Rakhi Sawant Birthday : 50 રૂપિયા માટે રાખી સાવંત લગ્નમાં જમવાનું પીરસતી હતી, ડ્રામા ક્વીનની સંઘર્ષ કહાની

News18 Gujarati
Updated: November 25, 2021, 10:01 AM IST
Rakhi Sawant Birthday : 50 રૂપિયા માટે રાખી સાવંત લગ્નમાં જમવાનું પીરસતી હતી, ડ્રામા ક્વીનની સંઘર્ષ કહાની
રાખી સાવંત જન્મદિવસ

રાખીની માતા અને મામાએ મળીને રાખીના લાંબા વાળ કાપી નાખ્યા જ્યારે તેણીએ 11 વર્ષની ઉંમરે દાંડિયા નૃત્ય કરવાની જીદ કરી હતી. વાળ એવી રીતે કાપવામાં આવ્યા હતા કે તેમને જોતા જ લાગતું હતું કે વાળ બળી ગયા છે

  • Share this:
મુંબઈ : બોલિવૂડ (Bollywood)ની ડ્રામા ક્વીન રાખી સાવંત (Rakhi Sawant) દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપે છે. દરેક બાબતમાં અલગ દૃષ્ટિકોણ ધરાવતી રાખી હાલમાં બોલિવૂડથી દૂર છે. રાખીનો જન્મ (Rakhi Sawant Birthday) 25 નવેમ્બર, 1978ના રોજ મુંબઈ (Mumbai)માં થયો હતો. તે પોતાનો 43મો જન્મદિવસ (Happy Birthday Rakhi Sawant) ઉજવી રહી છે. રાખી સાવંતનું સાચું નામ નીરુ ભેદા (Niru Bheda) છે. ઈન્ડસ્ટ્રી (Film Industry)માં આવ્યા પછી તેણે પોતાનું નામ બદલીને રાખી સાવંત રાખ્યું.

ફિલ્મ 'અગ્નિચક્ર' થી પોતાના કરિયરની શરૂઆત કરનાર રાખીએ બોલિવૂડમાં ઘણા હિટ આઈટમ સોંગ આપ્યા છે પરંતુ આ સ્થાન હાંસલ કરવા માટે રાખીને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ રાખીએ તેનું બાળપણ ઘણી મુશ્કેલીઓ અને ડરમાં વિતાવ્યું છે. 10 વર્ષની ઉંમરે તેણે ટીના અંબાણીના લગ્નમાં લોકોને ભોજન પીરસ્યું હતું અને આજે રાખી સાવંત મુંબઈના પોશ વિસ્તારમાં એક આલીશાન બંગલામાં રહે છે.

મામાએ વાળ કાપી નાખ્યા

રાખીની માતા અને મામાએ મળીને રાખીના લાંબા વાળ કાપી નાખ્યા જ્યારે તેણીએ 11 વર્ષની ઉંમરે દાંડિયા નૃત્ય કરવાની જીદ કરી હતી. વાળ એવી રીતે કાપવામાં આવ્યા હતા કે તેમને જોતા જ લાગતું હતું કે વાળ બળી ગયા છે. આ બધી વાતો રાખીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહી હતી. એક ગરીબ પરિવાર સાથે સંબંધ ધરાવતી રાખી આજે જ્યાં પણ ઊભી છે ત્યાં પોતાના દમ પર ઊભી છે.

રાખીનો પરિવાર ખુબ ગરીબ હતો

એક ઈન્ટરવ્યુમાં રાખીએ કહ્યું હતું કે તેનો પરિવાર ઘણો ગરીબ હતો. તેની માતા એક હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી અને પિતા મુંબઈ પોલીસમાં કોન્સ્ટેબલ હતા. તેમના પરિવાર માટે જીવવું ખૂબ મુશ્કેલ હતું. કેટલીકવાર એવું બન્યું કે તેમની પાસે ખાવા માટે ખોરાક પણ ન હતો. પડોશીઓ તેમને બચેલો ખોરાક આપતા હતા.રાખીએ ઘરમાં પૈસા ચોર્યા અને ભાગી ગઈ

રાખીએ કહ્યું હતું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવા માટે તેણે ઘરમાંથી પૈસાની ચોરી કરી અને ભાગી ગઈ કારણ કે તેના માતા-પિતા ઈચ્છતા હતા કે તે લગ્ન કરે. તે અભિનય વિશે કંઈ જાણતી ન હતી. રાખીએ કહ્યું- જ્યારે હું મુંબઈ પહોંચી તો મેં ડાન્સ કરવાનું શરૂ કર્યું અને ઘણા પ્રોડ્યુસર્સ સામે મારુ ટેલેન્ટ બતાવવાનું શરૂ કર્યું, જેઓ પણ મારી સામે ખરાબ નજરથી જોતા હતા.

રાખીએ કહ્યું હતું કે, 'મેં વિચાર્યું હતું કે આવા લોકોની સામે ડાન્સ કરવો વધુ સારું છે, હું ડાન્સ બારમાં ડાન્સ કરીશ. મેં ઘણી વખત અસ્વીકારનો સામનો કર્યો અને મારા દેખાવને સુધારવા માટે સર્જરી કરાવી. જ્યારે હું નીરુ ભેદા તરીકે સર્જરી રૂમમાં ગઈ હતી, પરંતુ ત્યાં મારા વધુ સારા રંગરૂપ સાથે રાખી સાવંત તરીકે બહાર નીકળી હતી.

2005માં 'પરદેશિયા' ગીતથી ઓળખ મળી

આ પછી રાખીને 'જોરુ કા ગુલામ', 'જીસ દેસ મેં ગંગા રહેતા હૈ', 'યે રાસ્તે મેં' જેવી કેટલીક ફિલ્મોમાં નાની ભૂમિકાઓ ઓફર કરવામાં આવી હતી પરંતુ તેને વર્ષ 2005માં 'પરદેશિયા' ગીતથી ઓળખ મળી હતી. આ ગીતે રાખીને આઈટમ ગર્લ તરીકે ફેમસ કરી હતી.

આ પણ વાંચોRakhi Sawant Birthday: રાખી સાવંતનું અસલી નામ તમને ખબર છે? કન્ટ્રોવર્સી ક્વીન રાખી Bikini Photos

રાખીએ બોલિવૂડને ઘણા હિટ ગીતો આપ્યા

રાખી સાવંતે રિયાલિટી શોની દુનિયામાં 'રાખી કા સ્વયંવર' નામનો રિયાલિટી શો પણ કર્યો છે. 2009 માં શરૂ થયેલા આ શોમાં, રાખીએ ટોરોન્ટોમાં એક પ્રતિભાગી સાથે લગ્ન પણ કર્યા હતા અને થોડા મહિનાઓ પછી તેમના અલગ થવાની જાહેરાત કરી હતી. રાખીએ બોલિવૂડને ઘણા હિટ ગીતો આપ્યા છે.
Published by: kiran mehta
First published: November 25, 2021, 9:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading