SARA ALI KHANએ ગાયું 'દમાદમ મસ્ત કલંદર'- બોલી, 'અસલી ટેલેન્ટ અહીં છે...'

News18 Gujarati
Updated: April 11, 2021, 10:13 AM IST
SARA ALI KHANએ ગાયું 'દમાદમ મસ્ત કલંદર'- બોલી, 'અસલી ટેલેન્ટ અહીં છે...'
(PHOTO: @saraalikhan95/Instagram Story)

સારા અલી ખાનનો (Sara Ali Khan)સૂફી અંદાજ ફેન્સને ગમ્યો છે. તે વીડિયોમાં દમાદમ મસ્ત કલંદર (Damadam Mast Kalandar) ગાતી નજર આવે છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોત જોતામાં વાયરલ થઇ રહ્યો છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સારા અલી ખાન (Sara Ali Khan) સૈફ અલી ખાન (Saif Ali Khan) અને અમૃતા સિંહ (Amruta Singh)ની લાડલી છે. અને સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. સારા તેનાં ફેન્સની સાથે જોડેયલી રહેવા માટે ઘણી દિલચસ્પ પોસ્ટ શેર કરતી રહે છે. જેને ફેન્સ ખુબજ પસંદ કરે છે. તેનાં ડાન્સ અને ફની વીડિયોઝ બાદ સારાનો સુફી અંદાજ (Sara Sufi Style) સામે આવ્યો છે. જેને કારણે તે છવાઇ ગઇ છે. આ વીડિયોમાં સારા સંપૂર્ણ પ્રયાસ સાથે દમાદમ મસ્ત કલંદર (Damadam Mast Kalandar) ગાતી નજર આવે છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ સારા અળી ખાનનો આ વીડિયો વાયરલ થઇ ગયો છે. ઘણાં બધા ફેન ક્લબમાં પણ આ વીડિયો શેર થયો છે. જેમાં સારા એક સ્ટેજ પર બેઠેલી નજ રઆવે છે. અને તેની પાછળ બેઠેલાં કલાકાર જે મ્યૂઝિક ઇન્સ્ટ્રૂમેન્ટ વગાડવાની સાથે સાથે ગીત પણ ગાઇ રહ્યાં છે. આ કલાકારની આગળ સારા બેઠી છે અને સારાની અંદરનો સિંગર અચાનક જ જાગી જાય છે અને તે પણ દમાદમ મસ્ત કલંદર (Damadam Mast Kalandar) ગાવા લાગે છે.

વીડિયોમાં સારાનાં એક્સપ્રેશન્સ એઠલાં ગજબનાં છે કે સૌ કોઇ તેની એક્ટિંગનાં વખાણ કરી રહ્યાં છે. તેણે ગ્રે કલરનું હાઇનેક ટોપ અને બ્લેક જીન્સ પહેરેલું છે. વીડિયો શેર કરતાં તેણે લખ્યું છે. અસલી ટેલેન્ટ અહીં છે... ફેન્સને સારાનો આ અંદાજ ગમી ર્હયો છે.





હાલમાં સારા અલી ખાન તેનાં ભાઇ ઇબ્રાહિમ અને મિત્રોની સાથે વેકેશન પર છે. તેઓ કશ્મીરનાં ગુલમર્ગમાં છે. જ્યાંની તસવીરો અને વીડિયો તેઓ શેર કરી રહ્યાં છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સારા જલ્દી જ અક્ષય કુમાર અને ધનુષની સાથે ફિલ્મ 'અતરંગી રે'માં નજર આવશે. આ ફિલ્મને આનંદ એલ રાયે ડિરેક્ટ કરી છે. સોશિયલ મીડિાય પર ફિલ્મની કેટલીક તસવીરો અને વીડિયો આવેલાં છે. આ ફિલ્મ અંગે સારા ઘણી જ ઉત્સુક છે.
Published by: Margi Pandya
First published: April 11, 2021, 10:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading