ભારતના સૌથી મોટા રસીકરણ અભિયાન 'સંજીવની' સાથે જોડાયા સોનુ સૂદ


Updated: April 5, 2021, 11:27 PM IST
ભારતના સૌથી મોટા રસીકરણ અભિયાન 'સંજીવની' સાથે જોડાયા સોનુ સૂદ
ફાઈલ તસવીર

સોનૂ સૂદ કોરોના વાયરસ સામે Network 18 ગ્રુપ ભારતના સૌથી મોટા રસીકરણ અભિયાન 'સંજીવની' સાથે જોડાયા છે. સોનૂ સૂદ વર્લ્ડ હેલ્થ ડે (world health day) એટલે કે 7 એપ્રિલના રોજ અટારી બોર્ડરથી ફ્લેગ ઓફ કરશે.

  • Share this:
નવી દિલ્હીઃ લોકડાઉન (lockdown) દરમિયાન પ્રવાસી મજૂરો (Migrant labor) અને જરૂરિયાતમંદ લોકોના મસીહા બનેલા સોનુ સૂદ (sonu sood) ફરીથી ચર્ચામાં આવ્યા છે. સોનૂ સૂદ કોરોના વાયરસ (coronavirus ) સામે Network 18 ગ્રુપ ભારતના સૌથી મોટા રસીકરણ અભિયાન (corona vaccination campaign) 'સંજીવની' સાથે જોડાયા છે. સોનૂ સૂદ વર્લ્ડ હેલ્થ ડે (world health day) એટલે કે 7 એપ્રિલના રોજ અટારી બોર્ડરથી ફ્લેગ ઓફ કરશે. સોનુએ આ અંગે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ માહિતી શેર કરી હતી. તેમણે કહ્યું કે, 'મને કોરોના સામે Network 18 ગ્રુપના રસીકરણ અભિયાન સંજીવની સાથે જોડાવવા બદલ ગર્વ છે.'

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સોનુને ફોર્બ્સ તરફથી 'લીડરશીપ એવોર્ડ 2021' આપવામાં આવ્યો હતો. તેમણે ટ્રોફી સાથે ફોટો શેર કરીને ધન્યવાદ પણ કહ્યું હતું. જોકે, કોરોના મહામારીને કારણે સોનુને આ એવોર્ડ વર્ચ્યુઅલી આપવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે ગત વર્ષે કોરોનાના કારણે દેશભરમાં લોકડાઉન હતું. એ દરમિયાન સોનૂ સૂદ આગળ આવ્યા હતા અને પ્રવાસી મજૂરોની મદદ કરી હતી. આ પ્રવાસી મજૂરો અન્ય રાજ્યથી પોતાના ઘરે ચાલતા કે સાઇકલ લઈને નીકળી પડ્યા હતા, જે સોનુથી નહોતું જોવાયું.

આ પણ વાંચોઃ-OMG! રૂ.163 એક કિલો ઘોંઘા ખરીદી લાવી ગરીબ મહિલા, રાતો રાત બની ગઈ કરોડપતિ, જાણો શું છે આખી કહાની

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પતિએ ખેલ્યો ખૂની ખેલ! બેડરૂમમાં બંધ કરી પત્નીની છરીના ઘા મારી કરી હત્યા, ત્રણ પુત્રીઓ બની નિરાધાર

આ પણ વાંચોઃ-ભાવનગરઃ રૂ.5,000ની ઉઘરાણી મુદ્દે યુવકને જીવતો સળગાવ્યો, સારવારમાં મોત, માથાભારે લાલો અને ભઈલો કાઠી સામે હત્યાનો ગુનો દાખલઆ પણ વાંચોઃ-સુરતઃ કામરેજનો યુવક મહારાષ્ટ્રની લૂંટેરી દુલ્હનનો બન્યો ભોગ, લગ્ન બાદ રોકડા અને દાગીના લઈ ફરાર

લોકડાઉન બાદ સોનૂ પાસે લોકોએ મદદ માંગવાની શરૂઆત કરી હતી. હાજી પણ આ સિલસિલો યથાવત છે. એટલું જ નહીં, સોનૂ પણ ટ્વીટર અને ફેસબુક પર સતત એક્ટિવ રહે છે અને મદદ મંગનારને શક્ય તેટલી મદદ કરે છે.હાલ પણ સોનુ સૂદ જરૂરિયાત મંદોના બાળકો માટે અને બીમારીના ઈલાજ માટે દિલ ખોલીને મદદ કરે છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશમાં સ્કૂલની વિદ્યાર્થીનીઓનું ભણતર બંધ થઇ જતા સોનૂ સૂદે ઓનલાઇન અભ્યાસ માટે ટેબ્લેટ પણ મોકલી આપ્યા હતા.
First published: April 5, 2021, 11:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading