દીપિકા પાદુકોણનાં Viral Video પર રણવીર સિંહે કરી કમેન્ટ, લખ્યું-'આવ તને ખોળામાં બેસાડીને...'

News18 Gujarati
Updated: March 6, 2021, 10:05 AM IST
દીપિકા પાદુકોણનાં Viral Video પર રણવીર સિંહે કરી કમેન્ટ, લખ્યું-'આવ તને ખોળામાં બેસાડીને...'
Instagram/deepikapadukone/ranveersingh

દીપિકા પાદુકોણ (Deepika Padukone)એ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ચોકલેટ પ્રત્યે તેની પસંદ જાહેર કરી રહી છે. દીપિકાનાં આ વીડિયો પર તેનાં ફેન્સની સાથે તેનાં પતિ રણવીર સિંહ (Ranveer Singh)એ પણ કમેન્ટ કરી છે. કમેન્ટ એટલી મજેદાર છે કે તેની પોસ્ટ અને કમેન્ટ બધુ વાયરલ થઇ ગયુ છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: તેનાં દમદાર અભિનય અને સુંદરતાથી કરોડો ફેન્સનાં દિલો પર રાજ કરે છે દીપિકા પાદુકોણ (Deepika Padukone). તે સોશિયલ મીડિયા પર ફેન્સને તનાં ફોટોઝ અને વીડિયો શેર કરતી રહે છે. ફેન્સ પણ આ તસવીરો અને વીડિયો પર દિલ ખોલીને કમેન્ટ્સ કરતાં હોય છે. પણ દીપિકાનાં આ ફેન લિસ્ટમાં તેનો પતિ રણવીર સિંહ (Ranveer Singh) પણ છે. હાલમાં જ દીપિકાનાં એક વીડિયો પર રણવીરે ખુબજ રોમેન્ટિક કમેન્ટ કરી છે જે જોત જોતામાં વાયરલ થઇ ગઇ છે.

દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર તેનો ચોકલેટ ખાતો એક વીડિયો શેર કર્યો છે. દીપિકા પાદુકોણ આ વીડિયોમાં ચોકલેટ ઘણી જ મજા લઇને ખાતી નજર આવે છે. કેપ્શનમાં દીપિકાએ લખ્યું છે, 'કોઇ ચોકલેટ લવર સાથે શેર કરજો..' દીપિકાની આ પોસ્ટને અત્યાર સુધીમાં 35 લાખથી વધુ લોકો જોઇ ચુક્યા છે અને હજારો ફેન્સ કમેન્ટ્સ પણ કરી ચુક્યા છે.

આ હજારો કમેન્ટ્સમાં એક કમેન્ટ રણવીર સિંહની છે. રણવીરે દીપિકાનાં વીડિયો પર કમેન્ટમાં લખ્યું છે 'આવ તને ખળામાં બેસાડીને ન્યૂટેલા ખવડાવું.' રણવીરની કમેન્ટ જોત જોતામાં વાયરલ થઇ ગઇ છે.

ફેન્સને રણવીરની આ કમેન્ટ ખુબજ પસંદ આવી રહી છે. જેનાં પર દિલ ખોલીને કમેન્ટ્સ આવી રહીછે. દીપિકા પણ રણવીરની તસવીરો પર આવી મજાક મસ્તી કરતી રહે છે.

રણવીર સિંહનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો તે 83, સર્કસ, જયેશભાઇ જોરદાર અને સુર્યવંશીમાં રણવીર નજર આવશે. સુર્યવંશીમાં રણવીરનો કેમિયો છે. તો દીપિકા શાહરૂખ ખાનની સાથે 'પઠાણ'માં નજર આવશે. આ ઉપરાંત તે રિતિક રોશનની સાથે ફાઇટર ફિલ્મમાં પણ નજર આવશે.
Published by: Margi Pandya
First published: March 6, 2021, 10:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading