Roohi Movie Review: હસાવી હસાવીને ડરાવશે રાજકુમાર રાવ, જાહ્નવી કપૂર અને વરૂણ શર્માની ફિલ્મ

News18 Gujarati
Updated: March 11, 2021, 3:19 PM IST
Roohi Movie Review: હસાવી હસાવીને ડરાવશે રાજકુમાર રાવ, જાહ્નવી કપૂર અને વરૂણ શર્માની ફિલ્મ
રુહી મૂવી રિવ્યુ

Roohi Movie Review: રાજકુમાર રાવ (Rajkummar Rao), વરૂણ શર્મા (Varun Sharma) અને જાહ્નવી કપૂર (Jahnvi Kapoor)ની ફિલ્મ 'રુહી' (Roohi) આજે રિલીઝ થઇ ગઇ છે. બોલિવૂડમાં હોરર-કોમેડી જોનરને વધારે પડતું એક્સપ્લોર કરવામાં આવ્યું નથી. નિર્દેશક હાર્દિક મેહતાએ હોરર-કોમેડી જોનરમાં 'રુહી'નાં રુપમાં એક સારો પ્રયાસ કર્યો છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: રાજકુમાર રાવ (Rajkummar Rao), વરૂણ શર્મા (Varun Sharma) અને જાહ્નવી કપૂર (Jahnvi Kapoor)ની ફિલ્મ 'રુહી' (Roohi) આજે 11 માર્ચનાં સિનેમાઘરમાં રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મનું ટ્રેલરનાં સાથે જ મેકર્સે તેને 'સ્ત્રી'થી શરૂ થયેલાં 'હોરર કપૂર'ની આગામી કડી જણાવી હતી. એવામાં આ ફિલ્મથી ઘણી આશા વધી જાય છે.

બોલિવૂડમાં હોરર-કોમેડી જોનરને વધુ એક્સપ્લોર નથી કરવામાં આવ્યું. પણ સ્ત્રી બાદ આ અંદાજમાં ઘણી ફિલ્મોમાં નજર આવ્યાં છે. નિર્દેશક હાર્દિક મેહતાએ હોરર- કોમેડીનાં આ જોનરમાં 'રુહી'નાં રૂપમાં એક ઉત્તમ પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચો- દીપિકા પાદુકોણે રણવીર સિંહની સાથે કર્યો Wrek Dance, હસી હસીને લોટપોટ થયા ફેન્સ



કહાની- કહાની શરૂ થાય છે નાના શહેર બગદપુરથી જયાં ભાવરા (રાજકુમાર રાવ) અને કટ્ટાની (વરૂણ શર્મા) નામનાં બે યુવકો રહે છે. આ શહેરમાં 'પકડીને લગ્ન' (દુલ્હનને કિડનેપ કરી જબરદસ્તી લગ્ન)નું ચલન છે. અને આ બંને યુવક પણ એવાં જ ગુન્ડા છે જે દુલ્હનને કિડનેપ કરવાનું કામ કરે છે. કહાનીમાં વળાંક ત્યારે આવે છે જ્યારે આ લોકો રુહી નામની યુવતીને કિડનેપ કરે છે. રુહીની અંદર એક આત્મા છે. જેનું નામ અફ્ઝા છે. ભાવરાને રુહીથી પ્રેમ થઇ જાય છે. તો કટ્ટાનીનું દિલ અફ્ઝા પર આવી જાય છે. હવે આખરે આ કહાનીમાં આગળ શું તાય છે અને શું સસ્પેન્સ છે આ જાણવા માટે આપે સિનેમાઘરમાં જવું પડશે.

રુહી એક મેજાદર એન્ટરટેઇનિંગ ફિલ્મ છે. જેમાં મનોરંજનનો જબરદસ્ત ડોઝ આપને મળશે. રાજકુમાર રાવ અને વરૂણ શર્મા બંનેની કોમિક ટાઇમિંગ કમાલની છે. અને તેનાં આ અંદાજમાં તે ઘણો જ સહજ અને મજેદાર લાગે છે. આ બંનેની મજેદાર પંચલાઇનો આપને હસવા પર મજબૂર કરી દેશે. ફિલ્મની ટ્રીટમેન્ટ કમાલની છે. આ માટે નિર્દેશક હાર્દિક મેહતાને ખુબ વધામણા. ફિલ્મનો ફર્સ્ટ હાફ ઘણો જ મજેદાર છે. જેમાં ઘણાં એવાં વનલાઇનર્સ છે જે આપને પેટ પકડીને હસવાં પર મજબૂર કરી દેશે.



આ પણ વાંચો- કંગના રનૌટે 2024 ચૂંટણી અને PM મોદી અંગે કરી ભવિષ્યવાણી, હવે ફેન્સ પૂછી રહ્યાં છે સવાલ

ફિલ્મની કેટલીક વાતો પર નજર નાખીએ જે કદાચ આપન ન આવે તો આ ફિલ્મમાં ઘણી અંધવિશ્વાસની વાતો દર્શાવવામાં આવી છે. પણ એક હોરર-કોમેડી જોનરમાં આ ફિલ્મ સંપૂર્ણ ફિટ આવે છે. આપને સિનેમાઘરમાં નિરાશ નહીં કરે આ ફિલ્મ. ફિલ્મમાં વરૂણ શર્માની બોડી લેંગ્વેજથી લઇ તેની કોમિક ટાઇમિંગ બધુ જ એવું છે જે આપનું દિલ જીતી લેશે. ઘણી જગ્યાએ આપને વરૂણમાં 'ફુકરે'નો ચૂચા પણ દેખાશે.. ફિલ્મને મારા તરફથી 3.5 સ્ટાર આપવામાં આવે છે.
Published by: Margi Pandya
First published: March 11, 2021, 2:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading