Shraddha Kapoor: વોટ્સએપ ચેટ લિક થતા ફેન્સ થયા ગુસ્સે, બોલ્યા-આ બહુ જ વાહિયાત છે

News18 Gujarati
Updated: July 31, 2021, 10:45 AM IST
Shraddha Kapoor: વોટ્સએપ ચેટ લિક થતા ફેન્સ થયા ગુસ્સે, બોલ્યા-આ બહુ જ વાહિયાત છે
PHOTO-VIRAL BHAYANI

એક્ટ્રેસની આ ચેટ લીક થયા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સ પેપરાઝીની આ હરકત બાદ નારાજગી જતાવી છે. એક યૂઝર લખે છે, 'જો આ મજાક છે (એડેટિટ) , તો આ એક ખુબજ ખરાબ મજાક છે. કૃપ્યા આ પ્રકારે કોઇની નિજીતામાં દખલ ન દો, વિશ્વાસની સાથે આ ફોટોગ્રાફર્સને નજીક આવવા દે છે

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ સેલેબ્સનાં અંગત જીવનમાં શું થઇ રહ્યું છે તે જાણવાં માટે ફેન્સ બેકરાર છે. જિમ, શોપિંગ તો ક્યારેક મીટિંગ્સ માટે ઘણી વખત સેલિબ્રિટીઝ જાહેરમાં નજર આવે છે. હાલમાં જ બી- ટાઉનની સુંદર એક્ટ્રેસમાં એક એક્ટ્રેસ છે શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor)ને પેપરાઝીએ સ્પોટ કરી. શ્રદ્ધા ઘણી વખત પેપરાઝીને એન્ટરટેઇનમેન્ટ કરે છે. પણ હાલમાં જ શ્રદ્ધા સાથે કંઇક એવું બન્યું છે જે એક્ટ્રેસને જરાં પણ પસંદ નહીં આવે. પેપરાઝીએ શ્રદ્ધા કપૂરની Whatsapp ચેટ લીક (Shraddha Kapoor Whatsapp Chat Leak) કરી દીધી. જે બાદ સોશિયલ મીડિયા (Social Media) પર તેનાં ફેન્સ પણ ઘણી નારાજગી વ્યક્ત કરી છે.

આ પણ વાંચો- ફિલ્મમાં રોલ અપાવવાનાં નામે યુવતી સાથે થઇ છેડતી, MNS કાર્યકર્તાઓએ માર્યો ઢોર માર

શ્ર્દ્ધા કપૂરે હાલમાં જ બ્લૂ કલરની ડ્રેસમાં જોવા મળી હતી. તસવીરમાં તે હમેશાંની જેમ ખુબજ સુંદર નજર આવી રહી છે. ગેટથી બહાર નીકળતા તે ફોન પર કોઇની સાથે ચેટ કરતી હતી. આ દરમિયાન પેપરાઝીએ તેની તસવીર ક્લિક કરી અને તેની પર્સનલ ચેટ પણ લીક કરી હતી. વિરલ ભયાણીએ તેનાં ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે.

આ પણ વાંચો- Happy Birthday Kiara Advani: સલમાન ખાનની સલાહથી બદલ્યું હતું પોતાનું નામ, પહેલા હતી શિક્ષકા

જે ફોટા વાયરલ થયા છે તેમાં શ્રદ્ધા કોઇ ખાસ સાથે વાત કરતી નજર આવે ચે. આ વાતનો ખુલાસો તેની ચેટથી થયો છે. તે જેની સાથે પણ વાત કરતી હતી તેનો નંબર તેણે હાર્ટ વાળા ત્રણ ઇમોજીથી સેવ કર્યો છે.

આ પણ વાંચો- NORA FATEHI: એનિમલ પ્રિન્ટની બિકિનીમાં શેર કર્યા ફોટો, INSTAGRAM પર થયા 30 મિલિયન ફોલોઅર્સઆ તસવીરથી જે ચેટ લીક થઇ છે. તેમાં એક્ટ્રેસે મેસેજ લખી છે, 'હું ક્યારેય મારા જીવનમાં તારા જેવાં કોઇ વ્યક્તિને મળી નથી.' તેનાં જવાબમાં સામેવાળી વ્યક્તિ કહે છે, 'મને ખુશી છે કે તુ આ રીતે વિચારે છે.' શ્રદ્ધા લખે છે, 'તુ સાચેમાં મને સાંભળે છે, એવું કોઇ નથી રહ્યું, તુ મને હમેશાં ગ્રેટ ફિલ કરાવે છે.' જેનાં પર દિલ વાળી ઇમોજી રિપ્લાયમાં આવે છેપછી એક્ટ્રેસ લખે છે કે, 'હા, તુ કરે છે, મારા તમામ સપના અને ઇચ્છાઓ પૂર્ણ કરવા માટે થેન્ક યૂ' જેનાં પર જવાબ આવે છે, 'આ મારુ સૌભાગ્ય છે, જ્યારે પણ કંઇ જોઇએ, મને કહેજે.'એક્ટ્રેસની આ ચેટ લીક થયા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સ પેપરાઝીની આ હરકત બાદ નારાજગી જતાવી છે. એક યૂઝર લખે છે, 'જો આ મજાક છે (એડેટિટ) , તો આ એક ખુબજ ખરાબ મજાક છે. કૃપ્યા આ પ્રકારે કોઇની નિજીતામાં દખલ ન દો, વિશ્વાસની સાથે આ ફોટોગ્રાફર્સને નજીક આવવા દે છે. અન્ય એકે લખ્યું છે, 'આપ આમ કેવી રીતે કરી શકો છો? તેમને પણ પ્રાઇવસી જોઇએ..' અન્ય એકે લખ્યું કે, કંઇક તો શરમ કરો.. તો અન્ય એકે લખ્યું- આ ખુબજ વાહિયાત છે.
Published by: Margi Pandya
First published: July 31, 2021, 10:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading