રાહુલ વૈદ્યનું ફેસબુક એકાઉન્ટ હેક, અજીબો ગરીબ વિડીયો શેર કરવામાં આવ્યા


Updated: May 6, 2021, 5:55 PM IST
રાહુલ વૈદ્યનું ફેસબુક એકાઉન્ટ હેક, અજીબો ગરીબ વિડીયો શેર કરવામાં આવ્યા
PHOTO: @RahulVaidya instagram

રાહુલ વૈદ્યનું ફેસબુક એકાઉન્ટ હેક થતા તેમના ફેસબુક પેજ પરથી અજીબો ગરીબ વિડીયોઝ પોસ્ટ કરવામાં આવ્યા હતા

  • Share this:
સિંગર રાહુલ વૈદ્ય ટીવી રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી 11’માં જવાની તૈયારી કરી રહ્યા છે. તેવામાં રાહુલ વૈદ્યનું ફેસબુક એકાઉન્ટ હેક થઈ ગયું છે. સોશિયલ મીડિયા પર તેમના અનેક ફેન્સ તેમને ફોલો કરી રહ્યા છે. સિંગર રાહુલ વૈદ્યે બિગ બોસ 14માં ભાગ લીધો હતો અને તેમણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. રિયાલિટી શો બિગ બોસ 14માં ભાગ લીધા બાદ તેમનું ફેન ફોલોઈંગ વધી ગઈ છે.

રાહુલ વૈદ્યનું ફેસબુક એકાઉન્ટ હેક થતા તેમના ફેસબુક પેજ પરથી અજીબો ગરીબ વિડીયોઝ પોસ્ટ કરવામાં આવ્યા હતા. આ પ્રકારના વિડીયોઝ પોસ્ટ કરવાને કારણે તેમના ફેન્સને પણ ખૂબ જ હેરાની થઈ. રાહુલે જણાવ્યું કે આ વિડીયોઝ તેમણે પોસ્ટ નથી કર્યા, આ કામ હેકરનું હોઈ શકે છે.

રાહુલ વૈદ્યએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીથી આ વાતની જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે ‘મારુ ફેસબુક પેજ હેક કરવામાં આવ્યું છે. હેકર દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વિડીયોઝને ઈગ્નોર કરવા વિનંતી. હું એકાઉન્ટને જેટલું બને તેટલુ જલ્દી રિકવર કરવાની કોશિશ કરી રહ્યો છું.’રિપોર્ટ્સ અનુસાર ‘ખતરો કે ખિલાડી 11’ માટે રાહુલને એક એપિસોડના રૂ. 12-15 લાખ આપવામાં આવશે. રાહુલને દિશા પરમાર સાથે ડાંસ રિયાલિટી શો ‘નચ બલિયે’ માટે પણ ઓફર આપવામાં આવી છે. બંને હવે લગ્ન કરી રહ્યા હોવાના કારણે સિંગર રાહુલ વૈદ્યએ આ ઓફર સ્વીકારી નથી. જોકે, લગ્નની તારીખ અંગે કોઈપણ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

અવાર નવાર સેલિબ્રિટીઝના સોશિયલ મીડિયા એકાઉન્ટ થવાની વાત સામે આવે છે. એકાઉન્ટ હેક કરીને અનેક પ્રકારની પોસ્ટ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કર્યા હોય તેવી સાયબર ક્રાઈમની અનેક ઘટનાઓ સામે આવે છે.
First published: May 6, 2021, 5:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading