અમેરિકા પહોંચેલા PM મોદીને રાખી સાવંતે કહ્યું ત્યાંથી થોડા ડોલર લેતા આવજો, જુઓ Funny video

News18 Gujarati
Updated: September 25, 2021, 5:51 PM IST
અમેરિકા પહોંચેલા PM મોદીને રાખી સાવંતે કહ્યું ત્યાંથી થોડા ડોલર લેતા આવજો, જુઓ Funny video
રાખી સાવંતની તસવીર અને વડાપ્રધાન મોદીની ફાઈલ તસવીર

રાખી સાવંતને (Rakhi sawant) જ્યારે ખબર પડી કે PM મોદી અમેરિકા (prime minister Narenda modi in America) પહોંચ્યા છે તો તેણે પોતાની ડિમાંડનું લાંબુ લિસ્ટ જણાવ્યું. સોશિયલ મીડિયા (social media) પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

  • Share this:
નવી દિલ્હીઃ બોલિવુડની ‘ડ્રામા ક્વીન’ રાખી સાવંત (Rakhi Sawant)ની કોઈ હરકત એવી નહીં હોય જે દુનિયાની નજરોથી બાકાત હોય. રાખી પોતાના નિવેદનો કે સોશિયલ મીડિયા પોસ્ટથી લોકોનું ધ્યાન ખેંચતી રહે છે. તે કોઈ સલૂનમાં (rakhi sawant in salon) જાય કે રેસ્ટોરન્ટમાં, ફોટોગ્રાફર્સ સાથે મજાક-મસ્તી કરતી રહેતી હોય છે તો ક્યારેક ફેન સાથે રસ્તા પર ડાન્સ પણ કરી લે છે. બોલિવુડ (bollywood) હોય કે રાજકારણ, તે બેબાક બોલે છે અને આગવા અંદાજમાં તેને લોકો સમક્ષ મૂકે છે.

તાજેતરમાં જ્યારે રાખી સાવંતને ખબર પડી કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અમેરિકા પહોંચ્યા છે તો તેણે પોતાની ડિમાંડનું લાંબુ લિસ્ટ (Rakhi sawant demand list to PM modi) બનાવી નાખ્યું. સોશિયલ મીડિયા પર હવે રાખી સાવંતનો ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને મિમ શેર થઈ રહ્યા છે.

વાત એમ છે કે, રોજની જેમ રાખી સાવંત ફરી પાપારાઝી સાથે રૂબરૂ થઈ. આ દરમ્યાન તેને જણાવવામાં આવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પહોંચી ગયા છે. તેને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે પીએમ મોદી દેશને આગળ વધારી રહ્યા છે, અમેરિકાના પ્રવાસે છે, એવામાં તમે એમને શું સંદેશ આપવા માગશો?

આ પણ વાંચોઃ-ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાનાં જામીનથી NCB ખુશ નથી, બોલ્યા-'સમાજ માટે ખતરનાક છે'

એક પળ વિચારીને રાખીએ પોતાના ચિર પરિચિત અંદાજમાં જવાબ આપ્યો. રાખી બોલી કે, ‘નમસ્કાર મોદી જી. હું બહુ ખુશ છું કે તમે અમેરિકા ગયા છો. ત્યાંના બધા ભારતીયોને પ્રેમ આપજો અને તેમને મારો મેસેજ આપજો. તેમને કહેજો કે હું તમને બધાંને બહુ પ્રેમ કરું છું.’એ પછી રાખીએ પીએમ મોદીને પોતાના માટે શોપિંગની ડિમાંડ કરી નાખી. રાખીએ કહ્યું કે ‘મોદી જી, જ્યારે તમે ત્યાંથી પાછા આવો ત્યારે મારા માટે કંઈક શોપિંગ કરી આવજો. શોપિંગ નહીં તો અમુક ડોલર જ ત્યાંથી લેતાં આવજો.’

આ પણ વાંચોઃ-'તારક મેહતા..'નો રોશન સિંહ સોઢી જ્યારે દેવામાં ડૂબી ગયો હતો.. પાઇ-પાઇ ચૂકવવા કર્યું હતું આ કામ

આ દરમ્યાન કેટલાંક લોકોએ રાખીને પૂછ્યું કે શું તે પતિ રિતેશ સાથે ‘બિગ બોસ 15’માં એન્ટ્રી કરશે કે નહીં. રાખીએ હસીને કહ્યું કે, બહુ જલ્દી બધાંને એક મોટી સરપ્રાઈઝ મળવાની છે. જોકે, લોકોએ એ વિશે પૂછતાં રાખીએ રહસ્ય ખોલ્યું ન હતું.

તમને જણાવી દઈએ કે છેલ્લા દિવસોમાં એવી ખબર આવી હતી કે રાખી સાવંતના પતિ રિતેશ બિગ બોસ હાઉસમાં એન્ટ્રી કરવાના છે. રાખીના પતિને હજુ સુધી કોઈએ નથી જોયા એટલે જો તે બિગ બોસમાં ભાગ લે તો પહેલી વખત દુનિયા તેમને જોશે.
Published by: ankit patel
First published: September 25, 2021, 5:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading