પંજાબી સિંગર દિલજાનનું માર્ગ દુર્ઘટનામાં નિધન, 2 એપ્રિલે રિલીઝ થવાનું હતું નવું ગીત

News18 Gujarati
Updated: March 30, 2021, 11:49 AM IST
પંજાબી સિંગર દિલજાનનું માર્ગ દુર્ઘટનામાં નિધન, 2 એપ્રિલે રિલીઝ થવાનું હતું નવું ગીત
પંજાબી સિંગર દિલજાન બોલિવૂડની દિગ્ગજ સિંગર આશા ભોંસલે સાથે (ફાઇલ તસવીર)

પંજાબી સિંગર દિલજાનની કાર ડિવાઇડરની સાથે ટકરાતાં સર્જાયો અકસ્માત, અકાળે અવસાનથી પ્રશંસકોમાં શોકનો માહોલ

  • Share this:
ચંદીગઢ. પંજાબ (Punjab)ના અમૃતસર જિલ્લા (Amritsar District)માં એક ગોઝારા માર્ગ અકસ્માત (Road Accident)માં પંજાબી સિંગર દિલજાન (Punjabi Singer Diljaan)નું નિધન થયું છે. આ દુર્ઘટાન મંગળવાર વહેલી પરોઢે લગભગ 3:45 વાગ્યે બની. જાણીતા પંજાબી સિંગર દિલજાન મોડી રાત્રે પોતાની કારમાં અમૃતસરથી કરતારપુર જઈ રહ્યા હતા અને આ દરમિયાન જંડિયાલા ગુરૂની પાસે માર્ગ અકસ્માત સર્જાયો. આ દુર્ઘટનામાં તેમનું ઘટનાસ્થળે જ નિધન થઈ ગયું. નોંધનીય છે કે દિલજાન કરતારપુરના રહેવાસી હતા. મળતી માહિતી મુજબ દુર્ઘટના તેમની કાર ડિવાઇડરથી ટકરાવા કારણે બની.

પોલીસનું કહેવું છે કે દુર્ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. દિલજાન મંગળવાર વહેલી પરોઢે અમૃતસરથી કરતારપુર તરફ પોતાની કારમાં સવાર થઈને જઈ રહ્યા હતા. જીટી રોડ પનર તેમની કારની સ્પીડ ઘણી હતી. પુલની પાસે પહોંચતા જ કાર અનિયંત્રિત થઈ ગઈ અને ડિવાઇડરથી ટકરાઇને પલટી ગઈ. દુર્ઘટના જોઈ ત્યાંથી પસાર થઈ રહેલા લોકોએ પોતાના વાહનો રોકીને દિલજાનને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો. હૉસ્પિટલ લઈ જતાં પહેલા જ દિલજાનનું નિધન થઈ ચૂક્યું હતું.

આ પણ વાંચો, ભારતીય મહિલા ટી20 ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર કોવિડ-19 પોઝિટિવ, ઘરમાં જ થઈ આઇસોલેટ


આ પણ વાંચો, હોળીની રજાઓમાં ઘરે આવ્યો હતો ટીચર, 3 બુકાનીધારીએ ગોળીઓ વરસાવી કરી હત્યા

2 એપ્રિલે રિલીઝ થવાનું હતું નવું ગીતદિલજાનના પરિજનોએ જણાવ્યું કે 2 એપ્રિલે દિલજાનનું નવું ગીત રિલીઝ થવાનું હતું. આ સંદર્ભમાં એક મીટિંગમાં સામેલ થવા તે સોમવારે પોતાની કારમાં સવાર થઇને અમૃતસર ગયા હતા. મોડી રાત્રે પરત ફરતી વખતે આ દુર્ઘટના બની, જેમાં તેમનું નિધન થઈ ગયું છે. જે સમયે આ દુર્ઘટના બની તે સમયે દિલજાન કારમાં એકલા જ હતા.
Published by: Mrunal Bhojak
First published: March 30, 2021, 11:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading