કરિશ્મા કપૂર પર ફેને બનાવ્યો એક શાનદાર VIDEO, આવ્યા 4 ક્લાકમાં લાખો વ્યૂઝ

News18 Gujarati
Updated: May 24, 2021, 5:59 PM IST
કરિશ્મા કપૂર પર ફેને બનાવ્યો એક શાનદાર VIDEO, આવ્યા 4 ક્લાકમાં લાખો વ્યૂઝ
કરિશ્મા કપૂર

આ સમયે સોશિયલ મીડિયા પર કરિશ્મા કપૂર (Karisma Kapoor)નો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને તેનાં એક ફેને બનાવ્યું છે.

  • Share this:
નવી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર (Karisma Kapoor) ભલે જ તેની ફિલ્મોમાં એક્ટિવ ન હોય. પણ તેનાં ચાહનારાની કમી આજે પણ નથી. જોકે, હાલમાં એક વેબ સીરીઝ 'મેન્ટલહૂડ'થી એક્ટિંગમાં વાપસી કરી હતી. જેનાંથી તેનાં ચાનહારાઓ ખુબજ ખુશ થયા હતાં. તો, આ સમયે સોશિયલ મીડિયા પર કરિશ્મા કપૂરનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે કરિશ્માએ એક ફેન બનાવ્યો છે. લોકોની સાથે સાથે કરિશ્માએ પણ આ વીડિયો વાયર થયો છે જે તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

આ વીડિયો શેર કરતાં કરિશ્માએ કેપ્શન લખી છે, 'એક પ્રશંસક દ્વારા એવી અદ્ભુત કલાકૃતિ, વિચાર્યું કે, મને આપ સૌની સાથે શેર કરવી જોઇએ, આશા છે આ થોડો ઉત્સાહ લાવશે. આપ સૌને આ સમયમાં ખુબ બધા પ્રેમ અને સકારાત્મક ઉર્જા મોકલી રહી છું.. સુરક્ષિત રહો, ઘરે રહો, અને હમેશાં આશા રાખો.' આપને જણાવી દઇએ કે, આ વીડિયો શેર કરે હજુ ચાર કલાક જેવો સમય થયો છે અને હજુ સુધી તેનાં 7 લાખ વીડિયો જોવા મળે છે. સાથે જ આ વીડિયોને ઇન્ટરનેટ પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. તો, આવો, આપ પણ જુઓ કરિશ્માનો આ વીડિયો.





કરિશ્મા 90નાં દશકની એવી એક્ટ્રેસ હતી. જેને લાંબા સમય સુધી બોલિવૂડ પર રાજ કર્યું. આપની શાનદાર એક્ટિંગ અને સુંદરતાએ સિલ્વર સ્ક્રીન પર છવાઇ રહેતી હતી. કરિશ્મા કપૂર ભલે જ બોલિવૂડનાં સૌથી મોટા ફિલ્મી ફેમિલી કપૂર ખાનદાનથી તાલ્લૂક રાખે છે. પણ તેને બોલિવૂડમાં તેનો સિક્કો જમાવવા માટે ઘણી સ્ટ્રગલ કરવી પડી હતી. કરિશ્માએ 'પ્રેમ કેદી'થી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી. આ ફિલ્મમાં કરિશ્માની સાથે સાઉથની હીરો હરીશ કુમારમાં નજર આવી હતી.
Published by: Margi Pandya
First published: May 24, 2021, 5:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading