રવિ દુબેએ ફ્લાઇટમાં એકલા કરી મુસાફરી, VIDEO શેર કરી લખ્યું, 'Flying Solo'

News18 Gujarati
Updated: May 31, 2021, 8:06 AM IST
રવિ દુબેએ ફ્લાઇટમાં એકલા કરી મુસાફરી, VIDEO શેર કરી લખ્યું, 'Flying Solo'
PHOTO: Instagram- @ravidubey2312

ગત રાત્રે એક્ટર રવિ દુબે (Ravi Dubey Video) એ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં રવિ ફ્લાઇટમાં બેસી સફર કરી રહ્યો હતો. આ વીડિયો પ્લેનની અંદર બનાવવામાં આવ્યો છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ભારતમાં વધેલાં કોરોનાનાં કેસને કારણે લોકો મુસાફરી કરતાં અચકાય છે. ઘણી જગ્યા પર યાત્રિઓની યાત્રા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. રેલ સફર હોય કે ફ્લાઇટ સફર, દરેક જગ્યાએ યાત્રિઓની સંખ્યા ખુબજ ઓછી છે. હાલમાં જ ટીવી એક્ટર રવિ દુબે (Ravi Dubey)એ સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. રવિની આ પોસ્ટ ઘણી મજેદાર છે. VIDEOમાં એક્ટર ફ્લાઇટમાં બેઠેલો નજર આવે છે.

આ પણ વાંચો- KRKની Salman Khanને બર્બાદ કરવાની ધમકી, બોલ્યો 'રસ્તે લાવી દઇશ એને'

ગત રાત્રે એક્ટર રવિ દુબે (Ravi Dubey Video)એ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં રવિ ફ્લાઇટમાં બેસી સફર કરી રહ્યો છે. આ વીડિયો પ્લેનની અંદર બનાવવામાં આવ્યો છે. તેની ખાસ વાત એ છે કે, તેની આસ પાસ કોઇપણ કો-પેસેન્જર નથી. રવિ ઇશારા ઇશારામાં બતાવી રહ્યો છે કે, આખી ફ્લાઇટમાં તે એકલો જ સફર કરી રહ્યો છે. અને તેનાં સીવાય કોઇ નથી. વીડિયો પોસ્ટ કરતાં એક્ટરે કેપ્શનમાં લખ્યું છે, 'એકલો સફર કરી રહ્યો છું.'

રવિ (Ravi Dubey Post)આ પોસ્ટ પર સતત કમેન્ટ આવી રહી છે. સૌથી પહેલાં તેની પત્ની સરગુન મેહતા (Sargun Mehta)એ કમેન્ટ કરી છે અને તેને ફની કહ્યો છે. તો અન્ય એક ફેને કમેન્ટ કરતાં લખ્યું છે કે, 'સર તમે આખી ફ્લાઇટ જ ખરીદી લીધી કે શું?'

આપને જણાવી દઇએ કે, થોડા દિવસો પહેલાં જ રવિ દુબેએ કોરોના પોઝિટિવ હોવાની વાત કરી હતી. રવિએ તેનાં ઇન્સ્ટાગ્રામ પજે પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તે પોતે કોરોના સંક્રમિત થયો હોવાની તેણે જાણકારી આપી હતી.
Published by: Margi Pandya
First published: May 31, 2021, 8:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading