લોકડાઉન દરમિયાન રાખડી વેચવા મજબૂર થઇ હતી ‘સાથ નિભાના સાથિયા’ની આ અભિનેત્રી, સંભળાવી કહાની

News18 Gujarati
Updated: August 2, 2021, 6:18 PM IST
લોકડાઉન દરમિયાન રાખડી વેચવા મજબૂર થઇ હતી ‘સાથ નિભાના સાથિયા’ની આ અભિનેત્રી, સંભળાવી કહાની
લોકડાઉન દરમિયાન રાખડી વેચવા મજબૂર થઇ હતી ‘સાથ નિભાના સાથિયા’ની આ અભિનેત્રી,

entertainment news- અભિનેત્રીએ કહ્યું કે તેની પાસે રાખડીઓના ઓર્ડર પણ આવવા લાગ્યા હતા

  • Share this:
મુંબઈ : કોરોના મહામારીના કારણે દેશભરમાં લોકડાઉનના (Lockdown) કારણે લાખો લોકોની આવક પર અસર પડી છે. હિન્દી સિનેમામાં પણ ઘણી એવી કહાનીઓ સામે આવી છે જેમાં એક્ટર્સે ખરાબ આર્થિક સ્થિતિમાંથી પસાર થવું પડ્યું છે. આ દરમિયાન ‘સાથ નિભાના સાથિયા’માં (Saath Nibhana Saathiya) ગોપી વહુની ઉર્મિલા મામીનો રોલ ભજવનાર અભિનેત્રી વંદના વિઠલાની (Vandana Vithlani)સાથે જોડાયેલી એક ખબર સામે આવી છે.

વંદના વિઠલાનીએ હાલમાં જ વેબ પોર્ટલ સ્પોટ બોય સાથે વાત કરતા આ વાતનો ખુલાસો કર્યો કે લોકડાઉન દરમિયાન તેણે પર આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો. ઇન્ટરવ્યૂમાં વંદનાએ કહ્યું કે લોકડાઉનના કારણે બધાના કામ પર પ્રતિબંધ લાગી ગયો હતો. આવક બંધ થઇ ગઈ હતી ખર્ચા ઓછા થયા ન હતા. જે પછી મેં ઘર ચલાવવા માટે બીજા કામની શોધ કરી હતી. મેં હેંડ મેડ રાખડી બનાવવાની શરૂ કરી હતી અને તેને ઓનલાઇન વેચવા લાગી હતી.

આ પણ વાંચો - Googleનો મોટો ફેરફાર! 27 સપ્ટેમ્બર બાદ આ એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર નહીં ચાલે Youtube, Gmail

વંદના વિઠલાનીએ કહ્યું કે તેની પાસે રાખડીઓના ઓર્ડર પણ આવવા લાગ્યા હતા. આ સિવાય તેણે જ્વેલરી ડિઝાઇનિંગ પણ શીખી લીધી હતી. વંદનાએ કહ્યું કે તે શૂટિંગ સાથે સેટ પર રાખડીઓ પણ બનાવે છે. ભલે તેમને હવે એક્ટિંગનું કામ મળી ગયું હોય પણ હવે તે રાખડીઓનું કામ બંધ કરશે નહીં. તેમણે કહ્યું કે તેમની પાસે 20 રાખડીઓનો ઓર્ડર છે.

તમને જણાવી દઈએ કે સ્ટાર પ્લસના લોકપ્રિય શો ‘સાથ નિભાના સાથિયા’હવે ફરી રિબૂટ થઇને ‘તેરા મેરા સાથ રહે’ના નામથી આવવાનો છે. આવામાં વંદના ફરી શો માં જોવા મળશે. આ સિરીયલ જલ્દી ટીવી પર જોવા મળશે.લેટેસ્ટ ન્યૂઝ મેળવવા News18 Gujarati App ઇન્સ્ટોલ કરો. FacebookTwitterYoutube સાથે જોડાઓ.
Published by: Ashish Goyal
First published: August 2, 2021, 6:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading