પુનીત પાઠકનો બેડરૂમ રોમાન્સનો Viral Video, સાડીના છેડા સાથે શું કરી રહ્યો છે આ કોરિયોગ્રાફર?

News18 Gujarati
Updated: October 9, 2021, 1:25 PM IST
પુનીત પાઠકનો બેડરૂમ રોમાન્સનો Viral Video, સાડીના છેડા સાથે શું કરી રહ્યો છે આ કોરિયોગ્રાફર?
પુનિત પાઠકનો પત્ની નિધીની સાડી સાથે રોમાન્ય કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

પુનીત પાઠક (Punit Pathak) નો બેડરૂમ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કોરિયોગ્રાફરની પત્ની નિધિ મૂની સિંહે (Nidhi Moony Singh) ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં પુનીતનો રોમાન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે.

  • Share this:
મુંબઈઃ પુનીત પાઠક (Punit Pathak) મનોરંજન જગતનું જાણીતું નામ છે. અત્યારે પુનીત ડાન્સ પ્લસ (Dance Plus)ને જજ કરી રહ્યો છે. જ્યાં તે તેની કો જજ શક્તિ મોહન (Shakti Mohan) સાથેની રોમાન્ટિક અને સિઝલિંગ કેમેસ્ટ્રી દ્વારા દર્શકોનું દિલ જીતતો રહે છે. પુનીત પાઠકે 2020માં જ નિધિ મૂની સિંહ (Nidhi Moony Singh) સાથે લગ્ન કર્યા હતા. આ વચ્ચે પુનીત પાઠકનો બેડરૂમ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કોરિયોગ્રાફરની પત્ની નિધિ મૂની સિંહે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

આ પણ વાંચો: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના ચાહકો માટે સરપ્રાઈઝ; થઈ રહી છે પોપ્યુલર કલાકારોની એન્ટ્રી

વીડિયોમાં પુનિતનો રોમાન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં પુનીત પોતાના બેડરૂમમાં શર્ટલેસ બેઠો છે અને જમી રહ્યો છે. ત્યાં જ તેના હાથમાં સાડીનો છેડો યા તો દુપટ્ટા જેવું કંઈક દેખાઈ રહ્યું છે જે તેની પત્ની નિધિ મૂનીનો છે. પુનીત સખત રોમાન્ટિક અંદાજમાં નિધિને જોઈ રહ્યો છે અને તે પુનીતનો વિડીયો બનાવી રહી છે. આ વીડિયોને નિધિએ શેર કર્યો છે. વીડિયોમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા આડવાણીની ફિલ્મ શેરશાહનું ગીત ‘રાતા લમ્બિયા’ મૂક્યું છે.

શેર કરેલા વીડિયોની સાથે નિધિ મૂનિ સિંહે કેપ્શનમાં પતિ પુનીત પાઠકનું નામ લખ્યું છે અને સાથે બે હાર્ટ ઇમોજી પોસ્ટ કર્યા છે. થોડા દિવસો પહેલા પુનીત પાઠક ‘બિગ બૉસ’ (Bigg boss 15) માં ગેસ્ટ તરીકે જોવા મળ્યો હતો. શોમાં પુનીત પોતાના કોરિયોગ્રાફર મિત્ર નિશાંત ભટ્ટ (Nishant Bhatt)ને સપોર્ટ કરવા પહોંચ્યો હતો. પુનીત 2019માં રોહિત શેટ્ટીના સ્ટન્ટ બેઝ્ડ રિયલિટી શો ‘ખતરોં કે ખિલાડી’નો વિનર રહી ચૂક્યો છે.

આ પણ વાંચો: ‘કબીર સિંહ’ના નિર્દેશકની ફિલ્મમાં ‘બાહુબલી’ની એન્ટ્રી; પ્રભાસે કહ્યું, ‘ડ્રીમ ડિરેક્ટર છે મારા માટે’

આ ઉપરાંત પુનીત પાઠક અમુક ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે, જેમાં કોરિયોગ્રાફરમાંથી ડિરેક્ટર બનેલા રેમો ડિસૂઝા (Remo D’souza)ની ‘નવાબઝાદે’, ‘એબીસીડી’ (ABCD) અને ‘એબીસીડી 2’ જેવી ફિલ્મો પણ સામેલ છે. પુનીત પાઠકે 2020ની સાલમાં નિધિ મૂની સિંહ સાથે લગ્ન કર્યા હતા. 11 ડિસેમ્બરે જ બંને લગ્નના તાંતણે બંધાયા હતા. તેમના લગ્નમાં શક્તિ મોહન, મુક્તિ મોહન, મૌની રૉય સહિતના ઇન્ડસ્ટ્રીના તેમના મિત્રો અને સેલિબ્રિટિ સામેલ થયા હતા.
Published by: Nirali Dave
First published: October 9, 2021, 1:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading