'શાહરૂખના દેશથી છો, ભરોસો છે', આટલું બોલી ટ્રાવેલ એજન્ટે ઈજિપ્તમાં ભારતીયની મદદ કરી, હવે SRK એ મોકલી ભેટ

News18 Gujarati
Updated: January 23, 2022, 11:57 AM IST
'શાહરૂખના દેશથી છો, ભરોસો છે', આટલું બોલી ટ્રાવેલ એજન્ટે ઈજિપ્તમાં ભારતીયની મદદ કરી, હવે SRK એ મોકલી ભેટ
ઇજિપ્ત (egypt) માં શાહરૂખ ખાન (Shahrukh Khan) ના એક ફેન્સે એક ભારતીય પ્રોફેસરને એમ કહીને મદદ કરી હતી કે, તે શાહરૂખ ખાનના દેશનો છે, તેથી તેને તેના પર પૂરો વિશ્વાસ છે

ઇજિપ્ત (egypt) માં શાહરૂખ ખાન (Shahrukh Khan) ના એક ફેન્સે એક ભારતીય પ્રોફેસરને એમ કહીને મદદ કરી હતી કે, તે શાહરૂખ ખાનના દેશનો છે, તેથી તેને તેના પર પૂરો વિશ્વાસ છે

  • Share this:
મુંબઈઃ માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં શાહરૂખ ખાન (Shahrukh Khan) ના કરોડો ચાહકો છે, જેઓ તેની એક ઝલક મેળવવા માટે બેતાબ છે. એવું ઘણી વખત જોવામાં આવ્યું છે કે, જ્યારે પણ શાહરૂખ ખાન (SRK) વિદેશ પ્રવાસ પર હોય છે, ત્યારે ફેન્સ તેને ઘેરી લે છે અને તેનું ભવ્ય સ્વાગત કરે છે. ઇજિપ્તમાં પણ શાહરૂખ ખાનની સારી ફેન ફોલોઇંગ છે. પરંતુ, હાલમાં જ શાહરૂખના એક પ્રશંસકે કંઈક એવું કર્યું જેના કારણે તેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. શાહરૂખ ખાને હવે આ ફેનને એક ખાસ ભેટ મોકલી છે.

વાસ્તવમાં, ઇજિપ્તમાં શાહરૂખ ખાનના એક ફેન્સે એક ભારતીય પ્રોફેસરને એમ કહીને મદદ કરી હતી કે, તે શાહરૂખ ખાનના દેશનો છે, તેથી તેને તેના પર પૂરો વિશ્વાસ છે. પ્રોફેસર એસઆરકેના આ ફેનથી એટલા ખુશ થયા કે, તેમણે સોશિયલ મીડિયા પર આ વાતનો ઉલ્લેખ કર્યો અને શાહરૂખના આ વિદેશી ફેનને લઈને હવે દરેક જગ્યાએ ચર્ચા થવા લાગી.

આ વાયરલ સ્ટોરી દરેકના દિલને સ્પર્શી ગઈ. શાહરૂખનો ફેન એક ઇજિપ્તીયન ટ્રાવેલ એજન્ટ છે, જેણે એક ભારતીય મહિલા માટે કોઈ પૈસા લીધા વિના ટિકિટ બુક કરાવી હતી કારણ કે તે 'SRKના દેશમાંથી આવી હતી'. આ ઘટના સામે આવ્યા બાદ હવે શાહરૂખ ખાને તેના આ ફેન અને તેની દીકરી માટે પોચાના ઓટોગ્રાફ સાથે પોતાની એક તસવીર મોકલી છે.ટ્વિટર પર આ ઘટનાનો ઉલ્લેખ કરતા અશ્વિની દેશપાંડે નામની મહિલાએ કહ્યું- “ઇજિપ્તમાં ટ્રાવેલ એજન્ટને પૈસા ટ્રાન્સફર કરવાની જરૂર હતી. ટ્રાન્સફરમાં સમસ્યા થઈ રહી હતી. તેણે કહ્યું- તમે શાહરૂખ ખાનના દેશમાંથી છો. મને તમારા ઉપર વિશ્વાસ છે. હું બુકિંગ કરી દઈશ, તમે મને પછીથી ચૂકવણી કરજો. બીજે ક્યાંય માટે હોત તો, હું આવુ ના કરૂ. પરંતુ શાહરૂખ ખાન માટે કંઈપણ.

આ ટ્વીટ સામે આવ્યા બાદ હવે શાહરૂખ ખાને આ ફેન માટે કંઈક એવું કર્યું જેના કારણે તેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. અન્ય ટ્વિટર અપડેટ દ્વારા, દેશપાંડેએ આ હૃદયસ્પર્શી વાર્તા દરેક સાથે શેર કરી. પોસ્ટમાં લખ્યું હતું કે, "આ વાર્તાનો ખૂબ જ આનંદદાયક અંત. શાહરૂખ ખાન દ્વારા હસ્તાક્ષર કરાયેલા 3 ફોટા આજે આવ્યા છે, જેમાં એક ઇજિપ્તીયન ટ્રાવેલ એજન્ટ માટે શ્રેષ્ઠ સંદેશ છે, એક તેની પુત્રી માટે અને એક મારા માટે કેતકી વર્મા ધન્યવાદ."

આ પણ વાંચોBollywood Surrogacy Parents : પ્રિયંકા ચોપડાથી લઈને શાહરૂખ ખાન, કયા-કયા સેલેબ્સ સરોગસીથી માતા-પિતા બન્યા

શાહરૂખ ખાનના આ પગલાથી તેના ફેન્સ પણ ઘણા ખુશ છે. દેશપાંડેના ટ્વીટ પર કોમેન્ટ કરીને યુઝર્સ એસઆરકેના જોરદાર વખાણ કરી રહ્યા છે. ફોટો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું- 'માત્ર બોલિવૂડના રાજા જ નહીં પણ દિલના રાજા પણ. તે જાણે છે કે, તેનો એક નાનકડો અભિનય તેના ચાહકો માટે જીવનભરની યાદગીરી બની શકે છે. અભિનેતાના ફેન્સ તેના આ પગલાની સતત પ્રશંસા કરી રહ્યા છે.
Published by: kiran mehta
First published: January 23, 2022, 11:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading