ટાઇટ સિક્યોરિટી, ઘણાં બધા બોડીગાર્ડ સાથે મુંબઇ એરપોર્ટ પહોંચ્યો સલમાન ખાન, જુઓ VIDEO

News18 Gujarati
Updated: June 7, 2022, 8:16 AM IST
ટાઇટ સિક્યોરિટી, ઘણાં બધા બોડીગાર્ડ સાથે મુંબઇ એરપોર્ટ પહોંચ્યો સલમાન ખાન, જુઓ VIDEO
સલમાન ખાન મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થયો (Instagram @wof.ficial_)

Salman Khan Airport Video: સલમાન ખાન (Salman Khan) અને તેનાં પિતા સલીમ ખાનને ધમકી ભરેલો પત્ર મળ્યાં બાદથી આખો ખાન પરિવાર પરેશાન છે. સલમાન અને તેનાં પરિવારનાં ઘરની સિક્યોરિટી વધારી દેવામાં આવી છે. હવે સલમાન ખાનનો એક વીડિયો સામે આવ્યો છે જેમાંતેની સાથે ટાઇટ પોલીસ સિક્યોરિટી જોવા મળી રહી છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સલમાન ખાન  (Salman Khan) અને તેનાં પિતા સલીમ ખાનને (Salim Khan) હાલમાં ધમકી ભરેલો પત્ર મળી રહ્યો છે જે બાદ બંનેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ ક્રમમાં એક દિવસ બાદ સોમવારે સલમાનની સાથે મુંબઇનાં કલિના એરપોર્ટ પર પોલીસ સિક્યોરિટી નજર આવી. ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલાં એક વીડિયોમાં (Instagram Viral Video) સમલાન ખાનને એક પોલીસ દળની સુરક્ષા આપી હોવાનું નજર આવી રહ્યું છે. વીડિયોમાં નજર આવે છે કે, સમલાનની કાર એરપોર્ટ પર પહોંચી અને એક પોલીસ ઓફિસર કારમાંથી નીચે ઉતરે છે. જે બાદ એક અન્ય બોડીગાર્ડ અને સલમાનનાં પર્સનલ બોડીગાર્ડ શેરાની સાથે પોલીસવાળો સલમાન ખાનને લઇને જાય છે.

સલમાન ખાને આ બ્લેક ટી-શર્ટની ઉપર ચેક્સ શર્ટ અને બ્લૂ જીન્સ પહેરી હતી. સાતે જ તેણે માતે પોટી પણ પહેરી હતી. સલમાનનાં ફેસ પર માસ્ક પણ જોવા મળ્યું હતું. એરપોર્ટમાં એન્ટ્રી કરતાં પહેલાં સલમાને પેપરાઝી અને બહાર હાજર ફેન્સને હાથ હલાવી અભિવાદન પણ કર્યું હતું. સલમાનને કોઇ અન્ય અધિકારીઓ સાથે પણ જોવામાં આવ્યાં હતાં.
View this post on Instagram


A post shared by WALL OF FAME (@wof.ficial_)


કેટલીક રિપોર્ટમાં દાવો કરે છે કે, સલમાન ખાન મુંબઇથી હૈદરાબાદ ગયો છે. તે ત્યાં તેની અપકમિંગ ફિલ્મની ફરીથી શૂટિંગ શરૂ કરશે. સોમવારે મુંબઇ પોલીસે તેને બાન્દ્રા સ્થિત ઘર ગેલેક્સની એપાર્ટમેન્ટની મુલાકાત લીધી હતી અને બિલ્ડિંગની ચારેય તરફ સુરક્ષા વધારી દીધી છે. સમાચાર એજન્સી પીટીઆઇએ એક પોલીસ સૂત્રનાં હવાલાથી જણાવ્યું કે, પત્રમાં લખ્યું છે કે, 'સલીમ ખાન, સલમાન ખઆન બહુ જલ્દી આપનો મૂસેવાલા થશે.'

આ પણ વાંચો-જેઠાલાલે કરી જાહેરાત- 'દયા આવે છે...', તો ટ્રોલ્સે કહ્યું, 'મુરખ બનાવવાનું બંધ કરો'

આ ધમકી પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલા અંગે હતી. જેની ગત મહિને પંજાબનાં માનસા જિલ્લામાં અજ્ઞાત હુમલાખોરોએ હત્યા કરી દીધી હતી. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. PTIએ મુંબઇ પોલીસ સંજય પાંડેનાં હવાલાથી જણાવ્યું છે કે, 'આ કહેવું ઉતાવળ્યું હશે કે, આ કોઇ ફર્જી પત્ર છે. અને અમે લોરેન્સ બિશ્નોઇ જૂથ આ કેસમાં શામેલ હોય તે અંગે હાલમાં કંઇ કહેવું ઉચિત નથી.'
Published by: Margi Pandya
First published: June 7, 2022, 7:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading