શ્વેતા તિવારીના પૂર્વ પતિ રાજા ચૌધરીનું દુઃખ છલકાયું, દીકરી પલક કરી રહી છે ઈગ્નોર ‘હું તેને બહુ યાદ કરું છું’

News18 Gujarati
Updated: August 3, 2022, 2:42 PM IST
શ્વેતા તિવારીના પૂર્વ પતિ રાજા ચૌધરીનું દુઃખ છલકાયું, દીકરી પલક કરી રહી છે ઈગ્નોર ‘હું તેને બહુ યાદ કરું છું’
શ્વેતા તિવારીના પૂર્વ પતિ રાજા ચૌધરીનું દુઃખ છલકાયું.

એક્ટર રાજા ચૌધરીએ ઈન્ડસ્ટ્રીમાં ઘણું કામ કર્યું પરંતુ કામથી વધારે તેની લવ લાઈફ અને મેરિડ લાઈફ ચર્ચામાં રહે છે. રાજા ચૌધરીને એક અબ્યુસિવ હસબેન્ડ, આલ્કોહોલિક અને ગુસ્સાવાળા વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. હવે વર્ષો પછી રાજા ચૌધરીનું દુઃખ છલકાયું. રાજા ચૌધરીએ હાલમાં શ્રદ્ધા શર્માની સાથે પોતાના સંબંધો તૂટવાના કારણો પર વાત કરી અને જણાવ્યું કે કઈ રીતે તેની ખરાબ છાપ પાડવામાં આવી છે. જ્યારે તે એવો છે જ નહીં.

  • Share this:

દીકરી ઈગ્નોર કરી રહી છે, માતા-પિતાએ પણ અંતર બનાવી લીધું

બધાને ખબર છે કે રાજા ચૌધરીના પહેલા લગ્ન શ્વેતા તિવારીની સાથે થયા હતા, પરંતુ આ લગ્ન પણ સફળ ન રહ્યા. રાજા ચૌધરીથી શ્વેતાને એક દીકરી છે જેનું નામ પલક તિવારી છે. અત્યારે તે માતા શ્વેતાની સાથે રહે છે અને એક એક્ટ્રેસ છે. રાજા ચૌધરી સાથે લાંબી લડાઈ લડ્યા પછી શ્વેતાએ તેની સાથેના બધા સંબંધનો અંત લાવી દીધો હતો અને આજે શ્વેતા અને રાજા એકબીજાના સંપર્કમાં નથી પરંતુ રાજાના અનુસાર, હવે તેની દીકરી કદાચ તેણે ઈગ્નોર કરવા લાગી છે. તે ન તો પિતાના ઈમેલનો જવાબ આપે છે કે ન મેસેજનો. તેમજ રાજાએ જણાવ્યું કે, તેના પોતાના માતા-પિતા પણ તેણે સારો નથી સમજતા. તેણે જણાવ્યું કે, તે માને છે કે તેના પેરેન્ટ્સને તેની જરૂર નથી.

દારૂ છોડવાનો પ્રયાસ કરી રહ્યો છે રાજા
રાજા ચૌધરીએ પોતાની નશાની આદત વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે, તેને દારૂનું વ્યસન છે અને તેને છોડવા માટે તે પ્રયાસ પણ કરી રહ્યો છે. તેના માટે તેણે ડૉક્ટર્સ, સાઈકિયાટ્રિસ્ટ સાથે પણ મુલાકાત કરી દારૂ છોડવાનો પ્રયાસ કર્યો. રાજા ચૌધરીના અનુસાર, તેણે હંમેશાંથી ખોટી રીતે દર્શાવવામાં આવ્યો છે. બિગ બોસમાં પણ તેણે જે રીતે દર્શવવામાં આવ્યો તે અસલમાં એવો નથી.
Published by: Priyanka Panchal
First published: August 3, 2022, 2:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading