VIDEO: જુઓ, સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોકંડેનું તે ગીત જે આજદિન સુધી નથી થયું રિલીઝ

News18 Gujarati
Updated: June 13, 2021, 5:51 PM IST
VIDEO: જુઓ, સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોકંડેનું તે ગીત જે આજદિન સુધી નથી થયું રિલીઝ
(VIDEO Grab Youtube)

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. જે તેનાં એક ગીતનો વીડિયો છે જે ક્યારેય રિલીઝ નથી થઇ શક્યું.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં નિધનને આવતી કાલે એક વર્ષ પૂર્ણ થઇ જશે. એવામાં સુશાંતનાં ચાહકો સોશિયલ મીડિયા પર તેને યાદ કરીને તેની થ્રોબેક તસવીરો અને વીડિયોઝ શેર કરી રહ્યાં છે. સુશાંતે ગત વર્ષે 14 જૂનનાં મુંબઇ સ્થિત તેનાં ઘરે ફાંસી લગાવી દીધી હતી. આ વચ્ચે સુશાંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો તે સોન્ગનો છે જે ક્યારેય રિલીઝ નથી થઇ શક્યું.

આ પણ વાંચો- અંકિતા લોખંડેને ફરી આવી સુશાંતની યાદ! વરસી પહેલાં પોસ્ટ કરી, 'દૂરી કંઇ મહત્વ નથી રાખતી, કારણ કે...'

આ ગીતમાં સુશાંતની સાથે એક્ટ્રેસ અંકિતા લોખંડે નજર આવી રહી છે. આ ગીત ટીવી શો 'પવિત્ર રિશ્તા' (Pavitra Rishta)નું છે. જે ક્યારેય રિલીઝ નથી થઇ શક્યું. આ ગીતનું નામ 'જૈસી હો વૈસી રહો..' છે. સોશિયલ મીડિયા પર હવે સુશાંતનાં આ સોન્ગનો વીડિયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે અને તેનાં પર કમેન્ટ્સ કરીને લોકો સુશાંતને યાદ કરી રહ્યાં છે. આવો આપ પણ જોઇ લો આ વાયરલ વીડિયો.



આપને જણાવી દઇએ કે, સુશાંત અને અંકિતા તેમનાં ટીવી શો 'પવિત્ર રિશ્તા'થી ઘર ઘરમાં ફેમસ થઇ ગયા હતાં. માનવ અને અર્ચનાની જોડી સૌ કોઇ પસંદ કરતું હતું. એકતા કપૂરનો આ શો સૌથી સફળ ટીવી શોમાંથી એક છે. તેની કેમેસ્ટ્રી હજુ સુધી લોકોનાં દિલો દિમાગ પર છવાયેલી રહે છે. શોમાં માનવનાં રોલને ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. જેનાં ફેન ફોલોઇંગ વધી ગઇ હતી. અંકિતાની સાતે તેની કેમેસ્ટ્રીએ પણ શોને સફળતા અપાવી હતી.
Published by: Margi Pandya
First published: June 13, 2021, 5:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading