શાહરૂખ ખાને જ્યારે ગૌરી સાથે મળીને રમીથી મન ભરીને હોળી, જુઓ 21 વર્ષ જુનો આ VIDEO

News18 Gujarati
Updated: March 27, 2021, 2:28 PM IST
શાહરૂખ ખાને જ્યારે ગૌરી સાથે મળીને રમીથી મન ભરીને હોળી, જુઓ 21 વર્ષ જુનો આ VIDEO
શાહરૂખ ખાન અને ગૌરીની હળી પાર્ટી

21 વર્ષ પહેલાંનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં કિંગ ખાન અને તેની પત્ની ગૌરી ખાન (Gauri Khan) રંગમાં રંગાયેલી છે. બંને આ વીડિયોમાં ખુબ મસ્તીનાં મૂડમાં નજર આવે છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood)માં દરેક તહેવાર ખુબજ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હોળી હોય દિવાળી હોય, ઇદ હોય કે ગણેશ ચતુર્થી બી ટાઉન સેલિબ્રિટીઝ દરેક તહેવાર ધામધૂમથી ઉજવે છે. ગત વર્ષે હોળીનાં સમયે લોકડાઉન પહેલાં લોકોએ ઉજવી લીધી હતી. પણ તે બાદ તમામ તહેવાર લોકોએ એકલા ઉજવ્યા. આ વખતે પણ કોરોનાને કારણે હોળીમાં ધૂમ નહીં જોવા મળે. અમિતાભ બચ્ચનથી માંડી શાહરૂખ ખાન (Shah Rukh Khan) સુધી તમામ લોકો ધૂમધામથી હોળી મનાવે છે. 21 વર્ષ પહેલાંનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. (Social Media) પર વાયરલ થઇ રહ્યાં છે. જેમાં કિંગ ખાન અને તેની પત્ની ગૌરી ખાન (Gauri Khan) રંગમાં રંગાયેલી છે. બંને આ વીડિયો ખુબ મસ્તીનાં મૂડમાં નજર આવે છે.

એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયો વર્ષ 2000નો છે. જ્યાં શાહરૂખ ખાન અને ગૌરી ખાન બોલિવૂડનાં બીજા સેલિબ્રિટીઝની સાથે હોળી પર ધમાલ કરતાં નજાર આવે છે. ગત વર્ષે વીડિયોની ફિલ્મ નિર્માતા સુભાષ ઘઇએ તેમનાં અધિકારિક ટ્વિટર અકાઉન્ટ પર શેર કરી હતી. વીડિયો શેર કરતાં લખ્યુ હતું કે, 'મુક્તા આ્ટ્સમાં હોળી પાર્ટીની યાદો.. મડ આઇલેન્ડ, મેઘના કોટેજમાં સુભાષ ઘઇની હોળી પાર્ટી 2000માં શાહરૂખ ખાન, ગૌરી અને મિત્રો'

શાહરૂખ ખાન અને ગૌરીની હળી પાર્ટી


આ વીડિયોમાં શાહરૂખ ખાન, ચંકી પાંડે, સતીશ કૌશિક અને ગૌરી ખાન જેવાં ઘણાં મોટા સેલિબ્રિટીઝ હોળી રમતા આ વીડિયોમાં નજર આવી રહ્યાં છે. જોકે આ વીડિયોમાં ચંકી પાંડે શાહરૂખ ખાન અને ગૌરી ખાન ઘણાં જ યંગ નજર આવે ચે. જેમાં તમામ સેલિબ્રિટીઝ હોળી પાર્ટી એન્જોય કરી રહી છે. તમામનાં ચહેરા પર ગુલાલ લાગ્યો છે.

વીડિયોમાં કેટલાંક લોકો શાહરૂખ ખાન લઇનજઇને રંગબેરંગી પાણીથી ભરેલી ટેન્કમાં નાંખી છે. પછી શાહરૂખની તેની ઉપર તેનાં હાથથી પાણી ફેંકે છે. તે ગૌરી ખાનને પ ટેન્કમાં નાંખી દે છે. ગૌરી ખુદ પાણીમાં ઉતરે છે. શાહરૂખ ખાનની આ પાર્ટી માં એવો ડાન્સ કર્યો કે સૌ કોઇ જોતા રહી ગયા.
Published by: Margi Pandya
First published: March 27, 2021, 1:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading