શાહરૂખ ખાન દિલ્હી આવી હમેશાં કરે છે અબ્બૂ-અમ્મીની કબર પર સજદા, સામે આવી ભાવૂક કરતી તસવીરો

News18 Gujarati
Updated: March 7, 2021, 11:36 AM IST
શાહરૂખ ખાન દિલ્હી આવી હમેશાં કરે છે અબ્બૂ-અમ્મીની કબર પર સજદા, સામે આવી ભાવૂક કરતી તસવીરો
શાહરૂખ ખાન તેની અપકમિંગ ફિલ્મ પઠાણ અંગે ચર્ચામાં છે.

શાહરૂખ ખાન (ShahRukh Khan)એ તેનાં જીવનમાં આજે બધુ જ છે. પણ માતા-પિતાનો પ્રેમ નથી. તેથી તે જ્યારે પણ દિલ્હી જાય છે તો તેનાં માતા-પિતાની કબર પર સજદા જરૂર કરે છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: વ્યક્તિ કેટલું પણ મોટું થઇ જાય પણ માતા પિતા માટે તો તે હમેશાં નાનું જ રહે છે. તે માતા પિતા જ હોય છે જે બાળકને તેમનાં સંબંધનું મહત્વ સમજાવે છે. દુનિયાની બધી જ વસ્તુઓ તમે પૈસાથી ખરીદી શકો છો. પણ મા-બાપ નહીં. જે એક વખત દુનિયાથી જતાં રહે તો ક્યારેય પાછાં નથી આવતાં. બોલિવૂડ (Bollywood)નાં કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન (ShahRukh Khan) એક આલા દરજ્જાનો એક્ટર છે સાથે સાથે તેનાં અંગત જીવનમાં એક સજ્જન વ્યક્તિ પણ છે. પરિવારની સાથે તેનું બોન્ડિંગ આ વાત જણાવે છે કે, તે તેનાં પરિવારને કેટલો પ્રેમ કરે છે. શાહરૂખ ખાન પાસે આજે બધુ જ છે પણ માતા-પિતાનો પ્રેમ હવે તેની પાસે નથી. તેથી જે જ્યારે પણ દિલ્હી જાય છે તે તેનાં અબ્બૂ અમ્મીની કબર પર સજદા જરૂર કરે છે.

શાહરૂખ ખાન (Shahrukh Khan) હાલમાં તેની અપકમિંગ ફલ્મ 'પઠાણ' અંગે ચર્ચામાં છે. ફિલ્મ અંગે તે એટલે ચર્ચા છે કારણ કે વર્ષ 2018માં આવેલી ફિલ્મ 'ઝીરો' બાદ આ તેની પહેલી ફિલ્મ છે. પ્રખ્યાત ફોટોગ્રાફર વિરલ ભયાણીએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તસવીરો શેર કરી છે. જેમાં કિંગ ખાન તેનાં અબ્બૂ-અમ્મીની કબર પર સજદા કરતો નજર આવે છે.

શાહરૂખ ખાન જ્યારે પણ દિલ્હી આવે છે, ત્યારે તે તેનાં અબ્બૂ અમ્મીની કબર પર આવીને ફૂલ ચડાવે છે અને સજદા કરે છે. આ તસવીર હાલની છે કે જૂની છે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. જે તસવીર વિરલ ભયાીએ શેર કરી છે. તે વ્હાઇટ શર્ટ અને બ્લેક ટ્રાઉઝરમાં નજર આવે છે. આ દરમિયાન તે તેનાં અમ્મી-અબ્બૂની કબર પર સજદા કરતો નજર આવે છે. તેની આસ-પાસ કેટલાંક લોકો ઉભેલાં દેખાય છે.

શાહરૂખ ખાન તેની અપકમિંગ ફિલ્મ 'પઠાણ' અંગે ચર્ચામાં છે.


શાહરૂખ ખાન જ્યારે પણ દિલ્હી આવે છે તે તેનાં અમ્મી અબ્બૂની કબર પર આવે છે અને તેની પાસે બેસી રહે છે આ વાતનો ઉલ્લેખ શાહરૂખ ખાને તેનાં ઇન્ટરવ્યૂઝમાં પણ ઘણી વખત કર્યો છે. શાહરૂખ કહે છે કે, લોકો કહે છે કે હું હવે દિલ્હી વાળો નહી પણ મુંબઇ વાળો થઇ ગયો છું. પણ હું તેમને કેવી રીતે કહું કે, દિલ્હી ને હું અને દિલ્હી મને ક્યારે છોડી નથી શકતી.. કારણ કે મારા અમ્મી- અબ્બૂ અહીં છે.



આપને જણાવી દઇએ કે, શાહરૂખખાનનાં પિતાનું નામ મીર તાજ મોહમ્મદ હતું તેનાં પિતા એક સ્વતંત્રતા સેનાની હતા અને ચીફ એન્જિનિયર હતાં. જ્યારે શાહરૂખ કોલેજમાં હતો તે સમયમાં તેનાં પિતાનું નિધન કેન્સરને કારણે થઇ ગયું હતું. તેની અમ્મીનું નામ લતીફા ફાતિમા હતું. તેની માતાનું નિધન 1990માં થયુ હતું.
Published by: Margi Pandya
First published: March 7, 2021, 11:17 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading