડિવોર્સની ખબરો આગની જેમ ફેલાઇ હતી. આ અફવાઓનું ખંડન કરતા પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ ન્યૂઝ 18ને જણાવ્યું હતું કે, “આ બધી વાતો બકવાસ છે. અફવાઓ ફેલાવાનું બંધ કરો.”
આ રીતે થયો કપલને પ્રેમપ્રિયંકા ચોપરા અને નિક જોનાસ મેટ ગાલા 2017 ફેશન ઇવેન્ટમાં મળ્યા હતા. જેમાં તેમણે ડિઝાઇનર રાલ્ફ લોરેનને રીપ્રેઝન્ટ કરી હતી. પ્રિયંકા ચોપરાની વીંટી લેવા માટે સિંગરે ન્યૂયોર્કમાં આખો ટિફની સ્ટોર બંધ કરાવી દીધો હતો. તેણે પ્રિયંકાને તેના જન્મદિવસ પર લંડનમાં વેકેશન દરમિયાન પ્રપોઝ કર્યું હતું. બંનેએ 2018માં ઉમેદ ભવન પેલેસમાં લગ્ન કર્યા હતા.
આ પણ વાંચો -
Untold Story: વિનોદ મેહરા લગ્ન કરી રેખાને ઘરે તો લઈ ગયા પણ રેખાની થઈ હતી આવી હાલત!
પ્રિયંકા ચોપરા તેના આગામી પ્રોજેક્ટ સિટાડેલમાં નજરે આવશે. જે ભારત, ઇટલી અને મેક્સિકોના પ્રોડક્શન્સ સાથેની મલ્ટી-સીરીઝ છે અને તેમાં રિચાર્ડ મેડન પણ છે અને તેનું નિર્દેશન રુસો બ્રધર્સ કરશે. સિટાડેલ, એમેઝોન પ્રાઇમ વિડિયો સાથે સંગીત પ્રોજેક્ટની જાહેરાત કર્યા પછી પ્રિયંકા ચોપરાનો બીજો પ્રોજેક્ટ છે, જે એક સંગીત-થીમ આધારિત ડાન્સ રિયાલિટી શો છે. જેને તે નિક જોનાસ સાથે હોસ્ટ કરશે. પ્રિયંકા ચોપરા છેલ્લે નેટફ્લિક્સની ધ વ્હાઇટ ટાઇગરમાં જોવા મળી હતી, જે અરવિંદ અડિગાની બુકર પ્રાઇઝ વિજેતા નવલકથા પર આધારિત છે. તે મેટ્રિક્સ 4માં પણ જોવા મળશે.
First published:
November 26, 2021, 5:45 PM IST