B'day Special: ફિલ્મ 'આમિર' એ બદલી નેપોટિઝમને બકવાસ કહેનાર અમિત ત્રિવેદીની જિંદગી


Updated: April 8, 2021, 12:34 PM IST
B'day Special: ફિલ્મ 'આમિર' એ બદલી નેપોટિઝમને બકવાસ કહેનાર અમિત ત્રિવેદીની જિંદગી
અમિત ત્રિવેદી

વર્ષ 2009માં અનુરાગ કાશયાઓએ ફિલ્મ 'દેવ ડી'માં અમિતને સંગીત આપવાની તક આપી. આ ફિલ્મનું સંગીત સુપર હિટ સાબિત થયું હતું. જે બદલ તેમને 'સર્વશ્રેષ્ઠ સંગીતકાર'નો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: વર્સેટાઈલ સિંગર અને મ્યુઝિક કમ્પોઝર અમિત ત્રિવેદીનો જન્મ 8 એપ્રિલ, 1979ના રોજ મુંબઈના બાન્દ્રામાં થયો હતો. જોકે,તેમનો પરિવાર મૂળ ગુજરાતી છે. અમિત ત્રિવેદીએ સંગીતની શરૂઆત પોતાના કોલેજકાળ દરમિયાન જ કરી હતી. તેમણે બોલીવુડમાં પદાર્પણ કરતા પહેલા ઘણા આલ્બમ લોન્ચ કર્યા હતા. તેમણે થીએટર, એડ ફિલ્મ અને પૉપ આલબમમાં પણ કામ કર્યું છે. જે બાદ તેમને વર્ષ 2008માં આવેલી ફિલ્મ 'આમિર'માં કામ મળ્યું હતું. તેમણે આ ફિલ્મથી સંગીતકાર તરીકે એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં અમિતના કામે તેમને વાહવાહી અપાવી હતી.

વર્ષ 2009માં અનુરાગ કાશયાઓએ ફિલ્મ 'દેવ ડી'માં અમિતને સંગીત આપવાની તક આપી. આ ફિલ્મનું સંગીત સુપર હિટ સાબિત થયું હતું. જે બદલ તેમને 'સર્વશ્રેષ્ઠ સંગીતકાર'નો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતની મોત બાદ અમિત ત્રિવેદી ખૂબ ચર્ચામાં આવ્યા હતા. અમિતે સુશાંત સિંહ માટે સંગીત આપ્યું છે. એક ઇન્ટરવ્યૂમાં અમિતે કહ્યું હતું કે, 'જયારે પણ હું આ ફિલ્મોના ગીતો પર પરફોર્મ કરીશ તો દિમાગમાં સૌથી પહેલા સુશાંત આવશે.' કારણ કંઈપણ હોય, તેમણે ઉઠાવેલા આ પગલાથી હું અંદરથી તૂટી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, સુશાંત અને સારા અલી ખાન સ્ટારર ફિલ્મ કેદારનાથના ગીત 'નામો નામો શંકરા' ગીતને અમિતે પોતાનો અવાજ આપ્યો છે.



સુશાંતના નિધન બાદ જ્યારે નેપોટિઝમ પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે અમિત ત્રિવેદીએ નેપોટિઝમને બકવાસ ગણાવ્યું હતું. અમિતે એમ પણ કહ્યું હતું કે 'આ સમય બરબાદ કરનારો વિષય છે. મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ભાઈ-ભત્રીજાવાદ જેવું કંઈ જ નથી.'
First published: April 8, 2021, 12:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading