#RippedJeans : ગુલ પનાગે ફાટેલું જીન્સ પહેરીને ઉત્તરાખંડના સીએમ તીરથ સિંહને લીધા આડે હાથ


Updated: March 18, 2021, 7:37 PM IST
#RippedJeans : ગુલ પનાગે ફાટેલું જીન્સ પહેરીને ઉત્તરાખંડના સીએમ તીરથ સિંહને લીધા આડે હાથ
ફાઈલ તસવીર

મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતને સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. અભિનેત્રી ગુલ પનાગે તેમના આ પ્રકારના નિવેદનની નિંદા કરી છે.

  • Share this:
મુંબઈઃ ટ્વિટર પર #RippedJeansTwitter પર ટ્રેંડ ચાલી રહ્યો છે. ઉત્તરાખંડના (utrakhand) નવા મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત (CM tirathsingh rawat) તેમના નિવેદનના કારણે ટ્રોલ થઈ રહ્યા છે. તેમણે યુવાઓને ફાટેલુ જીન્સ પહેરવા પર નિવેદન આપ્યું હતું કે ‘આજકાલ મહિલાઓ ફાટેલુ જીન્સ પહેરી રહી છે, શું આ બધું યોગ્ય છે.. આ કેવા સંસ્કાર છે.’ આ પ્રકારનું નિવેદન આપ્યા બાદ તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રીના આ પ્રકારના વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ અમિતાભ બચ્ચનની (Amitabh Bachchan) નાતિન નવ્યા નવેલી નંદા બાદ અભિનેત્રી ગુલ પનાગે (Actress Gul Panage) તેમના આ પ્રકારના નિવેદન પર સકંજો કસ્યો છે.

મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતને સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. અભિનેત્રી ગુલ પનાગે તેમના આ પ્રકારના નિવેદનની નિંદા કરી છે. મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે દહેરાદૂનમાં એક વર્કશોપમાં મહિલાઓના રિપ્ડ જીન્સ પહેરવા અંગે આ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

ગુલ પનાગે આ અંગે બે ટ્વિટ કરીને તેમના નિવેદનની નિંદા કરી છે. પ્રથમ ટ્વિટમાં લખ્યું છે કે- રિપ્ડ જીન્સ કાઢી લો. બીજા ટ્વિટમાં તેમણે તેમની અને તેમની પુત્રીનો ફોટો શેર કર્યો છે.

આ પણ વાંચોઃ-યુવતીને ખભા ઉપર બેસાડી યુવતીનો બૂલેટ ઉપર ખતરનાક સ્ટંટનો live video, પોલીસ ફટકાર્યો રૂ. 28,000નો દંડ

આ પણ વાંચોઃ-શિક્ષકનો પગાર છે માત્ર રૂ.48 હજાર, વૈભવી ઘર, જમીનો અને દુકાનો સહિત કરોડોનો માલિક નીકળ્યો

આ ફોટામાં ગુલ પનાગ અને તેમની પુત્રીએ રિપ્ડ જીન્સ અને પીળા રંગની ટી-શર્ટ પહેરી છે. ગુલ પનાગે ટ્વિટર પર રિપ્ડ જીન્સ સાથેનો ફોટો ટ્વિટ કરતા અનેક મહિલાઓ ટ્વિટર રિપ્ડ જીન્સ સાથેના ફોટો #RippedJeansTwitter સાથે ટ્વિટ કરી રહ્યા છે.આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! યુવકે સીડીમાં મહિલાને બાથમાં લીધી, ડ્રેસ ફાડી નાંખ્યો, પતિને નીચે ફેંકવાની આપી ધમકી

આ પણ વાંચોઃ-ભુજઃ 12 લાખની નકલી નોટો સાથે MPના દંપતી ઝડપાયું, વેપારીઓને નકલી નોટોથી પધરાવી કર્યું શોપિંગ

ગુલ પનાગના આ ટ્વિટ પર ઘણા લોકો કમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે- ‘આ ખૂબ કમ્ફર્ટેબલ હોય છે?’, જેના જવાબમાં ગુલ પનાગે કમેન્ટ કરતા કહ્યું, - ‘આ જીન્સ 11 વર્ષ જૂની છે. માટે ખરાબ થઈ ગઈ. ના ના ફાટી ગઈ છે.’



મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે આ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન આપતા તેમને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. અને ટ્વિટર પર #RippedJeansTwitter ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
First published: March 18, 2021, 7:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading