અભિનેત્રી જેકલિનને મળવા સુકેશે હવાઇ યાત્રા પાછળ 8 કરોડનો ખર્ચ કર્યો, નોરા ફતેહીને ગિફ્ટ કરી 1 કરોડની BMW કાર

News18 Gujarati
Updated: December 4, 2021, 11:44 PM IST
અભિનેત્રી જેકલિનને મળવા સુકેશે હવાઇ યાત્રા પાછળ 8 કરોડનો ખર્ચ કર્યો, નોરા ફતેહીને ગિફ્ટ કરી 1 કરોડની BMW કાર
સુકેશ અને જેકલિન ચેન્નાઈની એક હોટલમાં રોકાયા હતા

Sukesh Chandrasekhar news - તિહાડ જેલની અંદરથી સુકેશ ચંદ્રેશેખર દ્વારા 200 કરોડની વસૂલીના મામલે EDએ મની લોન્ડ્રિંગ કેસમાં ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી, 4 ફારસી બિલાડી (એક બિલાડીની કિંમત લગભગ 9 લાખ રૂપિયા) આપી હતી

  • Share this:
નવી દિલ્હી : તિહાડ જેલથી (Tihar Jail) 200 કરોડ રૂપિયાની વસૂલીના મામલે શનિવારે મની લોન્ડ્રીંગ (Money Laundering)અંતર્ગત કેસ દાખલ કરવામાં આવેલ EDની ચાર્જશીટમાં (Charge sheet)ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. આ ચાર્જશીટમાં બોલિવૂડ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝ (Jacqueline Fernandez)અને નોરા ફતેહીનો (Nora Fatehi)પણ ઉલ્લેખ છે. તેમના મહત્વપૂર્ણ નિવેદનો સામેલ કરવામાં આવ્યા છે. જાણકારી પ્રમાણે સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrasekhar)અને જેકલિન ફર્નાન્ડિઝે જાન્યુઆરી 2021થી એકબીજા સાથે વાત કરવાની શરૂ કરી હતી.

સુકેશે જેકલિન માટે 10 કરોડ રૂપિયાથી વધારે મોંઘા ગિફ્ટ ખરીદ્યા છે. જેમાં ઘરેણા, હીરા જડિત આભૂષણ સેટ, ક્રોકરી, 4 ફારસી બિલાડી (એક બિલાડીની કિંમત લગભગ 9 લાખ રૂપિયા), લાખો રૂપિયાનો કિંમતી એક ઘોડો પણ સામેલ હતો.

આ પણ વાંચો - કેટરીના કૈફ સાથે લગ્ન વિક્કી કૌશલ માલામાલ બની જશે, આટલા કરોડના માલિક બનશે કપલ

નોરા ફતેહીને BMW કાર અને એક આઇફોન ગિફ્ટ કર્યો

સુકેશ ચંદ્રશેખર જ્યારે જેલમાં હતો તો તે જેકલિન સાથે મોબાઇલ ફોન પર વાત કરતો હતો. જ્યારે સુકેશ જામીન પર બહાર આવ્યો તો તેણે ચેન્નાઈ માટે ચાર્ટર્ડ ફ્લાઇટ બુક કરી હતી. તેણે મુંબઈથી દિલ્હી માટે જેકલિન ફર્નાન્ડિઝ માટે પણ એક ચાર્ટર્ડ ફ્લાઇટ બુક કરી હતી. સુકેશ અને જેકલિન ચેન્નાઈની એક હોટલમાં રોકાયા હતા.

જામીન પર રહેતા સુકેશે પ્રાઇટ જેટમાં હવાઇ યાત્રા માટે લગભગ 8 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. સુકેશે જેકલિનના ભાઇ-બહેનોને પણ મોટી રકમ મોકલાવી હતી. ઇડીએ જેકલિનના નજીકના સહયોગીઓ અને સ્ટાફની પણ પૂછપરછ કરી હતી. બીજી તરફ નોરા ફતેહીને સુકેશે એક BMW કાર અને આઈફોન ગિફ્ટ કર્યો હતો. જેની કુલ કિંમત મળીને 1 કરોડ રૂપિયાથી વધારે છે.આ પણ વાંચો  - આ ગુજરાતી પરિવારે છપાવી અનોખી કંકોત્રી, તમે પણ કરશો તેની પ્રશંસા

પટિયાલા હાઉસ કોર્ટમાં દાખલ કરવામાં આવી ચાર્જશીટ

તિહાડ જેલની અંદરથી સુકેશ ચંદ્રેશેખર દ્વારા 200 કરોડની વસૂલીના મામલે EDએ મની લોન્ડ્રિંગ કેસમાં ચાર્જશીટ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં દાખલ કરી દીધી છે. ચાર્જશીટમાં કુલ 8 આરોપી છે. જેમાં સુકેશ ચંદ્રેશેખર, લીન મારિયા પોલ, દીપક રામદાની, પ્રદીપ રામદાની, વકીલ મોહન રાજ, અરુણ મુત્થુ, હવાલા વેપારી અવતાર સિંહ કોચર અને કમલેશ કોઠારી સામેલ છે.
Published by: Ashish Goyal
First published: December 4, 2021, 11:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading