સંજીવની: સોનૂ સૂદે કહ્યું- એકબીજાને વેક્સિનેશન માટે મોટીવેટ કરો


Updated: April 7, 2021, 4:54 PM IST
સંજીવની: સોનૂ સૂદે કહ્યું- એકબીજાને વેક્સિનેશન માટે મોટીવેટ કરો
સોનું સુદ

હવે આપણા દેશ પાસે કોરોના સામે લડવા માટે કોરોના વેક્સીન છે, જે કોઈ પણ આ સાંભળી રહ્યું છે તેણે કોરોણાની રસી લેવી જોઈએ.'

  • Share this:
આજે નેટવર્ક 18 અને ફેડરલ બેંકે BSFના મહાનિદેશક રાકેશ અસ્થાના અને સોનૂ સૂદની હાજરીમાં કોરોના સામે વેક્સિનેશન અંગે જાગૃકતા ફેલાવવા માટે 'સંજીવની: રસી જીવનની' અભિયાન શરુ કર્યું છે. આ અભિયાન અંતર્ગત કેમ્પેનના એમ્બેસેડર સોનૂ સૂદે રસીનો ડોઝ લીધો હતો. તેમણે કહ્યું કે, 'મને તે સમય યાદ આવે છે જ્યારે પ્રવાસી મજૂરો તેમના ઘરે જઈ રહ્યા હતા. અમે તેમને શાંત અને સુરક્ષિત રહેવાની અપીલ કરી હતી. હવે આપણા દેશ પાસે કોરોના સામે લડવા માટે કોરોના વેક્સીન છે, જે કોઈ પણ આ સાંભળી રહ્યું છે તેણે કોરોણાની રસી લેવી જોઈએ.'

આ પણ વાંચો - દેશમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ, કવચ બનશે નેટવર્ક 18-ફેડરલ બેંકનું સંજીવની અભિયાન

ઉલ્લેખનીય છે કે, આજે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ છે અને લોકો કોરોનાની વેક્સીન પ્રત્યે જાગરૂક થાય તે હેતુથી આ અભિયાન હાથ ધર્યું છે. લોકોને આ અભિયાનમાં એ જાણકારી આપવામાં આવશે કે રસી કેમ મુકાવી જોઈએ. આ કાર્યક્રમ દરમિયાન ફેડરલ બેન્કના એમડી અને સીઈઓ શ્યામ શ્રીનિવાસન પણ હાજર રહ્યા હતા. સોનૂ સૂદે શેશવાસીઓને સુરક્ષિત રહેવા માટે કોરોનાની રસી લેવા માટે આહવાન કર્યું હતું. તેમણે કહ્યું કે, 'દેશ માટે જરૂરી છે કે આપણે આપણી આસપાસના લોકોને વેક્સીન લગાવવા માટે મોટીવેટ કરીએ.'

આ પણ વાંચોOMG: જ્યારે માલિકને વાઘના ખૂની જડબામાંથી નીકળલાવી ભેંસ, જુઓ આશ્ચર્યજનક કહાની

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ CNN-NEWS18 સાથે કરેલી વાતચીત દરમિયાન કહ્યું કે, તેમની કંપની દ્વારા બનાવેલી વેક્સીન Covishieldનો ઉપયોગ કરનારને કોઈ અન્ય બૂસ્ટર ડોઝની જરૂરત નથી. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા કહેવાય રહ્યું હતું કે આ વેક્સિનથી ન્યુરોલોજીકલ સમસ્યા થાય છે. જોકે, હવે કહેવાય રહ્યું છે કે આ વેક્સીનથી લોહીની ગાંઠો બને છે.

આ અંગે પૂનાવાલાએ કહ્યું કે, હું આ અંગે અલગ-અલગ દેશના સ્વાસ્થ્ય મંત્રાલયો, આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય એજન્સી WHO દ્વારા થઇ રહેલી તપાસમાં છું. તેમણે કહ્યું કે કેટલીક વેક્સિનમાં બૂસ્ટર ડોઝની જરૂરત પડે છે, પરંતુ આમારી વેક્સિનમાં કોઈ બૂસ્ટર ડોઝની જરૂર નથી પડતી.
First published: April 7, 2021, 4:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading