પૂણ્યતિથિ : પૂણે ઇન્સ્ટિટ્યૂટના ટોપર હતા એક્ટર નવીન નિશ્ચલ


Updated: March 19, 2021, 1:16 PM IST
પૂણ્યતિથિ : પૂણે ઇન્સ્ટિટ્યૂટના ટોપર હતા એક્ટર નવીન નિશ્ચલ
(@NFAIOfficial/Twitter)

મોહન સહગલે પોતાની ફિલ્મ સેવન ભાદોમાં નવીનને રેખા સાથે કામ કરવાની તક આપી. આ ફિલ્મ સુપર હિટ સાબિત થઇ હતી. જે બાદ નવીનને પોતાની ફિલ્મમાં લેવા માટે ફિલ્મ નિર્માતાઓ પડાપડી કરવા લાગ્યા હતા.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 70ના દશકમાં બોલીવુડમાં સ્ટાર્સ પોતાની જગ્યા બનાવવા માટે મથતા હતા, ત્યારે નવીન નિશ્ચલે પોતાની ફેશન સેન્સ, સ્ટાઇલ અને પોતાના કામથી પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. તેમણે પૂણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટમાં પોતાની બેચમાં ટોપ કર્યું હતું અને ફિલ્મ સાવન ભાદોથી બોલીવુડમાં પદાર્પણ કર્યું હતું. જોકે, 19 માર્ચ 2011ના રોજ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ એક્ટરે આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું હતું.

તેમનો જન્મ 18 માર્ચ 1946ના રોજ પાકિસ્તાનના લાહોરમાં થયો હતો. તેમણે બેંગ્લુરુની મિલિટરી સ્કૂલમાંથી પોતાનું પ્રારંભિક ભણતર પૂરું કર્યું હતું. જે બાદ તેમના પિતાના સારા મિત્ર રહી ચૂકેલા નિર્માતા-નિર્દેશક મોહન સહગલે તેમને પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટમાંથી એક્ટિંગ શીખવા સલાહ આપી હતી. જે બાદ નવીને આ ઇન્સ્ટિટ્યૂટમાંથી ગોલ્ડ મેડલ જીત્યો હતો.

મોહન સહગલે પોતાની ફિલ્મ સેવન ભાદોમાં નવીનને રેખા સાથે કામ કરવાની તક આપી. આ ફિલ્મ સુપર હિટ સાબિત થઇ હતી. જે બાદ નવીનને પોતાની ફિલ્મમાં લેવા માટે ફિલ્મ નિર્માતાઓ પડાપડી કરવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તેમણે પરવાના, બુઢ્ઢા મિલ ગયા, વો મૈં નહીં, વિક્ટોરિયા નંબર 203, ધર્મા, હંસતે જખ્મ જેવી ફિલ્મોમાં પોતાનું ટેલેન્ટ બતાવ્યું.

નોંધનીય છે કે, નવીન નિશ્ચલને ભગવાને માંગ્યું મોત આપ્યું હતું. તેઓ 19 માર્ચ 2011ના રોજ પોતાના મિત્રો ગુરમીત અને રણધીર કપૂર સાથે મુંબઈથી પૂણે હોળી ઉજવવા જઈ રહ્યા હતા. યેલ્લેખનીય છે કે, રણધીર તેમને રસ્તામાં મળવાના હતા, પરંતુ આ પહેલાં જ રસ્તામાં તેમનું હાર્ટ એટેકથી નિધન થઇ ગયું. નવીન હંમેશાથી ઇચ્છતા હતા કે તેમનું મોત કોઈ દુઃખ-દર્દ વિના થાય. આ અંગે તેઓ અગાઉ ઘણી વાર જણાવી ચુક્યા હતા અને અંતે ભગવાને તેમની ઈચ્છા પૂર્ણ પણ કરી.
First published: March 19, 2021, 1:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading