RHEA CHAKRABORTY એ બ્રિટની સ્પીયર્સ માટે આખરે કેમ કહ્યું #FreeBritney, જાણો આખો મામલો

News18 Gujarati
Updated: June 25, 2021, 10:02 AM IST
RHEA CHAKRABORTY એ બ્રિટની સ્પીયર્સ માટે આખરે કેમ કહ્યું #FreeBritney, જાણો આખો મામલો
રિયા ચક્રવર્તી આવી બ્રિટનીનાં સપોર્ટમાં

બ્રિટની સ્પિયર્સ (Britney Spears)એ કોર્ટમાં તેનાં પિતાથી આઝાદી માંગી છે. આ સંબંધી તેણે એક વીડિયો લિંક દ્વારા લોસ એન્જલ્સની એક કોર્ટમાં તેનું નિવેદન દાખલ કરાવ્યું છે. આ મામલે રિયા ચક્રવર્તીએ (Rhea Chakraborty) પણ બ્રિટની સ્પીયર્સને આઝાદ કરવાની માંગણી કરી છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અમેરિકન પોપ સિંગર બ્રિટની સ્પીયર્સ  (Britney Spears) હાલમાં ચર્ચામાં છે. સિંગરે તેનાં પિતા જેમી સ્પીયર્સની ગાર્જિયનશિપથી છુટકારો મેળવવો છે. જે માટે તેણે કોર્ટનો સહારો લીધો છે. ખરેખરમાં, બ્રિટની સ્પીયર્સે 2008માં તેનાં પિતા જેમી સ્પીયર્સ (Jamie Spears) સાથે ગાર્જિયનશિ અંગે વિવાદ ચાલી રહ્યો છે. આ મામલે રિયા ચક્રવર્તીએ (Rhea Chakraborty) પણ બ્રિટની સ્પીયર્સને આઝાદ કરવાની માંગણી કરી છે. સિંગરે આ સંબંધમાં તેનું નિવેદન દાખલ કરાવ્યું છે. અને જજને કહ્યું કે, તે તેનું જીવન ફરીથી જીવવાં ઇચ્છે છે. આ દરમિયાન તે ઘણી ઇમોશનલ થઇ ગઇ હતી અને કહ્યું હતું કે, 'મને મારું જીવન, મારી આઝાદી પરત જોઇએ છે. 13 વર્ષ થઇ ગયા અને કંઝરવેટશિપનો મારા જીવન પર ઘણો ખરાબ પ્રભાવ પડ્યો છે.'

આ પણ વાંચો- BB-15: મેકર્સે RHEA CHAKRABORTY અને ANKITA LOKHANDEનો કર્યો સંપર્ક

બ્રિટનીએ કોર્ટથી તેનાં પિતા પાસે આઝાદી માંગી છે. આ સંબંધમાં તેણે એક વીડિયો લિંક દ્વારા લોસ એન્જલ્સની એક કોર્ટમાં તેનું નિવેદન દાખલ કરાવ્યું છે. જે બાદ હવે સોશિયલ મીડિયા પર બ્રિટની સ્પીયર્સનાં ફેન્સે #FREEBritney હેશટેગ દ્વારા સિંગરને તેનાં પિતાથી આઝાદ કરવાની માંગણી કરી છે. સિંગરની આઝાદીની માંગણી કરનારામાં હવે બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીનું નામ પણ જોડાયેલું છે.



રિયા ચક્રવર્તીએ પણ બ્રિટની સ્પીયર્સને આઝાદ કરવાની માંગણી કરી છે. તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેનાં મનની વાત કરી છે. સિંગરનાં સમર્થનમાં રિાયએ #FREEBritney લખ્યું છે.

આ પણ વાંચો- 'Anupamaa' અને 'Vanraj'ની વચ્ચે છે છત્રીસનો આંકડો? સુધાંશુએ જણાવ્યું સત્યઅમેરિકામાં સંરક્ષકતા માટે એક કાયદો છે. જેને કંઝરવેટરશિપ કહેવામાં આવે છે. કોર્ટ દ્વારા આ સંરક્ષણ એવાં લોકોને આપવામાં આવે છે જે પોતાની દેખરેખ નથી કરી શકતાં. પોપ સિંગર બ્રિટની સ્પીયર્સને તેનાં પિતાનાં સંરક્ષણમાં રાખવામાં આવી છે. એવાંમાં સિંગરનાં અંગત જીવનનો નિર્ણય મોટાભાગે તેનાં પિતા લે છે. હાલમાં બ્રિટની સૈમ અસગરી સાથે રિલેશનશિપમાં છે. સિંગર હવે મા બનવાં ઇચ્છે છે. પણ તેનો આરોપ છે કે, પિતાનાં કહેવાથી તેનો ડોક્ટર તેને ગર્ભનિરોધક ડિવાઇસ હટાવવાની અનુમતિ નથી આપતો. તેને કારણે તે ગર્ભવતી નથી થઇ શકતી. તો બ્રિટની સ્પીયર્સનાં પતિ જેમી સ્પીયર્સનાં વકીલનું કહેવું છે કે, તેણે હમેશાં તેની દીકરીનું ધ્યાન રાખ્યું છે પણ તેમ છતાં તે કંઝરવેટરશિપ પૂર્ણ કરવાં ઇચ્છે છે.
Published by: Margi Pandya
First published: June 25, 2021, 9:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading