સલમાન ખાનની Ex ગર્લફ્રેન્ડનો ખુલાસો, બોલી- '5 અને 9 વર્ષની ઉંમરે થયું હતું મારું યૌન શોષણ, 14 વર્ષે થયો હતો રેપ'

News18 Gujarati
Updated: March 13, 2021, 11:03 AM IST
સલમાન ખાનની Ex ગર્લફ્રેન્ડનો ખુલાસો, બોલી- '5 અને 9 વર્ષની ઉંમરે થયું હતું મારું યૌન શોષણ, 14 વર્ષે થયો હતો રેપ'
(PHOTO: @realsomyali/Instagram)

સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી (Salman Khan's Ex girlfriend Somy Ali) ફરી એક વખત ચર્ચામાં છે. સોમીએ હાલમાં જ તેની સાથે થયેલી યૌન ઉત્પીડન (Sexual Abuse)ની ઘટના પર ખુલીને વાત કરી છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સોમી અલી (Somy Ali)એ 90નાં દાયકામાં બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી. તેણે ટેલેન્ટનાં દમ પર બોલિવૂડમાં તેની અલગ ઓળખ બનાવી છે. પણ તેનાં નામની ચર્ચાઓ ત્યારે થઇ જ્યારે તેનું નામ સલમાન ખાન (Salman Khan's Ex girlfriend Somy Ali)ની સાથે જોડાયું હતું. જોકે, આ સંબંધ લાંબો સમય ટક્યા ન હતાં. જે બાદ સોમી અલીએ પણ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધી હતી. હાલમાં તે 'નો મોર ટીયર્સ' નામનું NGO ચલાવે છે. ત્યારે તેણે કેટલાંક ચોકાવનારા ખુલાસા કર્યાં છે. જે બાદ તે ફરી ચર્ચામાં આવી ગઇ છે. સોમી અલીએ એક લેટેસ્ટ ઇન્ટરવ્યૂં દરમિયાન તેની સાથે યૌન ઉત્પીડન (Sexual Abuse)ની ઘટના પર ખુલીને વાત કરી હતી.

તેણે આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, આ એવું દુખ છે જેને ભુલવું મુશ્કેલ છે. સોમી અલી (Somy Ali) હાલમાં Peeping Moon ને આપેલાં ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે જણાવ્યું કે, તે જ્યારે 5 અને 9 વર્ષની તી ત્યારે પહેલી વખત તેનું યૌન શોષણ (Sexual Abuse) થયું હતું. અને 14 વર્ષની ઉંમરે તેનાં પર રેપ થયો હતો. તેણે જણાવ્યું કે, મારું પહેલું યૌન શોષણ પાકિસ્તાનમાં થયું હતું. તે સમયે મારી ઉંમર માત્ર 5 વર્ષ હતી. સર્વન્ટ ક્વૉટરમાં આવી ત્રણ ઘટનાઓ બની હતી મે મારા માતા પિતાને આ અંગે વાત કરી હતી જે બાદ એક્શન લેવામાં આવ્યાં હતાં જોકે ,મારા માતા પિતાએ કહ્યું હતું કે, આ વાત કોઇને કરતી નહીં.

તેમણે વધુમાં કહ્યું હતું કે, મારા મનમાં આ ઘણાં વર્ષોથી ચાલી રહ્યું છે, હું વિચારી રહી હતી કે, શું મે કંઇ ખોટુ કર્યુ હતું. મે મારા પેરેન્ટ્સને કેમ જણાવ્યું ? પાકિસ્તાન અને ભારતની સંસ્કૃતિ છબિ આધારિત છે. તે મને સુરક્ષા આપતાં હતા. પણ મને તેની સમજણ ન હતી. જ્યારે હું 9 વર્ષની થઇ ત્યારે ફરી મારી સાથે આવી ઘટના ઘટી હતી. અને 14 વર્ષની ઉંમરે મારો રેપ થયો હતો.

(PHOTO: @realsomyali/Instagram)


સોમી અલીએ જણાવ્યું કે, તે તેની આત્મકથા લખવાં જાય છે તો, તેને તે અંધારીયો સર્વન્ટ ક્વૉટર યાદ આવે છે. તેણે કહ્યું કે, મને આજે પણ તે કૂકની ગંધ યાદ છે. મને બધુ જ યાદ છે. તે સમયને યાદ કરી તે ઘટનાઓ વિશે લખવું મારે માટે ખરેખર અંધકાર ભર્યુ છે. તેથી મને સમય લાગી રહ્યો છે.

સોમીએ વધુમાં લખે છે કે, ત્રણ વર્ષ પહેલાં મે આ અંગે વાત કરવાની શરૂ કરી હતી. હું એક NGO સાથે જોડાયેલી છું જે રેપ પીડિતોની મદદ કરે છે. તેણે કહ્યું કે, આ NGOને કારણે જ હું આ ભયાનક ઘટનાઓ અંગે વાત કરી શકુ છું. 'નો મોર ટીયર્સ' નામની સંસ્થા ઘરેલૂ હિંસાનો શિકાર મહિલાઓની મદદ કરે ચ. ગત 14 વર્ષથી આ સંસ્થાએ હજારો મહિલાઓ, પુરુષો અને બાળકોનાં ચહેરા પર મુસ્કાન લાવવાનું કામ કર્યું છે.આ પહેલાં સોમી અલી 2018માં એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આ ભયાનક ઘટના અંગે વાત કરી ચૂકી છે.
Published by: Margi Pandya
First published: March 13, 2021, 11:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading