સિદ્ધાર્થ-કિયારા સંગીત સેરેમનીમાં કરશે જબરદસ્ત ડાન્સ પરફોર્મન્સ, બોલીવુડના આ સોન્ગ પર ઝૂમશે ફેમિલી


Updated: February 4, 2023, 12:40 PM IST
સિદ્ધાર્થ-કિયારા સંગીત સેરેમનીમાં કરશે જબરદસ્ત ડાન્સ પરફોર્મન્સ, બોલીવુડના આ સોન્ગ પર ઝૂમશે ફેમિલી
સિદ્ધાર્થ-કિયારાના લગ્નની જોરશોરથી તૈયારીઓ

સંગીતથી લઈને હલ્દી-મહેંદી સુધી કપલના તમામ ફંક્શન્સ ખૂબ જ ખાસ બનવાના છે. અહેવાલ છે કે સિદ્ધાર્થ-કિયારા બોલિવૂડના ડાન્સ નંબર્સ પર શાનદાર પર્ફોમન્સ આપશે.

  • Share this:
બોલીવૂડની લવલી કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની (Siddharth Malhotra & Kiara Advani Marriage) ખૂબ ચર્ચા થઇ રહી છે. હવે આ સમાચાર પર એટલા માટે સાચા માનવામાં આવી રહ્યા છે કારણ કે બિગ બોસ 16 હોસ્ટ કરતી વખતે કરણ જોહરે (Karan Johar) રેપર બાદશાહ સાથે સિદ્ધાર્થ કિયારાના લગ્ન (Siddharth-Kiara Wedding) ની વાત કરી હતી.

આ પહેલા જેસલમેરના સૂર્યગઢ પેલેસે (Suryagarh Palace) પણ બંનેના લગ્નની પુષ્ટિ કરી હતી. સિદ્ધાર્થ-કિયારાના લગ્નની તૈયારી (Siddharth-Kiara Wedding Celebrtion)ઓ જોરશોરથી ચાલી રહી છે. સંગીતથી લઈને હલ્દી-મહેંદી સુધી કપલના તમામ ફંક્શન્સ ખૂબ જ ખાસ બનવાના છે. અહેવાલ છે કે સિદ્ધાર્થ-કિયારા બોલિવૂડના ડાન્સ નંબર્સ પર શાનદાર પર્ફોમન્સ આપશે.

આ પણ વાંચો : સિદ્ધાર્થ-કિયારાના લગ્નની તૈયારીઓ શરૂ! મહેંદી મુકાવતો એક્ટ્રેસનો ફોટો વાયરલ

બોલીવૂડ સોંગ્સ પર ઝૂમશે સિદ્ધાર્થ-કિયારા

સિદ્ધાર્થ-કિયારાના લગ્નના સમાચાર સાંભળીને ફેન્સ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. અહેવાલો મુજબ લગ્નની વિધિઓ 4 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં મ્યુઝિક ફંક્શનની તૈયારીઓ ચાલી રહી છે. અહેવાલ છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાના લગ્નમાં શાનદાર ડાન્સ પર્ફોમન્સ આપવાનો છે. આ સાથે જ વરરાજાના પરિવારે વહુ કિયારા માટે પણ ખાસ પર્ફોર્મન્સ તૈયાર કર્યું છે.

કિયારા કરશે ખાસ ડાન્સ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિદ્ધાર્થ-કિયારાએ મ્યુઝિક સેરેમની નાઈટ માટે ગીતોની પસંદગી પણ કરી લીધા છે. આ જોડી કાલા ચશ્મા, બિજલી, રંગસારી, ડિસ્કો દીવાને જેવા બોલિવૂડ ગીતો પર પોતાના ડાન્સ પર્ફોર્મ કરશે. આ ક્યુટ કપલને સાથે ડાન્સ કરતા જોવા માટે ફેન્સ પણ ખૂબ જ આતુર છે.
આ પણ વાંચો :  ટીવીની 'સીતા'ની દીકરીઓ ખૂબસૂરતીમાં બોલીવુડની હસીનાઓને પણ આપે છે ટક્કર, જોતા રહી જશો તસવીરો

6 ફેબ્રુઆરીએ એકબીજાના થશે સિદ્ધાર્થ-કિયારા

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા છે. અહેવાલ છે કે 6 ફેબ્રુઆરીએ આ કપલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે. સિદ્ધાર્થ કિયારાના પરિવારના સભ્યો, ખાસ મિત્રો અને કેટલાક બોલિવૂડ સ્ટાર્સ આ લગ્નમાં સામેલ થશે, જેમાં કરણ જોહરનું નામ પણ સામેલ છે.દરરોજનું ભાડુ 1થી 2 કરોડ રૂપિયા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મહેલમાં લગ્નનું ભાડું દરરોજ 1થી 2 કરોડ રૂપિયાની આસપાસ હોય છે. આ સાથે જ મર્સીડીઝ બેન્ઝ, જગુઆર અને બીએમડબલ્યુ સહિત 70 જેટલી કાર મહેમાનોને લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેસલમેરમાં લગ્ન બાદ બંનેનું મુંબઈમાં ભવ્ય વેડિંગ રિસેપ્શન થશે.
First published: February 4, 2023, 12:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading