પ્રિયંકા ચોપરા નિક જોનાસને નહોતી લેતી સિરિયસલી, ઓપરા વિનફ્રેને જણાવ્યું કારણ


Updated: March 20, 2021, 5:20 PM IST
પ્રિયંકા ચોપરા નિક જોનાસને નહોતી લેતી સિરિયસલી, ઓપરા વિનફ્રેને જણાવ્યું કારણ
પ્રિયંકા ચોપરા અને ઓપરા વિન્ફ્રે

કોરોના મહામારી દરમિયાન લોકડાઉનમાં બુક માટે ઘણા આઈડિયા આવ્યા. સાથે જ તેણે જણાવ્યું કે, 20માં દશકની અસુરક્ષાઓને લઈને તે ખુશ છે. હવે તે જીવનના 30માં દશકમાં તે પોતાને આત્મવિશ્વાસથી ભરેલી માને છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક:  પ્રિયંકા ચોપરા તેની બુક અનફિનિષ્ડને લઈને કેટલાક સમયથી સમાચારોમાં છવાયેલી છે. તો હવે ઓપેરા વિનફ્રે સાથે ના તેના ઇન્ટરવ્યૂને લઈને પ્રિયંકા ચર્ચામાં છે. તેણે આ ઇન્ટરવ્યૂમાં ઓપરા સાથે એવી ઘણી વાતો કરી છે, જે તેણે બુકમાં નથી લખી, જે લોકો પણ નથી જાણતા.

સોશિયલ  મીડિયા પર ઓપરા વિનફ્રે અને પ્રિયંકા ચોપ્રાનો એક વિડીયો વાયરલ થયો છે. જેના પ્રિયંકાએ ખુલાસો કર્યો છે કે, તેણે 2018માં આ બુક લખવાનો વિચાર આવ્યો હતો. તેણે કહ્યું કે, કોરોના મહામારી દરમિયાન લોકડાઉનમાં બુક માટે ઘણા આઈડિયા આવ્યા. સાથે જ તેણે જણાવ્યું કે, 20માં દશકની અસુરક્ષાઓને લઈને તે ખુશ છે. હવે તે જીવનના 30માં દશકમાં તે પોતાને આત્મવિશ્વાસથી ભરેલી માને છે.

સોશ્યલ મીડિયામાં વાયરલ આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ઓપરા વિનફ્રે બુક અંગે પ્રિયંકાને કેટલાક સવાલો પૂછી રહી છે. ઓપરા પ્રિયંકાને પૂછે છે કે, આટલી ઓછી ઉંમરે તેણે આ પુસ્તક કેમ લખ્યું? ત્યારે પ્રિયંકા જાવાબમાં કહે છે, તેના જીવનમાં ઘણી ચીજોને લઈને ઇનસિક્યોરિટી રહી છે. તે ઘણી ચીજોથી ડરતી હતી. પરંતુ હવે તેણે આ પુસ્તક દ્વારા તે ડરને કાગળ પર કંડાર્યો છે.

પ્રિયંકાએ પોતાના લગ્ન અંગે પણ આ ઇન્ટરવ્યૂમાં ખુલીને જણાવ્યું. પ્રિયંકા તેના પતિ નિક જોનાસથી 10 વર્ષ મોટી છે. હાલ પ્રિયંકા 37 અને નિક 27 વર્ષનો છે. જેને લઈને મોટા ભાગના લોકો બંનેની ઉંમરના અંતરાલ અંગે ચર્ચા કરે છે. ત્યારે પ્રિયંકા તેમના રિલેશન અંગે વાતો કરતા લોકોના મોઢા બંધ કરવા માંગે છે.પ્રિયંકાએ ઇન્ટરવ્યૂમાં એમ પણ જણાવ્યું કે, પહેલા તે નિકની ઉંમર ઓછી હોવાના કારણે નિકને સિરિયસલી નહોતી લેતી. પરંતુ તે દરમિયાન તેણી 35 વર્ષની હતી અને સેટલ થવા માંગતી હતી. તેણી લગ્ન અને બાળકો ઇચ્છતી હતી. પરંતુ તે નહોતી જાણતી કે નિક પણ આવું જ કઈંક વિચારે છે. પ્રિયંકાએ જણાવ્યું, નિક કોન્ફિડન્ટ વ્યક્તિ છે અને પ્રિયંકાની સફળતાથી તે ખુશ રહે છે.પ્રિયંકાએ આ ઇન્ટરવ્યૂમાં પોતાના દેશ અને આધ્યાત્મિકતાની પણ વાતો કરી. તેણે કહ્યું કે, તે ભારતમાં મોટી થઇ અને ભારતમાં જ ભણી છે. તેણે હિન્દૂ પરિવારમાં જન્મ લીધો. જેથી તેને માત્ર હિન્દૂ પરિવાર અંગે જાણકારી છે. તેણે જણાવ્યું, 'મને લાગે છે કે મારો' આધ્યાત્મિક આધાર' રહ્યો છે. ભારતમાં એવું જવલ્લે જ જોવા મળે છે કે કોઈ પાસે 'આધ્યાત્મિક આધાર' ન હોય.' તેણે એમ પણ કહ્યું કે, તેણે કોન્વેન્ટ સ્કૂલમાં ભણતર મેળવ્યું હોવાથી તેને ઈસાઈ ધર્મ અંગે પણ કેટલીક જાણકારી છે. સાથે જ તેના પિતા એક મસ્જિદમાં ગાતા હતા, જેથી તેને ઇસ્લામ અંગે પણ કેટલીક જાણકારી છે.

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકાએ પોતાની બુકમાં સ્કુલ લાઇફથી લઈને ડેટિંગ, એક્ટિંગ કરિયર, અમેરિકન ટીવીમાં પદાર્પણ તેમજ લગ્ન અંગે ઘણા ખુલાસા કર્યા છે.
First published: March 20, 2021, 5:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading