અભિનવ- શ્વેતાનાં CCTV વીડિયો જોઇ સેલેબ્સનો ચઢ્યો પારો, એકતા કપૂર બોલી- 'આ હજુ સુધી અરેસ્ટ કેમ નથી થયો?'

News18 Gujarati
Updated: May 11, 2021, 12:18 PM IST
અભિનવ- શ્વેતાનાં CCTV વીડિયો જોઇ સેલેબ્સનો ચઢ્યો પારો, એકતા કપૂર બોલી- 'આ હજુ સુધી અરેસ્ટ કેમ નથી થયો?'
શ્વેતાની સાથે સેલિબ્રિટીઝ

શ્વેતા તિવારીએ હાલમાં જ તેનાં પતિ અભિનવ કોહલીનાં CCTV ફૂટેજ શેર કર્યા હતાં. આ વીડિયોમાં અભિનવ કોહલી શ્વેતાથી જબરદસ્તીથી બાળકને છીનવતો નજર આવે છે. સોસાયટીની બહાર અભિનવ, શ્વેતાથી બાળક છીનવવામાં જબરદસ્તી કરતો નજર આવે છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari) તેની પર્સનલ લાઇફ અંગે ચર્ચામાં રહેતી હોય છે. શ્વેતા અને તેનાં પતિ અભિનવ કોહલી (Abhinav Kohli)ની વચ્ચે અણબનાવ જગજાહેર છે. બંને અવાર નવાર એક બીજા પર ગંભીર આરોપો લગાવતા નજરઆવે છે. હાલમાં જ એક્ટ્રેસે 'ખતરો કે ખેલાડી 11'ની શૂટિંગ માટે દેશની બહાર ગઇ છે. અને દીકરાને એકલા મુકવા બદલ અભિનવ કોહલી (Abhinav Kohli Viral Video)એ નારાજગી જાહેર કરી ચે જેનાં જવાબમાં શ્વેતા તિવારીએ એક CCTV વીડિયો શેર કર્યો છે.

શ્વેતા તિવારીએ વીડિયો શેર કરતાં કેપ્શનમાં લખ્યું હતું કે,- હું મારા બાળકને આ મેન્ટલ ટ્રોમાથી નથી પસાર થવા દેવા માંગતી. હું ઇચ્છુ છુ કે, તે ખુશ રહે, પણ આ ડરાવનો માણસ દરેક પ્રયાસ કરે છે કે મારા દીકરાની મેન્ટલ હેલ્થ ડિસ્ટર્બ થાય. જો આ ફિઝિકલ અબ્યૂઝ નથી તો શું છે. આ મારી સોસાયટીનાં CCTV ફૂટેજ છે. વીડિયો જેમ વાયરલ થયો તેનાં પર સેલિબ્રિટીઝે પણ આનાં પર પ્રતિક્રિયા આપી છે.

રિદ્ધિમા પંડિતે શ્વેતા તિવારીએ એક વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું છે, 'હે ભગવાન શ્વેતા.. મજબૂત રહે.. એક મા જાણે છે કે તેનાં બાળક માટે શું ઉત્તમ છે.' શ્રૃષ્ટિ રોડે લખે છે, 'આ ખુબજ દુખી કરનારી વાત છે. મજબૂત રહો,' અભિનવનાં વ્યવહારથી નારાજ એકતા કપૂરે કહ્યું કે, 'આ માણસ હજુ સુધી ગિરફ્તાર કેમ નથી થયો.' તો કિશ્વર મર્ચન્ટે એક્ટ્રેસને આસ પાસ ઉભેલાં લોકો દ્વારા તેની મદદ ન કરવા પર નારાજગી જાહેર કરી છે.

અનીતા હસનંદાનીએ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું છે ,'અવાસ્તવિક' તો ટીજે સિદ્ધૂએ તઆ પોસ્ટ પર એક લાંબી પોસ્ટ કરી છે. કરણવીર બોહરાએ પણ શ્વેતા તિવારીને સ્ટ્રોંગ રહેવાની સાથે જ તેનાં પતિ અભિનવ વિરુદ્ધ કેસ દાખલ કરવાની વાત કરી છે. કરણ લખે છે, 'મોમી... પ્લીઝ જલ્દીથી કેસ ફાઇલ કરાવો..' આ અમાનવીય છે.. વાસ્તવમાં આ નથી જોવાતું.. હું સમજી શકુ છુ કે તે આ દિવસોમાં કઇ પરિસ્થિતિઓથી પસાર થઇ રહી છે. પ્લીઝ તેને તારા જીવનથી દૂર કરો.'
Published by: Margi Pandya
First published: May 11, 2021, 12:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading