'ટોપી બહુ' બન્યો સુનીલ ગ્રોવર, ગોપીની જેમ ધોયું લેપટોપ જુઓ VIDEO

News18 Gujarati
Updated: September 19, 2020, 12:49 PM IST
'ટોપી બહુ' બન્યો સુનીલ ગ્રોવર, ગોપીની જેમ ધોયું લેપટોપ જુઓ VIDEO
સુનીલ ગ્રોવર બન્યો ટોપી બહુ

કોમેડિયન સુનીલ ગ્રોવરે તેનાં શો 'ગેંગ્સ ઓફ ફિલ્મિસ્તાન'માં ટોપી બહુનું કેરેક્ટર રજૂ કર્યુ છે અને લોકોને એન્ટરટેઇન કરવાં માટે ગોપી બહુની જેમ લેપટોપ ધોયુ હતું. જેનો વીડિયો તેણે તેનાં ઇનસ્ટાગ્રામ પેજ પર પણ શેર કર્યો છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક તરફ ગોપી બહુ ફરી એક વખત ઓન સ્ક્રિન જોવા મળવાની છે. એટલે કે સાથ નિભાના સાથિયાની બીજી સિઝન શરૂ થવા જઇ રહી છે. ત્યારે આ શોની મિમિક્રી સુનીલ ગ્રોવરે તેનાં શો 'ગેંગ્સ ઓફ ફિલ્મિસ્તાન'માં કરી છે. સુનીલ ગ્રોવર શોમાં ટોપી બહુ બનીને આવે છે અને ગોપીની જેમ લેપટોપ ધોવે છે અને તેને તાર પર સુકવે છે.

વીડિયો સુનીલ ગ્રોવરે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ શરે કર્યો છે. સુનીલ ગ્રોવરે આવા બે વીડિયો શેર કર્યા છે. બંને વીડિયો શેર થતાની સાથે જ વાયરલ થઇ ગયો છે. આ વીડિયો અત્યાર સુધીમાં ચાર લાખથી વધુ વખત જોવાઇ ગયો છે. જ્યારે બીજો વીડિયો ત્રણ લાખથી વધુ વખત જોવાઇ ગયો છે.
View this post on Instagram

Topi Bahu . Ghar ke kaam karegi aaj raat 8baje @starbharat par


A post shared by Sunil Grover (@whosunilgrover) on


સુનીલ ગ્રોવરનાં આ વીડિયો પર દેવોલિના ભટ્ટાચાર્જીએ પણ કમેન્ટ કરી છે. તેણે ટોપી બહુનો ગોપી બહુની સાવકી બહેન ગણાવી છે. દેબોલિનાએ ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરતાં લખ્યુ છે કે,'મારી સાવકી બહેન, ટોપી બહુ' દેવોલિનાએ શેર કરેલાં આ વીડિયો પર તેનાં ફેન્સ અને ફ્રેન્ડ્સ ખુબ બધી કમેન્ટ્સ પણ કરી રહ્યાં છે.

આ પણ વાંચો-Bigg Boss 14નાં ઘરની તસવીરો થઇ લિક, બેડરૂમથી લઇ લિવિંગ રૂમ બધું જ છે આલિશાન

દેવોલિનાનું કહેવું છે કે, આ વીડિયો જોયા બાદ મારી હંસી રોકાવાનું નામ જ નહોતી લઇ રહી. આ વીડિયો ઘણો જ મજેદાર છે આ વીડિયો મને મારા મિત્રોની યાદ અપાવે છે. જેઓ મને ચીડાવવા મને ટોપી બહુ કહીને મારી ઉડાવતા હતાં.
View this post on Instagram

Topi bahu aapka sath nibhayegi. Aaj Raat 8 baje main. @starbharat


A post shared by Sunil Grover (@whosunilgrover) on


સાથ નિભાના સાથિયાની બીજી સિઝન શરૂ થતા પહેલાં તેનાં આવા વીડિયો અને મીમ્સ દ્વારા તેને ખુબજ પ્રેમ મળી રહ્યો છે. શોને ઓફ એર થયાને ત્રણ વર્ષ થઇ ગયા છતાં દર્શકો અમને યાદ કરે છે. આજ તેમનો અમારા પર પ્રેમ છે.

આ પણ વાંચો- Fact Check: 'દાઉદ' સાથે હાથ મિલાવતા નજર આવ્યાં અમિતાભ બચ્ચન, અભિષેક જણાવ્યું ફોટાનું સત્ય

રસોડે મે કૌન થા પર વાત કરતાં દેબોલિનાએ કહ્યું કે, જો ટોપી બહુ પણ પ્રેશર કૂકરમાં ચણાં ચડાવશે. અને જો તેને કોઇ વાતની જરૂર પડશે તો હું તેને મદદ પણ કરીશ. આખરે તે મારી નાની બહેન છે.
Published by: Margi Pandya
First published: September 19, 2020, 12:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading