દોહિત્ર સાથે રમતી જોવા મળી RAVEENA TANDON, વાયરલ થયો ક્યૂટ VIDEO

News18 Gujarati
Updated: April 6, 2021, 11:04 AM IST
દોહિત્ર સાથે રમતી જોવા મળી RAVEENA TANDON, વાયરલ થયો ક્યૂટ  VIDEO
રવિના ટંડન

રવીનાની દીકરી છાયાએ દીકરાને જન્મ આપ્યો છે. રવીના ગત વર્ષે જ નાની બની છે. તેણે તેનાં દોહિત્ર સાથે રમતો આ ક્યૂટ વીડિયો શેર ક્યો છે તેનાં દોહિત્રનું નામ રુદ્ર છે. જે આ વીડિયોમાં ઘણો જ ક્યૂટ લાગે છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડન (Raveena Tandon) ઇન્ડસ્ટ્રીમાં મસ્ત મસ્ત ગર્લ તરીકે પણ ઓળખાય છે. રવીના સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. હાલમાં તેણે તેનો એક વીડિયો શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. થોડા સમય પહેલાં તેણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, તે નાની બની ગઇ છે. હાલમાં રવીનાએ તેનાં દોહિત્રની સાથે રમતો એક ક્યૂટ વીડિયો (Raveena Tandon Playing with Her Grandson) સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જે જોત જોતામાં વાયરલ થઇ ગયો છે.

રવીનાની દીકરી છાયાએ દીકરાને જન્મ આપ્યો છે. રવીના ગત વર્ષે જ નાની બની છે. તેણે તેનાં દોહિત્ર સાથે રમતો આ ક્યૂટ વીડિયો શેર ક્યો છે તેનાં દોહિત્રનું નામ રુદ્ર છે. જે આ વીડિયોમાં ઘણો જ ક્યૂટ લાગે ચે. નાની રવીના ક્યારેક તેને ખોળામાં ઉઠાવી લે છે તો ક્યારેક તેને દુલાર કરતી રહે છે.

રવીનાએ વર્ષ 2004માં ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર અનિલ થડાની સાથે લગ્ન કર્યાં. રવીનાને ચાર બાળકો છે. બે દકરીઓ તેને દત્તક લીધી હતી. જેમનું નામ છાયા અને પૂજા છે. જ્યારે પતિ થડાનીથી તેને બે બાળકો છે જેમનું રાશા અને રણબીર છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો રવીના હાલમાં સાઉથ સુપરસ્ટાર યશની સાથે કેજીએફ ચેપ્ટપ 2માં નજર આવશે. ફિલ્મમાં સંજય દત્ત પણ મહત્વનાં રોલમાં છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મથી રવિવનના લાંબા સમય બાદ બિગ સ્ક્રિન પર કમબેક કરશે. ગત વર્ષે તે નચ બલિયે 9માં જજ તરીકે નજર આવી હતી.
Published by: Margi Pandya
First published: April 6, 2021, 11:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading