સતીશ કૌશિક હોસ્પિલમાં દાખલ, 4 દિવસ પહેલાં થયા હતાં કોરોના પોઝિટિવ

News18 Gujarati
Updated: March 22, 2021, 9:44 AM IST
સતીશ કૌશિક હોસ્પિલમાં દાખલ, 4 દિવસ પહેલાં થયા હતાં કોરોના પોઝિટિવ
Instagram @satishkaushik2178

ચાર દિવસ પહેલાં તેની ચપેટમાં બોલિવૂડનાં દિગ્ગજ એક્ટર સતીશ કૌશિક (Satish Kaushik) આવ્યા હતાં. તેણે એક ટ્વિટર પર આ વાતની જાણકારી આપી હતી.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોરોના વાયરસ (CoronaVirus)ની અસર દેશભરમાં ચાલુ છે. ગત વર્ષથી જ આ વાયરસ લોકોને પરેશાન કરી રહ્યો છે. શું સામાન્ય કે શું ખાસ આ વાયરસ કોઇને છોડતો નથી. બોલિવૂડનાં ઘણાં સ્ટાર્સ ગત વર્ષે કોરોના સામે જંગ લડ્યાં તો આ વર્ષે ચાર દિવસ પહેલાં જ બોલિવૂડનાં દિગ્ગજ એક્ટર સતીશ કૌશિક (Satish Kaushik) કોરોનાની ચપેટમાં આવી ગયા છે. તેણે એક ટ્વિટ કરીને આ વાતની માહિતી આપી છે. કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેઓ હોમ ક્વૉરન્ટિન છે. પણ હવે ખબર છે કે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

ઇટાઇમ્સમાં પ્રકાશિત ખબર અનુસાર, સતીશ કૌશિકે ડોક્ટરને તેને હોસ્પિટલમાં દાખલ થઇ જવાની સલાહ આપી દીધી છે. જે બાદ તેમને કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં. ત્યારથી તેમનો ઇલાજ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. ખબરોની માનીયે તો હાલમાં તે આરામ કરી રહ્યાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હવે સતીશ કૌશિક ત્યાં સુધી હોસ્પિટલમાં રહેશે જ્યાં સુધી તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ નથી આવી જતો. તેમનાં પ્રવક્તાએ કહ્યું કે, સતીશ કૌશિક COVID-19ની વેક્સીનેશન લેવાની પણ યોજના નબાવી રહ્યાં હતાં.આપને જણાવી દઇએ કે, સતીશ કૌશિકએ 17 માર્ચનાં એક ટ્વિટ કરતાં લખ્યું હતું કે, સાથે જ તેણે તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવાનો અનુરોધ કર્યો હતો કે જેમને તેઓ ગત છેલ્લા દિવસોમાં સંપર્કમાં આવ્યાં હતાં. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે સતીશ કૌશિક હોમ ક્વૉરન્ટિનમાં રહેતા કહતાં. તેમણે એમ પણ કહ્યું હતું કે, આપ સૌનો પ્રેમ, શુભકામના અને આશીર્વાદ તેમની મદદ કરશે.
Published by: Margi Pandya
First published: March 22, 2021, 9:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading