સોનૂ સૂદને નેપાળી યુવકે સર્જરી માટે મદદ માંગી, એક્ટર બોલ્યા- 'અતિથિ દેવો ભવ:'

News18 Gujarati
Updated: March 4, 2021, 10:58 AM IST
સોનૂ સૂદને નેપાળી યુવકે સર્જરી માટે મદદ માંગી, એક્ટર બોલ્યા- 'અતિથિ દેવો ભવ:'
સોનુ સૂદ

સોનૂ સૂદ (Sonu Sood)એ એક નેપાળી યુવકને સોશિયલ મીડિયા પર મદદ માંગી છે. આ યુવક ગત 10 વર્ષથી Ankylosing spondylitis નામની ગંભીર બીમારીથી પીડાઇ રહી છે. જેને કારણે તે ન તો યોગ્ય રીતે ચાલી શકે છે ન તો બેસી શકે છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood)નાં પ્રખ્યાત એક્ટર સોનૂ સૂદ (Sonu Sood)એ તેની ફિલ્મો અને શાનદાર એક્ટિંગથી ઇન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવી છએ. સોનૂ તેનાં નેક કામ દ્વારા દેશભરમાં લોકોનાં દિલમાં જગ્યા બનાવી રહ્યાં છે. લોકડાઉન (Lockdown)નાં સમયમાં પ્રવાસી મજૂરોની મદદ માટે શરૂ કરવામાં આવેલો સિલસિલો આજે પણ ચાલુ છે. સોનૂ સૂદ આ વખતે નેપાળનાં આ યુવકની મદદે આવ્યો છે. જેણે તેને તેનાં અંદાજમાં મદદ કરવાનો વાયદો કર્યો છે. અને કહ્યું છે કે, 'અતિથિ દેવો ભવ:'

સોનૂ સૂદ (Sonu Sood) એ એક નેપાળી યુવકે સોશિયલ મીડિયા પર મદદ માંગી છે. આ યુવક ગત 10 વર્ષથી Ankylosing spondylitis નામની ગંભીર બીમારીથી પીડાઇ રહી છે. જેને કારણે તે ન તો યોગ્ય રીતે ચાલી શકે છે ન તો બેસી શકે છે.નેપાળી યુવકનો આ વીડિયો જોયા બાદ તેણે ટ્વિટ કરી છે અને લખ્યું છે કે, 'અતિથિ દેવો ભવ:, હિન્દુસ્તાનથી તમારા દેશ નેપાળ વગર લાકડીએ દોડતા જશો, જય હિંદ'

તેની આ ટ્વિટ પર ખુબ બધા રિએક્શન આવી રહ્યાં છે. આપને જણાવી દઇએ કે, હાલમાં જ તેણે નાલંદાનાં નૂરસરાયનાં પપરનૌસા ગામમાં નાનકડાં પરિવારમાં જન્મેલા એથલેટિક્સ ખેલાડી આનંદ કુમાર સિંહનાં ઘુંટણોનું ઇલાજ કરાવ્યું હતું. ઘુટણની બીમારીને કારણે તે કોઇપણ ખેલમાં આગળ નહોતો આવી શતો. તેનાં પિતાની ગરીબી અને રમતમાં રસને જોતા આનંદે સોશિયલ મીડિયા પર સોનૂ સૂદ પાસે મદદ માંગી હતી. જે બાદ સોનૂ સૂદે આનંદની મદદ માટે આગળ આવ્યો હતો. સોનૂએ આનંદનું દિલ્હીનાં ખાનગી હોસ્પિટલમાં ઇલાજ કરાવ્યું હતું.
Published by: Margi Pandya
First published: March 4, 2021, 10:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading