શ્રદ્ધા કપૂરનો ભાઇ સિદ્ધાંત કપૂર ડ્ર્ગ્સ કેસમાં પોલીસ કસ્ટડીમાં, શક્તિ કપૂરે કહ્યું- 'આ સંભવ નથી'

News18 Gujarati
Updated: June 13, 2022, 11:05 AM IST
શ્રદ્ધા કપૂરનો ભાઇ સિદ્ધાંત કપૂર  ડ્ર્ગ્સ કેસમાં પોલીસ કસ્ટડીમાં, શક્તિ કપૂરે કહ્યું- 'આ સંભવ નથી'
સિદ્ધાંત કપૂરની ધરપકડ

Shraddha Kapoor Brother Arrested: બેંગ્લોર પોલીસના (Bangluru Police) જણાવ્યા અનુસાર, તે કથિત રીતે ડ્રગ્સનું (Drugs) સેવન કરનારા 6 લોકોમાં સામેલ છે. ગુપ્ત માહિતીના આધારે પોલીસે એમજી રોડ પર આવેલી એક હોટલમાં દરોડો પાડ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર અહીં રેવ પાર્ટી ચાલી રહી હતી.

  • Share this:
બેંગલુરુ: બૉલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરના (Shraddha Kapoor Brother) ભાઈ સિદ્ધાંત કપૂરને (Siddhant Kapoor Arrested) રવિવારે રાત્રે બેંગલુરુની એક હોટલમાં રેવ પાર્ટીમાં (Rave Party) પોલીસના દરોડા (Bangluru Police) દરમિયાન અટકાયતમાં લેવામાં આવ્યો છે. બેંગ્લોર પોલીસના જણાવ્યા અનુસાર, તે કથિત રીતે ડ્રગ્સનું સેવન કરનારા 6 લોકોમાં સામેલ છે. ગુપ્ત માહિતીના આધારે પોલીસે એમજી રોડ પર આવેલી એક હોટલમાં દરોડો પાડ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર અહીં રેવ પાર્ટી ચાલી રહી હતી.

પોલીસના દરોડા બાદ રેવ પાર્ટીમાં ડ્રગ્સની આશંકાના આધારે કેટલાક લોકોના સેમ્પલ ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા. ડો.ભીમાશંકર એસ. ગુલેદ, ડીસીપી, ઇસ્ટ ડિવિઝન, બેંગલુરુ સિટીએ જણાવ્યું હતું કે મેડિકલ રિપોર્ટમાં જે 6 લોકોએ ડ્રગ્સનું સેવન કર્યું હોવાની પુષ્ટિ થઈ હતી, તેમાંથી એક સેમ્પલ અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરનો હતો. પોલીસ મુજબ આ સ્પષ્ટ નથી કે, આ લોકો પહેલેથી ડ્રગ્સનું સેવન કરીને પાર્ટીમાં પહોચ્યાં હતાં કે, હોટલમાં તેમણે સેવન કર્યું હતું. આ કેસમાં બેંગલુરુ પોલીસ તમામ 6 આરોપીઓને ઉલસુરુ થાણે લઇને પહોંચી છે.
શક્તિ કપૂરે કહ્યું- આ સંભવ નથી-
દીકરા સિદ્ધાંત કપૂરની ડ્ર્ગ્સ મામલે બેંગ્લુરુ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ત્યારે  પિતા શક્તિ કપૂરે કહ્યું કે, આ સંભવ નથી. ઇ ટાઇમ્સ સાથેની વાત ચીતમાં શક્તિ કપૂરે દીકરો ડ્રગ્સનું સેવન કરતો હોવાની વાત નકારી છે.

સુશાંત સિંહ રાજપૂત કેસમાં શ્રદ્ધાની પણ NCBએ કરી હતી પૂછપરછ

આપને જણાવી દઇએ કે, એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર એ લોકોની લિસ્ટમાં શામેલ હતી જેને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મોત કેસમાં પૂછપરછ માટે બોલાવ્યાં હતાં. શ્રદ્ધા અને સુશાંત ફિલ્મ 'છિછોરે'માં એક સાથે નજર આવ્યાં હતાં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રદ્ધા કપૂર ઘણી વખત લોનાવલામાં સુશાંત સિંહ રાજપૂતનાં ફાર્મ હાઉસ પર પાર્ટી અટેન્ડ કરવાં ગઇ હતી. તેણે પણ NCBની પૂછપરછમાં પાર્ટી અટેન્ડ કર્યાની વાત કબૂલી હતી. પણ ડ્રગ્સ સાથે સંક્ળાયેલાં કોઇપણ પ્રકારનાં વ્હેવાર કે લેવાં અંગે તેણે નકારી હતી. NCBને આ મામલે કોઇ પુખ્તા પૂરાવા પણ મળ્યાં ન હતાં.
Published by: Margi Pandya
First published: June 13, 2022, 10:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading