પ્રિયંકા ચોપરાએ પતિના 29માં જન્મદિવસે Kissની સાથે કર્યું Wish, જુઓ PHOTOS

News18 Gujarati
Updated: September 17, 2021, 8:29 AM IST
પ્રિયંકા ચોપરાએ પતિના 29માં જન્મદિવસે Kissની સાથે કર્યું Wish, જુઓ PHOTOS
આજે નિક જોનસનો 29મો જન્મ દિવસ છે (image-@priyankachopra/Instagram)

Happy Birthday Nick Jonas: પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)એ પતિ નિક જોનસ (Nick Jonas)ને તેનાં 29માં જન્મ દિવસ પર 'Love Of My Life' કહી શુભેચ્છાઓ પાઠવી છે. પ્રિયંકાએ થોડા સમયથી તેની શૂટિંગ માટે યૂકેમાં હતી પણ નિકનો જન્મ દિવસ ઉજવવાં તે અમેરિકા પહોંચી ગઇ છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)એ તેનાં પતિ નિક જોનસ (Nick Jonas)ને તેનાં 29માં જન્મ દિવસ પર સુંદર રીતે શુભેચ્છાઓ પાઠવી છે. પ્રિયંકાએ નિકને 'Love Of My Life' કહી એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં નિક પ્રિયંકાને Kiss કરતો નજર આવે છે. અને પ્રિયંકાએ પતિનાં ગાલ પર હાથ રાખ્યો છે. પ્રિયંકાની આ તસવીરમાં તેની આસ-પાસ ફુગ્ગા અને ક્લાસિક કાર્સ નજર આવે છે. પ્રિયંકા અને નિકની આ રોમેન્ટિક તસવીર પર તેમનાં ફેન્સ તેમને શુભેચ્છાઓ આપતાં નજર આવી રહ્યાં છે.

આ પણ વાંચો-Happy Birthday Nia Sharma: નિયા શર્માનાં જન્મ દિવસે જાણો તેનું સાચું નામ અને અન્ય ઘણી અજાણી વાતો..

આ તસવીર શેર કરી પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું છે, 'મારા જીવનનાં પ્રેમ, સૌથી ઉદાર અને સૌથી ઝનૂની વ્યક્તિને મારા તરફથી જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.. લવ યુ બેબી.. જેવો તુ છે તેવો હોવા માટે આભાર.'પ્રિયંકા ચોપરા તેની ફિલ્મની શૂટિંગ માટે ગત થોડા સમયથી યૂકેમાં હતી. પણ નિકનો જન્મ દિવસ ઉજવવામાટે તે અમેરિકા પહોંચી ગઇ છે. પ્રિયંકાએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં તેનાંલ ગ્ન અને નિક જોનસનાં પરિવાર સાથે જોડાયેલાં ઘણાં સવાલોનાં જવાબ આપ્યાં હતાં. જ્યારે તેને પુછવામાં આવ્યું કે, તે હમેશાં તેનાં પેરેન્ટ્સ જેવાં સંબંધો ઇચ્છતી હતી.. જેમાં રોમેન્સ, કવિતા મ્યૂઝિક બધુ જ હોય. તો શું તેને તે બધુ જ મળ્યું?

પ્રિયંકાએ વધુમાં કહ્યું કે, આ જોવું ખુબજ સુંદર છે કે, જ્યારે હું મારુ કામ કરતી હોવું છુ તો નિક કેવી રીતે તેની લાઇફ મેનેજ કરે છે. મારે શું કરવાનું છે અને મારી શું પસંદ છે તે નિક માટે ઘણું મહત્વ ધરાવે છે. મને ક્યારેય એવો અનુભવ નથી થયો કે મારે એક ચિઅર લીડર જોઇએ છે.

આ પણ વાંચો-Kareena Kapoor: 'નો મેકઅપ લૂક'માં જોઇ છક થઇ ગયા ફેન્સ, તસવીરો જોઇ બોલ્યા- 'ઘરડી થઇ ગઇ આ તો'

વાંચો Gujarati News ઓનલાઇન અને જુઓ Live TV News18 ગુજરાતીની વેબસાઇટ પર. જાણો, દેશ-દુનીયા અને પ્રદેશ, બોલિવૂડ, ખેલ જગત અને બિઝનેસ સાથે જોડાયેલાં News in Gujarati
Published by: Margi Pandya
First published: September 17, 2021, 8:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading