પોર્નોગ્રાફી મામલામાં ધરપકડ પછી ચર્ચામાં રાજ કુન્દ્રાનું જૂનુ ટ્વિટ, લખ્યું- પોલિટિશિયન જોવે છે PORN

News18 Gujarati
Updated: July 20, 2021, 5:05 PM IST
પોર્નોગ્રાફી મામલામાં ધરપકડ પછી ચર્ચામાં રાજ કુન્દ્રાનું જૂનુ ટ્વિટ, લખ્યું- પોલિટિશિયન જોવે છે PORN
પોર્નોગ્રાફી મામલામાં ધરપકડ પછી ચર્ચામાં રાજ કુન્દ્રાનું જૂનુ ટ્વિટ

raj kundra news - આ ટ્વિટમાં કુન્દ્રાએ વેશ્યાવૃત્તિ અને પોર્નોગ્રાફીને લઇને વાત કરી હતી

  • Share this:
મુંબઈ : રાજ કુન્દ્રાની (Raj Kundra)પોર્નોગ્રાફી (Pornography)મામલામાં મુંબઈ પોલીસના (Mumbai Police)ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ( Shilpa Shetty) પતિ અને જાણીતા બિઝનેસમેન રાજ કુન્દ્રાની 19 જુલાઇના રોજ ધરપકડ કરવામાં આવી છે. કુન્દ્રાની ધરપકડ પછી તેમનું એક જૂનું ટ્વિટ ઝડપથી વાયરલ થઇ રહ્યું છે. આ ટ્વિટમાં કુન્દ્રાએ વેશ્યાવૃત્તિ અને પોર્નોગ્રાફીને લઇને વાત કરી હતી.

રાજ કુન્દ્રાના બે ટ્વિટ આ સમયે ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. પ્રથમ ટ્વિટમાં તેમણે લખ્યું છે કે અહીં તો હવે પોર્ન વિરુદ્ધ વૈશ્યાવૃત્તિ છે. કેમેરા પર કોઇને સેક્સ માટે ભુગતાન કરવું કાનૂની કેમ છે. આ બીજાથી કેવી રીતે અલગ હોઇ શકે છે. કુન્દ્રાએ આ ટ્વિટ 29 માર્ચ 2012ના રોજ કર્યું હતું. આ સંબંધમાં કુન્દ્રાએ એક બીજુ પણ ટ્વિટ કર્યું હતું.

આ પણ વાંચો - સુરત : મહિલાએ પુલ પરથી લગાવી મોતની છલાંગ, કાદવમાં ફસાઈ જતાં જીવ બચ્યો



બીજુ ટ્વિટ તેમણે 3 મે 2012માં કર્યું હતું. જેમાં લખ્યું હતું કે હવે અભિનેતા ક્રિકેટ રમી રહ્યા છે. ક્રિકેટર્સ રાજનીતિ કરી રહ્યા છે અને રાજનેતા પોર્ન જોઇ રહ્યા છે અને પોર્ન સ્ટાર અભિનેતા બની રહ્યા છે. કુન્દ્રાની ધરપકડ પછી લગભગ નવ વર્ષ જૂના આ બંને ટ્વિટ ચર્ચામાં બન્યા છે. હવે પોલીસ પણ આ ટ્વિટ વિશે રાજ કુન્દ્રાની પૂછપરછમાં લાગી છે.
મુંબઈ પોલીસના આયુક્ત હેમંત નાગરાલે જાણકારી આપતા કહ્યું કે બિઝનેસમેન કુન્દ્રાને કથિત રીતે અશ્લિલ ફિલ્મો અને તેને કેટલાક એપ્સના માધ્યમથી સોશિયલ મીડિયામાં પ્રકાશિત કરવાની આરોપમાં સોમવારે ધરપકડ કરવામાં આવી છે. આ આખા પ્રકરણમાં રાજ કુન્દ્રા જ પ્રમુખ ષડયંત્રકર્તા જોવા મળી રહ્યા છે અને પોલીસ પાસે આ સંબંધમાં પૂરતી સાબિતી પણ છે.
Published by: Ashish Goyal
First published: July 20, 2021, 5:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading